________________
ચરણસિત્તરીના ભેદમાં પારસ્પરિક વિવેક તથા કરણસિત્તરી].
૩૬૩ આ બધા ભેદે ચરણ એટલે ચારિત્રરૂપ હેવાથી “ચરણ અને સંખ્યામાં સિત્તેર હેવાથી સિત્તરી’ એમ શાસ્ત્રોમાં તેને ચરણસિત્તરી કહી છે.
આ ભેદમાં આટલો વિવેક છે કે-ચોથા(બ્રહ્મ)વ્રતમાં અન્તર્ગત છતાં બ્રહ્મચર્યની ગુણિઓને જુદી કહી, તે “ચતુર્થવ્રતના પાલનમાં અપવાદ નથી' એમ સૂચવવા માટે છે, કહ્યું છે કે –
" न य किंचि अणुण्णायं, पडिसिद्धं वा वि जिणवरिदेहि।
मुत्तुं मेहुणभावं, न विणा तं रागदोसेहिं ॥१॥" (प्रवचनसारोद्धार० ५५२ टीका) ભાવાર્થ-શ્રીજિનેશ્વરોએ એક મિથુન સિવાય કોઈનું વિધાન કે પ્રતિષેધ એકાને કર્યો નથી, મિથુનમાં એકાન્ત નિષેધ એ કારણે કર્યો છે કે તે રાગ કે દ્વેષ વિના સમ્મવિત નથી.
વળી પાંચ મહાવતે કહેવાથી વસ્તુતઃ ચારિત્ર આવી જવા છતાં જ્ઞાનાદિ ત્રણમાં પુનઃ ચારિત્ર કહ્યું તે સામાયિક ચારિત્ર સિવાયનાં શેષ છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસમ્પરાય અને યથાખ્યાત, એ ચાર ચારિત્રોના નિરૂપણ માટે સમજવું. કારણ કે “વ્રત’ શwદથી પાંચ ચારિત્રો પિકી એક “સામાયિક' અંશનું જ ગ્રહણ થાય છે અને શેષ ચાર ચારિત્રે બાકી રહે છે, માટે તેનું નિરૂપણ કરવા પુનઃ ચારિત્ર કહ્યું છે એમ સમજવું. તથા દેશવિધ શ્રમણધર્મમાં સંયમ અને તપ કહેવા છતાં પુનઃ તેને જુદાં કહ્યાં, તેમાં મેક્ષપ્રાપ્તિ માટે સંયમ અને તપની પ્રધાનતા જણાવવારૂપ કારણ સમજવું. લેકભાષામાં પણ આ ન્યાય જોવામાં આવે છે, જેમ કે બ્રાહ્મણે આવ્યા અને વસિષ્ટ પણ આવ્યો” એમ બોલવામાં વસિષ્ઠ બ્રાહ્મણ હોવાથી બ્રાહ્મણેમાં આવી જવા છતાં તેની મુખ્યતા જણાવવા માટે જુદું કથન કરાય છે, તેમ અહીં પણ સંયમને અને તપને જુદાં કહ્યા છે એમ સમજવું. સંયમ અને તપની મુક્તિની સાધનામાં પ્રધાનતા આ રીતે સ્પષ્ટ છે-સંયમ નવાં કર્મોના બંધને અટકાવવામાં અને તપ પૂર્વે બાંધેલાં કર્મોને ખપાવવામાં હેતુ છે, ઈત્યાદિ વિચારવું. એ રીતે તપમાં વૈયાવચ્ચ કહેવા છતાં પુનઃ જુદી કહી તે પણ વૈયાવચ્ચે પોતાને અને પરને ઉપકારી હોવાથી તપના “અનશન વિગેરે બીજા પ્રકારે કરતાં વધારે અતિશયવાળી છે એમ જણાવવા માટે સમજવું. તથા શ્રમણ ધર્મમાં “ધનિગ્રહ” વિગેરે કહેવા છતાં પુનઃ ભિન્ન કહ્યા તે ઉદયમાં આવેલા ક્રોધાદિને નિષ્ફળ કરવારૂપ નિગ્રહ છે અને “ઉદીતિ ક્રોધાદિના અનુદયરૂપ ક્ષમા, મૃદુતા, વિગેરે છે, એમ બનેને ભેદ સમજાવવા માટે સમજવું. અથવા “ક્ષમાદિ ઉપાદેય છે અને ક્રોધાદિ હેય છે એમ તેઓમાં ભેદ હેવાથી જુદું નિરૂપણ સમજવું.”
૨૪૦-વસ્તુ તેના અંતિમ પ્રકર્ષને પામે ત્યાં સુધી પૂર્વાવસ્થાની અપેક્ષાએ સાધ્ય અને ઉત્તરાવસ્થાની અપેક્ષાએ સાધન ગણાય છે. જેમ કે જ્ઞાનમાં અવધિજ્ઞાનાદિ પૂર્વના મતિ-શ્રત જ્ઞાનનું સાધ્ય છે અને કેવળ જ્ઞાનનું સાધન છે, ચારિત્રમાં પ્રમત્તગુણસ્થાનક નીચેનાં ગુણસ્થાનકનું સાધ્ય છે અને ઉત્તર અપ્રમત ચારિત્રનું સાધન છે, તેમ આ ચરણસિત્તરીમાં કહેલા વ્રત, શ્રમણુધર્મ, સંયમ વિગેરે પ્રકારમાં પણ પારસ્પરિક સાધ્ય-સાધન ભાવ છે અને એ સર્વનું અંતિમ સાધ્ય તે શેલેશી અવસ્થાનું યથાખ્યાત ચારિત્ર છે, તેની પ્રાપ્તિ સુધી આ મહાવ્રતો વિગેરે ચરણસિત્તરી વચગાળાનું સાધ્ય કહેવાય. વસ્તુતઃ અહીં કહેલા સિત્તેર પ્રકારો યથાખ્યાત ચારિત્રનાં સાધન છે. તે દરેકની યથાયોગ્ય આરાધના વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org