SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ [ધ સં૦ ભા૨ વિ૦ ૩–ગા૦ ૧૧૬ "मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टानपानग्रहणेनाऽहिंसा भावयेत् सुधीः ॥ प्रकाश १-२६॥" વ્યાખ્યા–૧-મનગુપ્તિ, ૨-એષણસમિતિ, ૩-આદાનસમિતિ, ૪-ઈસમિતિ અને ૫આહાર પાણીને જોઈને ગ્રહણ કરવાં, એ પાંચ ભાવનાઓથી બુદ્ધિમાન મુનિ અહિંસાનું રક્ષણ (પાલન)કરે. તેમાં જે મને ગુપ્તિનું સ્વરૂપ (કરણ સિત્તરીમાં) કહેવાશે તેનાથી પ્રથમ વ્રતની રક્ષા કરવી તે પહેલી ભાવના, બેંતાલીશ દોષ રહિત (આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર-વસતિ વિગેરે) શુદ્ધ પિંડને ગ્રહણ કરે તે એષણાસમિતિ રૂપ બીજી ભાવના, “આદાન” શબ્દના ઉપલક્ષણથી “નિક્ષેપ” પણ સમજી લે, એથી પીઠ, પાટીયું, વિગેરે સર્વ વસ્તુના આદાન-નિક્ષેપમાં એટલે લેવા મૂકવામાં નિર્દોષ પ્રવૃત્તિ કરવી તે આદાનભંડમત્તનિક્ષેપણસમિતિરૂ૫ ત્રીજી ભાવના, ‘ઈ’ શબ્દથી જવા આવવા વિગેરેમાં “ઈર્યાસમિતિનું પાલન કરવું (દેષ નહિ લગાડવા) તે ચોથી ભાવના અને અન્ન-પાન વિગેરે જેને લેવાં, ઉપલક્ષણથી જોઈને વાપરવાં, વિગેરેને પાંચમી ભાવના સમજવી. એ પાંચ ભાવનાથી બુદ્ધિમાન જ્ઞાની મુનિ અહિંસાને પવિત્ર બનાવે, તેની રક્ષા કરે. અહીં માગુપ્તિને ભાવના કહી તેનું કારણ એ છે કે–હિંસામાં મનના વ્યાપારની મુખ્યતા છે. સંભળાય છે કેપ્રસન્નચંદ્રરાજર્ષિએ મને ગુપ્તિ નહિ પાળતાં દુર્ગાનથી અહિંસાવ્રતનું ખણ્ડન કરીને પ્રત્યક્ષ હિંસા નહિ કરવા છતાં સાતમી નારકને યોગ્ય કર્મોનો (દલિકોને) સંચય કર્યો હતે. એષણા, આદાન અને ઈર્યા, એ ત્રણ સમિતિઓનું પાલન તે અહિંસામાં અવશ્ય (પ્રત્યક્ષ) ઉપકારક હોવાથી એનું ભાવનાપણું સ્પષ્ટ છે અને અન્નપાન જોઈને ગ્રહણ કરવાથી જીવસંસક્ત આહારપાણીને ત્યાગ થાય તે પણ અહિંસાવતના ઉપકાર માટે છે, તેથી તેને પાંચમી ભાવના કહી છે. બીજા મહાવ્રતની ભાવનાઓ માટે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – "हास्यलोभभयक्रोध-प्रत्याख्यानै निरन्तरम् । आलोच्य भाषणेनाऽपि, भावयेत्स्नृतव्रतम् ॥ प्रकाश १-२७॥" વ્યાખ્યા-હાંસી કરનાર નિશે મિથ્યા બોલનારે છે, એમ “લભી” ધનની આકાંક્ષાથી, ભયવાળો પ્રાણ વિગેરેના રક્ષણની ઈચ્છાથી અને ક્રોધી કાધાવિષ્ટ મનવાળો થવાથી મિથ્યા બોલે છે, એ કારણે બોલવામાં હાસ્યાદિ ચારેને તજવાં તે ચાર અને વિચારીને બોલવું' અર્થાત્ અસત્ય ન બોલાય તેમ જ્ઞાનથી સમ્યગ્ર પર્યાલચન કરીને મહિને દૂર કરવાપૂર્વક બેલવું તે પાંચમી ભાવના જાણવી. વસ્તુતઃ અસત્ય બોલવામાં મેહ કારણભૂત છે, એ પ્રસિદ્ધ છે અને કહ્યું પણ છે કે–રાગથી, દ્વેષથી કે મેહથી જે વચન બોલાય તે અસત્ય સમજવું. ત્રીજા મહાવ્રતની ભાવનાએ ગશાસ્ત્રમાં આ પ્રમાણે કહી છે– "आलोच्यावग्रहयाश्चा-ऽभीक्ष्णावग्रहयाचनम् एतोवन्मात्रमेवैत दित्यवग्रहधारणम् ॥ समानधार्मिकेभ्यश्च, तथाऽवग्रहयाचनम् । અનુજ્ઞાવિતવાનીનાશનમસ્તેજમાવનાર.” કરિશ ૧, ૨૮-૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy