________________
ઉપસ્થાપનાને વિધિ, તેમાં મહાવ્રતની પચીસ ભાવનાઓ].
૩૫૧ વ્યાખ્યા–મનથી વિચારીને અવગ્રહ યાચ. (અવગ્રહ એટલે રહેવા કે વાપરવા માટે અમુક ભૂમિ, મકાન, સ્થળ, વિગેરે.) તે અવગ્રહના ૧-ઈન્દ્રને, ૨-રાજાને, ૩-ગૃહપતિને, ૪-મકાનમાલિકને અને પ–સાધર્મિક(સાધુ), એમ પાંચ પ્રકાર છે. એમાં પૂર્વ પૂર્વ પ્રકારને ૫છીને પ્રકાર બાધક છે. (અર્થાત ઉત્તર ઉત્તર વ્યક્તિના અભાવે જ પૂર્વ પૂર્વ વ્યક્તિ પાસે યાચી શકાય.) તેમાં ૧-દેવેન્દ્રને અભિગ્રહ એ રીતે કહ્યો છે કે-સૌધર્મેન્દ્ર હક્ષિણ દિશાના અડધા લોકના અને ઈશાનેન્દ્ર ઉત્તર દિશાના અડધા લોકના અધિપતિ છે, (આપણે જે ભરતક્ષેત્રમાં છીએ તે મેરૂથી દક્ષિણ દિશામાં હોવાથી તેના અધિપતિ સૌધર્મેન્દ્ર છે માટે તેઓને અવગ્રહ ગણાય.) --રાજા એટલે અહીં ચકવતી અને ભરતવિગેરે તે તે ક્ષેત્રે (જે જ્યાંના ચક્રવતી હોય તે ક્ષેત્રના છે એ ખંડે) તેને અવગ્રહ. ૩-ગૃહપતિ એટલે અમુક દેશને અધિપતિ (રાજા), તેની સત્તામાં જે દેશ વિગેરે હોય તે તેને અવગ્રહ. ૪- શય્યાતર એટલે મકાન(સ્થાન)ને માલિક, તેનું મકાન, ભૂમિ, વિગેરે તેને અવગ્રહ અને પ-સાધર્મિક એટલે સાધુઓ, તેઓને અવગ્રહ તેઓને રહેવાવાપરવા માટે ગૃહસ્થ આપેલું ઘર વિગેરે સમજવું. પ્રવચનસારે દ્વાર (ગા. ૬૮૩)ની ટીકામાં તે એમ કહ્યું છે કે-સાધુને સાધર્મિક આચાર્ય, ઉપાધ્યાય વિગેરે ગણાય, માટે આચાર્ય વિગેરે જે નગર(ગામ વિગેરે)માં ચાતુર્માસ રહ્યા હોય તે તે નગરાદિ પાંચ ગાઉ સુધી દરેક દિશામાં તેઓનું પ્રતિબદ્ધ હોવાથી તે નગરાદિ સર્વ દિશામાં પાંચ ગાઉ સુધીમાં તેઓને અવગ્રહ ગણાય, એમ સમજવું. આ અવગ્રહ પણ ક્ષેત્રને આશ્રિને સમજ, કાળથી તે વર્ષાકાળ (માસી) પૂર્ણ થયા પછી પણ (આચાર્યાદિ ત્યાં જ રહ્યા હોય તે) ઉપરાન્ત બે મહિના સુધી તેઓને અવગ્રહ સમજે. ત્યાં ૬૮૩ ગાથાના ઉત્તરાર્ધથી આગળ કહ્યું છે કે
साहम्मिओ अ सूरी, जम्मि पुरे विहिअवरसालो ॥६८३॥"
" तप्पडिबद्धं तं जाव, दोनिमासेहिं अओ जईण सया ॥ प्रवचनसारोद्धार० ॥ ભાવાર્થ–સાધર્મિક એટલે આચાર્ય, તેઓએ જે ગામ-નગરાદિમાં ચાતુર્માસ કર્યું હોય ત્યાં(ક્ષેત્રની અપેક્ષાએ) તે નગરાદિથી પાંચગાઉ સુધી અને કાળને આશ્રીને વર્ષાકાળ પછી પણ બે મહિના સુધી સર્વદિશાઓમાં તે ક્ષેત્ર તેઓનું પ્રતિબદ્ધ(સત્તામાં) ગણાય, માટે સાધુઓને સદા તે આચાર્યાદિની અનુજ્ઞા લીધા વિના રહેવું વિગેરે ન ક૯પે.
એ રીતે અવગ્રહોના પ્રકારોને સમજીને યથાયોગ્ય (જેની પાસે જે ) માગવાને હોય તેની પાસે તે માગવે. તેના માલિકની પાસે યાચના કર્યા વિના રહેવાથી કે વાપરવાથી પરસ્પર વિરોધ થતાં એકાએક (અકાળે) નીકળવાને (કાઢવાનો પ્રસંગ આવે વિગેરે આ જન્મમાં દે થાય અને અદત્તને પરિભોગ કરવાથી જે કર્મ બંધાય તેને પરભવમાં પણ ભેગવવું પડે. એ પહેલી ભાવના કહી. ૨-માલિકે એક વાર આપવા છતાં અવગ્રહને વારંવાર યાચવે. પહેલાં અનુમતિ મળવા છતાં બીમારી વિગેરે કારણે વાપરતાં આપનારના ચિત્તમાં કલેશ ન થાય તે હેતુથી લઘુ-વડીનીતિ પરઠવવાનાં, પાત્ર રંગવા–ધેવાનાં, કે હાથ-પગ વિગેરે દેવાનાં સ્થાનોની વારંવાર યાચના કરવી. ૩-અમુક પ્રમાણમાં અવગ્રહને નિશ્ચય કરે, અર્થાત્ “આ આટલી ભૂમિ વિગેરે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org