________________
૩૫૪
[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૬ માદક, મિષ્ટાન્ન વિગેરે રસવાળો આહાર તજ અને લુઓ પણ આહાર ગળા સુધી (અજીર્ણ થાય તેમ) નહિ ખાવ તે પાંચમી ભાવના કહી છે. હંમેશાં માદક અને સ્નિગ્ધ મધુર રસદાર આહાર વાપરનાર શુક્ર નામની મુખ્ય ધાતુના અતિષિણથી (પ્રગટતા વિકારની વેદનાથી પીડાએલે) અબ્રહ્મને સેવવા સુધી પણ પતન પામે છે અને લુખો પણ અતિઆહાર કેવળ બ્રહ્મચર્યને જ નહિ, શરીરને પણ પીડા (રેગાદિ) કરનાર છે. કહ્યું છે કે
" अद्धमसणस्स सव्वंजणस्स कुज्जा दवस्स दो भागे।
वायपविआरणट्ठा, छन्भागं ऊणयं कुज्जा ॥८६७॥" (प्रवचनसारो०) ભાવાર્થ–ભૂખના છ ભાગ કરીને તેમાંથી અડધા (ત્રણ) ભાગને વ્યજન સહિત આહાર લે, બે ભાગ પાણીથી પૂરવા અને વાયુના (શ્વાસે છુવાસના) સંચાર માટે એક ભાગ ઉદરી રાખવી.
એ બ્રહ્મચર્યની (નવ ગુણિઓનાપાલનરૂપર૩૪) પાંચ ભાવનાઓ કહી. પાંચમા મહાવ્રતની ભાવનાઓ યોગશાસ્ત્રમાં કહી છે કે –
" स्पर्शे रसे च गन्धे च, रूपे शब्दे च हारिणि । पञ्चस्वपीन्द्रियार्थेषु, गाढं गार्द्धस्य वर्जनम् । एतेष्वेवामनोज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् ।
ગાઝિવતા, માવનાર પન્ન ભિન્નતા "ઝાશ ૨, ૩૨-રૂરી વ્યાખ્યા-ગવવાથી રાગ ઉપજે તેવા મનહર સ્પર્શ, રસ, ગન્ધ, રૂપ અને શબ્દ, એ પાંચે ઈન્દ્રિઓના વિષયેમાં અતિ ગૃદ્ધિ (આસક્તિ) નહિ કરવી, તથા એ જ સ્પર્શાદિ પાંચ વિષયે પ્રતિકૂળ (અનિષ્ટ) હોય તેમાં સર્વથા દ્વેષ નહિ કરે, તે પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ સમજવી. ઈષ્ટ વિષમાં આસક્તિવાળે નિશ્ચ અનિષ્ટ પ્રત્યે દ્વેષ કરે છે, મૂચ્છરહિત મધ્યસ્થ આત્માને શુભ-અશુભમાં પ્રીતિ કે અપ્રીતિ થતી નથી. રાગના કારણે જ ઠેષ થાય છે, એમ સમજાવવા અહીં “ષ નહિ કરવો” એમ કહ્યું છે, અન્યથા ઈષ્ટમાં રાગ નહિ કરે એટલું જ કહેવા માત્રથી અનિષ્ટમાં શ્રેષ નહિ કરે એ સિદ્ધ થાય છે. ૨૩૫
એમ વિસ્તારથી પાંચ મહાવ્રતને વર્ણવ્યાં, હવે છઠ્ઠા વ્રતનું લક્ષણ કહે છે કે – ર૩૪-પહેલી ભાવનામાં ૧-વસતિશુદ્ધિ, ૩-નિષધા (આસન) પરિવાર અને ૫-મૂક્યાન્તર વર્જન આવે છે. બીજી ભાવનામાં–ર-સરાગસ્ત્રીકથાનો ત્યાગ, ત્રીજીમાં પૂર્વકીડિતસ્મરણના ત ૪–સ્ત્રીનાં અંગોપાંગ નીરખવાને ત્યાગ અને ૯-સ્વ શરીર વિભૂષાને ત્યાગ, તથા પાંચમી ભાવનામાં હ-પ્રણીત આહારને અને ૮-અતિઆહારને ત્યાગ છે. એમ પાંચ ભાવનાઓમાં નવગુપ્તિએ સમજવી. - ૨૫-પ્રથમ વતની પાંચ ભાવનાઓમાં મનોગુપ્તિ માનસિકહિંસાથી (આર્ત-રૌદ્રધ્યાનથી) બચવા માટે, એષણસમિતિ આહારને અંગે કહેલા કર દેરૂ૫ દ્રવ્ય-ભાવ હિંસામાંથી બચવા માટે, આદાનસમિતિ સંચમે પગી વસ્તુ લેવા મૂકવા વિગેરેમાં સંભવિત હિંસાથી બચવા માટે, ઈર્યાસમિતિ ગમનાગમનથી સંભવિત હિંસાથી બચવા માટે અને અન્ન-પાનાદિ જોઈને લેવાં તે પણ એષણા કે આદાન સમિતિરૂપે આહાર-પાણી આદિમાં રહેલા ત્રસ વિગેરે જીવોની હિંસાથી બચવા માટે છે એમ પાંચે ભાવના અહિંસા માટે આવશ્યક છે અને તે પાંચ સમિતિમાં અને ત્રણ ગુપ્તિમાં અન્તર્ગત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org