SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ચસિત્તરીમાં વૈયાવચ્ચ અને બ્રહ્મચર્યની નવ વાડા] ૩૫૯ અને જવુ, આવવું, વિગેરે આવશ્યકકબ્યામાં કાયાની પ્રવૃત્તિ ઉપયોગ પૂર્વક કરવી તે ૧૭– કાયસંયમ સમજવા. એ પ્રમાણે પ્રાણાતિપાતની નિવૃત્તિ રૂપ સંયમ સત્તર પ્રકારે સમજવા. ૪-વૈયાવચ્ચ-વ્યાપાર (પ્રવૃત્તિ) કરનારા ‘વ્યાવૃત’ અને તેનું કાર્ય, અથવા તેના ભાવ એટલે વ્યાધૃતપણું” તે જ વૈયાવચ્ચ’એમ શબ્દસિદ્ધિ સમજવી. તેના ૧-આચાર્ય, ૨--ઉપાધ્યાય, ૩–તપસ્વી, ૪નવદીક્ષિત-શૈક્ષ, ૫-ગ્લાન સાધુએ ૬–સ્થવિરાદિ અન્ય સાધુએ, છ–સમનેાન (એક સામાચારીવાળા અન્ય ગચ્છીય) સાધુએ ૮-સંધ, ←કુલ અને ૧૦-ગણુ, એ દેશની વૈયાવચ્ચ કરવાને યોગે વૈયાવચ્ચના પણ દેશ પ્રકારો થાય છે. કહ્યું છે કે— “ બાયગડવા, તવસિસેઢે નિહાળસાદૂનું । समणुन्नसंघ कुलगण - वेयावच्चं हवइ दसहा ||५५७|| ” ( प्रवचनसारो०) ભાવાર્થ-આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, સ્થવિર સાધુ, એક સામાચારીવાળા અન્યગચ્છીય સાધુઓ, સંઘ, કુળ અને ગણુ, એ દૃશની વૈયાવચ્ચ દશ પ્રકારની જાણવી. તેમાં ૧—આચાય –સાધુ જેની સહાયથી જ્ઞાનાચારાદિ પાંચપ્રકારના આચારાનું આચરણુ કરે, અથવા તેને માટે સાધુ જેની સેવા કરે તે આચાય કહેવાય, તેના પાંચ પ્રકારા છે, દીક્ષા આપનાર તે ૧–પ્રત્રાજકાચાય, સચિત્ત અચિત્ત કે મિશ્ર પદાર્થોને સયમ અર્થે લેવાની, વાપ રવા વિગેરેની અનુજ્ઞા–અનુમતિ આપે તે રદિગાચાય, જે પ્રથમથી જ (નામના નિર્દેશ કરીને સૂત્ર પાઠ આપે) શ્રુતના ઉદ્દેશ કરે તે ૩–ઉદ્દેશાચાય, ઉદ્દેશ કર્યા પછી ઉદ્દેશાચાના અભાવે તે જ શ્રુતના જે સમુદ્દેશ (અથ ભણાવે, અથવા સૂત્રને સ્થિર કરવાના ઉપદેશ) કરે અને અનુજ્ઞા (અન્યને ભણાવવાના આદેશ) કરે તે ૪-સમ્રુદ્દેશાનુજ્ઞાચાય અને ઉત્સર્ગ-અપવાદરૂપ અને, અર્થાત્ આગમના રહસ્યને સમજાવનારા ઉપકારી જે ગુરૂ ( યોગ્ય સાધુને) સ્થાપનાચાય અને આસનની અનુજ્ઞા આપે તે ૫-આમ્નાયા વાચક, એમ આચાર્યના પાંચ પ્રકારે સમજવા, ર-ઉપાધ્યાય=આચાર્યની આજ્ઞાથી જેની ‘ઉપ’=સમીપે જઈને સાધુએ આચારના વિષયને જણાવનારા જ્ઞાનને ‘અધીયન્તે’=ભણે તે ‘ઉપાધ્યાય' જાણવા. ૩-તપસ્વી=અઠ્ઠમ, કે તે ઉપરાંત કઠોર તપ કરનારા સાધુ. ૪-શૈક્ષતુ ને નવદીક્ષિત સાધુ, અર્થાત સાધુતાની શિક્ષા મેળવતા હાય તે શક્ષ, ૫-ગ્લાનવર વિગેરે બીમારીવાળા સાધુ, ૬-ચેર એટલે સ્થવિર, તેના શ્રુત, પર્યાય અને વયની અપેક્ષાએ ત્રણ ભેદે છે, તેમાં ચેાથા ‘સમવાય” અગ સુધી શ્રુત ભણેલા તે ૧–શ્રુતસ્થવિર, જેના દીક્ષાપર્યાય વીસ કે તેથી વધારે વર્ષોના હાય, તે ૨-પર્યાયસ્થવિર, અને જેની વય સીત્તેર કે તેથી વધારે વર્ષની હેાય તે ૩-વયસ્થવિર જાણવા. છ–સમનાન= એક જ સામાચારીનું સમ્યગ્ આચરણ કરનારા (અન્ય ગણુના) સાધુ. ૮–સઘ=સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચારના સમુદાય, કુળ=એક જ જાતિ(સામાચારી)વાળા ઘણા ગચ્છોને સમુહ, જેમ કે ‘ચાન્દ્રકુળ” વિગેરે. અને ૧૦-ગણ=એક આચાર્યની નિશ્રામાં વતા સાધુ સમુહ, અર્થાત્ અનેક કુળાના સમુદાય. જેમ કે ‘કૌટિક ગણુ’ ઇત્યાદિ ગણુ કહેવાય. એ દશને અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, પાટ, પાટીયાં (પાટલા), સ ંથારા, વિગેરે ધર્મોપકરણ(લાવી) આપવાં (સહાય કરવી) અને શરીર સેવા, ઔષધક્રિયા, અવીમાં વિહાર, રાગ, કે ઉપસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy