SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ્થાપનાને વિધિ, તેમાં મહાવ્રતની પચીસ ભાવનાઓ] ૩૪૯ મૂળને અથ–એ પાંચે વ્રતે પ્રત્યેક, તેની પાંચ પાંચ ભાવનાથી સમ્યગુ ભાવિત (વાસિત) થાય તે જ કહ્યા તેવા (વિશિષ્ટ) ગુણવાળાં બને છે. ટીકાને ભાવાર્થ-વળી એ પાંચ મહાવ્રતે, “સર્વથા હિંસાને ત્યાગ, સર્વથા અસત્યને ત્યાગ, વિગેરે પ્રત્યેકનું જે જે લક્ષણ કહ્યું તેવા લક્ષણવાળાં ત્યારે બને છે કે જ્યારે તે વ્રતો તેની ભાવનાઓથી સમ્યગ્ર ભાવિત થયાં હેય. મહાવ્રતોને વિશિષ્ટ ગુણોથી જે વાસિત (ભાવિત) કરે તે તેની ભાવનાઓ, કહેવાય. એવી ભાવનાઓ પ્રત્યેક વ્રતની પાંચ પાંચ છે, તેનાથી વાસિત થાય તે જ તે મહાવ્રતો (અહિંસાદિ) યથાર્થ ગુણવાળાં બને, અન્યથા નહિ. તેમાં– તે પહેલા મહાવ્રતની ભાવનાઓ યેગશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલી છે. અન્ય કોઈ ઉપાય નથી. જ્યારે ત્યારે એને પરવસ્તુને પરકીય માનીને આત્મસંતોષ કેળવો જ જોઈશે. લોકમાં પણ બેલાય છે કે “સર્વ પાપનું મૂળ પરિગ્રહ છે અને સર્વ સુખોની ખાણ સંતોષ છે? પર અને સ્વ પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન થાય અને એવા જ્ઞાનપૂર્વકને વિવેક પ્રગટે તે સંતોષ દુષ્કર નથી. એમ પણ કહી શકાય કે સાચા જ્ઞાનીને તે મૂછ થવી દુષ્કર છે, કારણ કે-જીવને જયાં સુધી પિતાનું કે પરનું વાસ્તવિક જ્ઞાન પ્રગટયું નથી ત્યાં સુધી જ તે પરમાં મૂછ કરી શકે છે. આ મૂછ થાય ત્યાં સુધી બીનજરૂરી, કે જરૂરી પણ વસ્તુનો અધિકસંગ્રહ થાય છે, મૂછ વિના તે થતો નથી માટે મૂછમાં નિમિત્તભૂત બીનજરૂરી કે જરૂરી વસ્તુના પણ અધિકસંગ્રહને ત્યાગ કરવો જોઈએ, જેને ત્યાગ શક્ય ન હોય તેને મૂર્છા ન થાય તેવી જાગ્રતિ પૂર્વક ઉપયોગ કરવો જોઈએ, ઈત્યાદિ આ વ્રતનું રહસ્ય છે. જીવ જે આ વિવેક ન કરે તે મૂછરૂપ પરિગ્રહ થાય, તેથી આગળ વધીને આગ્રહ (આર્તધ્યાન) થાય, તે પણ ન છૂટે તે તેમાંથી દુરાગ્રહ (રૌદ્રધ્યાન) થાય, પરિણામે હિંસા, ૬, વિગેરે પાપના સેવનથી જીની સાથે વિગ્રહ (વર-વિધિ) ૫ણ થાય અને એના પરિણામે તિર્યંચ કે નારકી જેવી દુષ્ટ ગતિમાં જવા રૂપ નિગ્રહ સહન કરવો (દુર્ગતિરૂપી જેલમાં પુરાવું) પડે. એમ પરિગ્રહમાંથી દુઃખની પરંપરા ઉભી થાય છે માટે આ વ્રતનું પાલન અતિ આવશ્યક છે, એને વિના અનાદિકાલીન પરિગ્રહ સંજ્ઞાને તેડવાનું બીજું આલમ્બન નથી, માટે તેનું મહત્ત્વ છે. માત્ર વસ્તુના સંગ્રહને (સંગને) પરિગ્રહ માનીએ તે વસ્ત્રાદિની જેમ જીવને શરીર અને તેના આધારભૂત આહાર વિગેરેને પણ તજવાને પ્રસંગ આવે અને એ તો કઇ રીતે હિતાવહ નથી. જયાં સુધી મોક્ષની સાધના માટે શરીર ઉપયોગી છે ત્યાં સુધી શરીરને કે તેના આધારભૂત આહારને તજવામાં અાવે તે મોક્ષની સાધનાનું બીજું સાધન શું? મતિ, શ્રત, વિગેરે જ્ઞાનના, કે એ જ્ઞાનના ફળ સ્વરૂપ વિરતિના આધરભૂત શરીર વિના ધર્મની આરાધના જ કોના આધારે થાય ? આ કારણે જ કહેવામાં આવ્યું છે કે “રીમ હૃદુ ધર્મસાધનામ્ અર્થાત્ ધર્મ સાધનામાં શરીર મુખ્ય સાધન છે, માટે શરીરના નિર્વાહ માટે ઉપકારક સંયમસાધક ઉપકરણેને “ પતિ ત ૩પ ' એ વ્યુત્પત્તિથી ઉપકારી કહ્યાં છે. અને જે સંચમસાધક ન બને તેને બાહ્ય દૃષ્ટિએ ઉપકરણો છતાં “અધિકારણે” અર્થાત્ દુર્ગતિનાં કારણે કહ્યાં છે, ઈત્યાદિ વિવેકપૂર્વક આ વ્રતનું પાલન કરતે જીવ સર્વથા પરિગ્રહથી મુક્ત થઈ શકે છે. ર૩૩-કોઈ પણ નિયમ, પચ્ચકખાણ કે વ્રતને સ્વીકારવા માત્રથી નહિ, પણ તેનું પાલન માટે ઘટિત સબળ ઉપાય કરવાથી તે તે નિયમાદિનું ફળ મળે છે, ધનની પ્રાપ્તિ, પુત્રને જન્મ, કે આરોગ્ય, વિગેરે પ્રગટ થયા પછી તેના રક્ષણ પાલનની જેટલી આવશ્યકતા છે તેથી ઘણું આવશ્યક્તા સ્વીકારેલાં વ્રત વિગેરેનું પાલન-રક્ષણ કરવાની છે. અહીં કહેવાતી મહાવ્રતની ભાવનાઓ વસ્તુતઃ તે તે વ્રતના પ્રાણભૂત છે, માટે વ્રતના રક્ષણ માટે તેના જ્ઞાનની અને પાલનની અતિ આવશ્યકતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy