________________
-
-
~
~
-
~
૩પ૬
[ધવ સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૧૧૭ ૧–“પ્રાણાતિપાતવિરમણ’ વિગેરે મહાત્ર પાંચ છે, તેનું વર્ણન ઉપર કર્યું.
૨-શ્રમણને” એટલે સાધુઓને ધર્મ આ દશ પ્રકારે છે–૧–ક્ષમા, ૨-માર્દવ, ૩–આર્જવ, ૪-મુક્તિ, નિર્લોભતા), પ-તપ, ૬-સંયમ, ૭–સત્ય, ૮-શૌચ, ૯-આકિચન્ય અને ૧૦-બ્રહ્મચર્ય. આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે
ચિંતી(થ) નવ, મુત્તર તવ સંગ ગ ઘોઘા
सच्चं सोयं आकिंचणं च बंमं च जइधम्मो ॥" आव०सङ्ग्रहणी गा० ३॥ ભાવાર્થ–ક્ષમા, માર્દવ, આવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિગ્નન્ય અને બ્રહ્મ, એ (દશવિધ) યતિધર્મ છે. તેમાં–૧-ક્ષમા સશક્ત કે અશક્ત પણ જીવન સહન કરવાને અધ્યવસાય-આત્મપરિણામ, અર્થાત્ સર્વ રીતે ક્રેઇને વિવેક કર-(તેના ઉદયને) નિષ્ફળ બનાવી તેને ક્ષમા કહેવાય છે. ૨-માર્દવ=અસ્તબ્ધતા, અર્થાત્ અકડાઈને અભાવ, અસ્તબ્ધતાના પરિણામને એટલે ભાવને અને તેનાથી થતી ક્રિયાને પણ માર્દવ કહે છે; અર્થાત્ જીવની નમ્રતા અને નિરભિમાનતા. ૩–આર્જવઋજુ એટલે વક્તા રહિત મન વચન અને કાયવાળો સરળ જીવ, તેના ભાવને અથવા કર્મને “આર્જવ કહ્યું છે, અર્થાત્ જીવને મન વચન અને કાયાને અવિકાર, નિષ્કપટપણું, તે આજે વ. ૪-મુક્તિ છૂટવું કે છોડવું તે મુક્તિ, અર્થાત્ બાહા અનિત્યપદાર્થોની અને અભ્યન્તર(કામ ક્રોધાદિ) ભાવે પ્રત્યેની તૃષ્ણાને છેદ કરવારૂપ લેભને સર્વથા તજ તેને મુક્તિ કહી છે. પ-તપ જેનાથી રસ-રૂધિરાદિ શારીરિક ધાતુઓ અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મો તપે (ખપે) તે તપ કહેવાય, તેના “અનશન, ઉદરિતા” વિગેરે (છ બાહ્ય અને “પ્રાયશ્ચિત્ત, વિનયાદિ છ અભ્યન્તર, એમ) બાર ભેદે કહેવાશે. -સંયમ =આશ્રવની વિરતિ, અર્થાત્ નવાં કર્મોને બબ્ધને અટકાવવા તે સંયમ. (એનું વિશેષ વર્ણન આ અધિકારમાં જ કહેવાશે.) ૭-સત્ય-મૃષાવાદને ત્યાગ, ૮-શૌચ-સંયમમાં નિર્મળતા એટલે નિરતિચારપણું. - આકિખ્ય =જેની પાસે “
કિચન' એટલે કંઈ દ્રવ્ય ન હોય તે અશ્ચિન અને અગ્નિનપણું તેને આકિન્શન્ય કહેવાય, એના ઉપલક્ષણથી (દ્રવ્યમાં જ નહિ) શરીર અને ધર્મોપકરણ વિગેરેમાં પણ મમત્વને અભાવ તેને “આકિગ્નન્ય સમજવું. ૧૦-બ્રહ્મ નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિના પાલન પૂર્વકને સ્પર્શનેન્દ્રિયને સંયમ, એ દશવિધ યતિધર્મ કહ્યું. બીજા આચાર્યો તે એના દશ પ્રકારે આ રીતે કહે છે–
"खती मुत्ती अज्जष, मद्दव तह लाघवे तवे चेव ।
संजम चाओऽकिंचन, बोद्धव्वे बंभचेरे य ॥' प्रवचनसारो० ५५४नी टीका ॥ ભાવાર્થ–ક્ષમા, મુક્તિ, આર્જવ, માવ, લાઘવ, તપ, સંયમ, ત્યાગ, આકિગ્નન્ય અને બ્રહ્મચર્ય, એ દશવિધ યતિધર્મ જાણો.
તેમાં “લાઘવ એટલે દ્રવ્યથી અલ્પઉપધિ(વસ્તુઓથી નિર્વાહ કરવા)પણું અને ભાવથી ગૌરવ મેટા)ને ત્યાગ, તથા ‘ત્યાગ એટલે સર્વ સંગોથી મુક્તિ (નિરાગતા), અથવા યુતિ(સાધુ)ઓને વસ્ત્ર વિગેરેનું દાન, એમ અર્થ સમજ, શેષ ક્ષમા વિગેરેને અર્થ પહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org