________________
ઉપસ્થાપનામાં મહાવ્રતોની પચીસ ભાવનાઓ].
૩૫૩ એટલે તિર્યચ્ચનિમાં જન્મેલાં ગાય, ભેંસ, ઘડી, ગધેડી, બકરી, ઘેટી, વિગેરે (જેની સાથે) મિથુનને સમ્ભવ હોય તેવાં પશુઓ, એ ત્રણને ઠંદ્વ સમાસ કરીને અહીં “મનુ પ્રત્યય કરેલો છે, એથી સ્ત્રીઓ, નપુસકે અને પશુઓ જ્યાં હોય તેવી વસતિને (સ્થાન) અને તેઓએ વાપરેલાં સંથારો વિગેરે આસનેને ત્યાગ કરે, તથા ભીંતને આંતરે પણ જ્યાં સ્ત્રી-પુરૂષની કામોત્તેજક વાતે (શબ્દો) સંભળાય તેવા એક જ માત્ર ભીંતના આંતરાવાળા, જ્યાં ગૃહસ્થાશ્રમીઓ વસતા હોય તેવા સ્થાનમાં રહેવું પણ નહિ એમ બ્રહ્મચર્યને ભગ થવાના ભયથી સ્ત્રી, પશુ કે પંડકવા, તથા એક ભીંતના માત્ર આંતરાવાળું સ્થાન તજવું, તે પહેલી ભાવના.
૨–સરાગપણે સ્ત્રીની કથા નહિ કરવી, અર્થાત્ “રાગ” એટલે મેહના ઉદયને વશ બનીને સ્ત્રીઓની સાથે કથા, અથવા સ્ત્રીની કથા, અથવા પુરૂષની કથા, અથવા પુરૂષની સાથે પણ સ્ત્રીઓની (કે પુરૂષોની રોગયુક્ત) કથા, વિગેરે રાગથી કથા, કે રાગને (કામને) પ્રગટ કરનારી કથા નહિ કરવી. જેમ કે--અમુક દેશની સ્ત્રી આવી હોય, અમુક જાતિની, કે અમુક કૂળની સ્ત્રીઓ આવા ગુણ–દોષવાળી હેય, વિગેરે વાતે તથા સ્ત્રીઓના પહેરવેશની, ભાષાની, ગતિની (ચાલની), શૃંગારિક ચેષ્ટા(ચાળા)ની, હાવ-ભાવની, હાસ્યની, લટકાની(હેકાની), નેત્રનાં કટાક્ષોની, રીસામણાંની, મનામણાની, કે તેઓના શૃંગારની, વિગેરે તે તે રસ પેદા કરનારી વાતે પવનથી જેમ સમુદ્ર ખળભળે તેમ આત્માને ચિત્તરૂપી સમુદ્રમાં #ભ પ્રગટ કરતી હોવાથી તેવી કઈ પણ રાગજનક વાત નહિ કરવી, તે બીજી ભાવના જાણવી.
૩-પૂર્વક્રીડિતનું સ્મરણ નહિ કરવું, અર્થાત્ સાધુએ દીક્ષા પૂર્વે કે (ગૃહસ્થે) બ્રહ્મચર્ય સ્વીકાર્યા પૂર્વે ગૃહસ્થાવસ્થામાં સ્ત્રીની સાથે મિથુન સેવ્યું હોય તેનું સ્મરણ નહિ કરવું. કારણ કે ઇન્જનથી અગ્નિ સળગે તેમ પૂર્વકાલીન મિથુનક્રીડાને યાદ કરવાથી કામરૂપી અગ્નિ સળગે છે.
૪–અવિવેકી મનુષ્ય જેને રમણીય-પૃહણીય માને છે તેવાં સ્ત્રીનાં મુખ, નેત્રો, સ્તન, કટિભાગ, સાથળ, વિગેરે અને અતિ આશ્ચર્યને વશ બનીને ફાટેડેછે (સ્થિર દષ્ટિએ) નહિ જેવાં, રાગદ્વેષ વિના માત્ર દષ્ટિથી જોવાઈ જાય તે દુષ્ટ નથી. કહ્યું છે કે “શરાજ પૂમડું, ચક્ષરમાતમાં
તત્ર, ત સુધઃ રિવર શા” (શ્રાદ્ધત્તિ. જા૨૬ વૃત્તિ) ભાવાર્થ–દષ્ટિ સન્મુખ આવેલા રૂપને ન જેવું અશક્ય છે, (અર્થાત સહસા જેવાઈ જાય તે સંભવિત છે.) વસ્તુતઃ રૂપ જોવામાં પંડિત પુરૂષે રાગ-દ્વેષને તજવા જોઈએ.
તથા પિતાના શરીરને સ્નાન-વિલેપન કરવું, ધૂપવું, નખ, દાંત, કે કેશ સંમાર્જવા, વિગેરે સંસ્કાર નહિ કરવા, એમ સરાગપણે સ્ત્રીનાં અંગોપાંગ જેવાનું તથા સ્વશરીરને સંસ્કા• રવાનું વર્જવું તે ચાથી ભાવના સમજવી. સ્ત્રીનાં મનરમ અપાગને જોવામાં આસ
ક્તનેત્રોવાળો જીવ દીવાની જાળમાં પતંગીયું નાશ પામે તેમ (બ્રહ્મચર્યને) નાશ કરે છે અને અશુચિથી ભરેલા શરીરને સંસ્કારવામાં મૂઢ બનેલો તે તે ઈચ્છારૂપ વિકલ્પ કરીને વિના કારણે આત્માને થકાવે છે.
પ-પ્રણતઆહાર અને અતિઆહાર વજે. અર્થાત્ પ્રણીત એટલે વીર્યવર્ધક, સ્નિગ્ધ,
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org