SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ [ધવ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૭ " संकप्पो संरंभो, परितावकरो भवे समारंभो । કારમો દ્વો, યુદ્ધના () સર્ષ ૨૦૬” (પ્રવચનસાર) ભાવાર્થ–મારવાનો (હિંસાને) સંકલ્પ કરવો તે સંરમ્ભ, પીડા ઉપજાવવી તે સમારમ્ભ, અને પ્રાણને વિયોગ કરે તે આરમ્ભ, એ હિંસાના સંરહ્માદિ ત્રણે ય પ્રકારો સર્વ શુદ્ધ નને (અથવા “અકારને પ્રક્ષેપ કરવાથી સર્વ અશુદ્ધ એટલે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયને પણ) માન્ય છે. એમ નવ પ્રકારના જીના સરસ્નાદિ ન કરવા તે સંયમના નવ પ્રકારે. તથા દુષમા વિગેરે કાળના દેષથી તથાવિધ બુદ્ધિની, આયુષ્યની, શ્રદ્ધાની, સંવેગની, ઉદ્યમની અને બળની, વિગેરેની હાનિવાળા વર્તમાન કાળના શિષ્યોના ઉપકાર માટે સંયમમાં ઉપકારક પુસ્તકો વિગેરે અજીવ પદાર્થોને તેનું પ્રતિલેખન, પ્રમાર્જન કરવા પૂર્વક જયણાથી રાખવા તે ૧૦–અજીવસંયમ સમજે, “પ્રેક્ષા" એટલે બીજ, વનસ્પતિ કે ત્રસજીવના સંસર્ગ વિનાના નિરવદ્ય સ્થાને નેત્રેથી જોઈને સુવું, બેસવું, ઉભા રહેવું, કે ચાલવું, વિગેરે ૧૧-પ્રેક્ષાસંયમ સમજ, પાપવ્યાપાર કરતા ગૃહસ્થની ઉપેક્ષા કરવી, અર્થાત “અમુક ઘર-ગામ વિગેરેની સંભાળ ખ્યાલપૂર્વક કરે ઈત્યાદિ ઉપદેશ નહિ કરે તે ૧૨-ઉપેક્ષાસંયમ જાણ, અથવા પ્રેક્ષા-ઉપેક્ષાને બીજો અર્થ સંયમમાં અનાદર કરતા સાધુઓને તેતે સંયમનાં કાર્યોમાં જોડવા તે “પ્રેક્ષાસંયમ અને નિષ્ફર્વસ પરિણામી પાસત્થા વિગેરે સંયમની વિરાધના કરે તેની ઉપેક્ષા કરવી તે “ઉપેક્ષાસંયમ એમ કરે. નેત્રોથી જેએલી પણ ભૂમિનું કે વસ્ત્ર-પાત્રાદિનું રજોહરણ વિગેરેથી પ્રમાર્જન કરીને તે વાપરવાં, અર્થાત્ સુતાં, બેસતાં, લેતાં, મૂતાં, વારંવાર પ્રમાર્જન કરવું, કાળીભૂમિવાળા વિગેરે પ્રદેશમાંથી સફેદ ભૂમિવાળા વિગેરે પ્રદેશમાં પ્રવેશ કરતાં ગૃહસ્થાદિ જોઈ શકે તેમ ન હોય ત્યારે સચિત્ત-અચિત્ત કે મિશ્રરજથી ખરડાએલા પગ વિગેરેનું પ્રમાર્જન કરવું અને ગૃહસ્થ વિગેરે જોઈ શકે ત્યારે પ્રમાર્જન નહિ કરવું, તે ૧૩-માર્જના સંયમ. કહ્યું છે કે "पायाई सागरिए, अपमजित्तावि संजमो होइ । पायाई (ते चेव) पमज्जते-ऽसागरिए संजमो होइ॥" प्रव०सारो५५६नी टीका।। ભાવાર્થ—ગૃહસ્થ દેખે ત્યારે પગ વિગેરેનું પ્રમાર્જન નહિ કરવાથી સંયમ થાય છે અને ગૃહસ્થ ન દેખે ત્યારે પગ વિગેરેનું પ્રમાર્જન કરવાથી સંયમ થાય છે. ૧૪-વડનીતિ, લઘુનીતિ(સ્થડિલ-માવુ), શ્લેષ્મ, કફ, વિગેરેને તથા જીવસંસક્ત, દૈષવાળા કે અનુપકારી (વધી પડેલાં) આહાર પાણી, વિગેરેને જતુ રહિત અચિત્તસ્થાને વિધિપૂર્વક પરઠવવાં (તજવાં) તે પરિષ્ઠાપનાસંયમ સમજ. ૧૫-દ્રોહ, ઈર્ષા, અભિમાન, વિગેરે દુષ્ટ ભાવથી મનને રોકવું અને ધર્મધ્યાનાદિ શુભભાવમાં જોડવું તે મનસંયમ, હિંસક કઠેર વિગેરે વચન નહિ બલવું અને શુભ (હિતકારી, સત્ય, મધુર) વચન બોલવું તે ૧૬–વચનસંયમ ૨૩૭–ગૃહસ્થ સંયમના આચારોથી અજ્ઞાત હેવાથી પગ પ્રમાર્જન કરતા દેખીને સાધુ પ્રત્યે દુર્ગછાદિ કરે, એથી ધર્મની અને શાસનની લઘુતા વિગેરે દે થાય, માટે તેઓના દેખતાં પ્રમાર્જન ન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy