________________
ઠા વ્રતનું સ્વરૂપ અને ચરણસિરીમાં દશવિધિ યતિધર્મ ]
मूलम्-"चतुर्विधस्याहारस्य, सर्वथा परिवर्जनम् ।
षष्ठं व्रतमिहैतानि, जिनर्मूलगुणाः स्मृताः ॥११७॥" મૂળને અર્થ–ચારે પ્રકારના આહારને (રાત્રીએ) સર્વથા ત્યાગ કરે, તેને છઠું વત કહ્યું છે, એ છ વ્રતને શ્રીજિનેશ્વરોએ સાધુતાના મૂળગુણો કહ્યા છે.
ટીકાને ભાવાર્થ—અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારને (રાત્રીએ વાપરવાનો) “સર્વથાઋત્રિવિધ વિવિધ ભાંગાથી ત્યાગ કરે, તેને છઠું વ્રત કહ્યું છે, એમ વાક્યમાં ક્રિયાપદને સંબન્ધ જેડ. હવે એ વ્રતને અહીં સાધુધર્મના પ્રસંગમાં શ્રીજિનેશ્વરેએ શેષગુણોના આધારભૂત હેવાથી મૂળગુણ કહ્યા છે અને એના ઉપલક્ષણથી સપૂર્ણ ચરણસિત્તરીને પણ મૂળગુણોરૂપ કહી છે. તે આ પ્રમાણે છે –
“વ સમાધw° સંગમ, વિ° ૨ ચંમપુરાવો..
નાળાતિ તવ નહાવરમે રા” (નિ. ભાષ્ય૦) વ્યાખ્યા--આ પ્રમાણે છે, પ-તે, ૧૦-પ્રકારને સાધુધર્મ, ૧–પ્રકારે સંયમ, ૧૦પ્રકારે વૈયાવચ્ચ, –પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ, ૩-જ્ઞાનાદિગુણે, ૧૨–પ્રકારે તપ, અને ૪-ધાદિ કષાયને નિગ્રહ, એમ (૭૦ પ્રકારે) ચારિત્ર (મૂળ ગુણે) છે. તેમાં–
બીજુવ્રત સત્યની રક્ષા માટે છે, તેમાં જણાવ્યા પ્રમાણે પ્રિય, પથ્ય અને સત્ય પણ શાસ્ત્રીય મર્યાદાના પાલન પૂર્વક બલવાનું વિધાન છે તે માટે બોલવામાં હાસ્ય, ભય, લોભ અને ઠોધને ત્યાગ કરવા રૂપ ચાર ભાવનાઓ અને વિચારીને (ઉપયોગ પૂર્વક) બોલવા રૂપ પાંચમી ભાવના પણ ભાષાસમિતિ રૂપ છે એમ સત્યની પાંચે ભાવનાઓને અંતર્ભાવ ભાષા સમિતિમાં થાય છે.
ત્રીજીંવત અદત્તગ્રહણથી બચવા માટે છે, તેની પ્રથમની ચાર ભાવનાઓ જે વસ્તુ વાપરવાની હોય તે જેની માલિકીની કે જેની સત્તામાં હોય તેની અનુજ્ઞા મેળવવારૂપ હેવાથી એષણા સમિતિરૂપ છે અને પાંચમી શ્રીજિનાજ્ઞાના અને ગુરૂની આજ્ઞાના પાલનરૂપ હેવાથી ઈચ્છા રાધ કે સમર્પિતભાવ રૂપે મને મુક્તિના પાલનરૂપ છે, અથવા પાંચે ભાવનાઓનું રહસ્ય અન્યને અપ્રીતિ નહિ ઉપજાવવાનું અને ગુરૂઆજ્ઞાને આધીન થવાનું હોવાથી એક મરાપ્તિમાં પણ તેને અંતર્ભાવ થઈ શકે છે.
ચોથું વ્રત બ્રહ્મચર્ય પાલન છે. તેની પાંચે ભાવનાઓ બ્રહ્મચર્યની નવ વાડોના પાલનરૂપ હોવાથી તેને અંતર્ભાવ ભાષા-એષણ સમિતિમાં અને ત્રણ ગુપ્તિઓમાં થાય છે.
પાંચમું વ્રત પાળવા માટે જણાવેલી પાંચે ભાવનાએ પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ-પ્રતિકુળ વિષયોમાં રાગ-દ્વેષને વર્જવા રૂપે મનને વિજય કરાવનારી હોવાથી મનગુપ્તિમાં તેને અંતર્ભાવ થાય છે.
એમ પાંચે વ્રતોની પચીશ ભાવનાઓને અંતર્ભાવ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતામાં થાય છે, તેથી તે આઠને માતાઓ કહી છે તે પણ યથાર્થ છે. માતાની જેમ અષ્ટપ્રવચનમાતાએ પાંચ મહાવ્રતરૂ૫ ચારિત્રપુત્રને જન્મ આપે છે, પાલન (પોષણ) કરે છે અને ટેષિારૂપ મેલની શુદ્ધિ કરે છે, એ હકિકત કરણસિત્તરીમાં તેના સ્વરૂપને વર્ણવતાં કહેવાશે. સાધુનું સાધ્ય ચારિત્ર (ચરણ સિત્તરી) છે, માટે પાંચ વ્રતને ચરણસિત્તરીમાં મૂળ ગુણે તરીકે ગણાવ્યાં છે અને તેના રક્ષણ-પાલન વિગેરેમાં કરણ એટલે સાધનભૂત હેવાથી અષ્ટ પ્રવચન માતાઓને કરણ સિત્તરીમાં ગણેલી છે, એથી પણ સમજાય છે કે અષ્ટપ્રવચનમાતાઓનું પાલન ચારિત્રના રક્ષણ માટે અતિ આવશ્યક છે. એ જ ભાવ આ પચીસ ભાવનાઓનું વિધાન કરવા દ્વારા શાસ્ત્રકારોએ જણાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org