SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ४० પ્રમાણુ, ઉપયેાગ, હેતુ, મુહપત્તિ વગેરેનું પ્રતિલેખન અને તેમાં વૈજ્ઞાનિકપણું (જુએ પૃ ૬૫–ટિ૦ ૬૫), નાના મેાટાના વિનય, શ્રુતાધ્યયન, આભાવ્યતા વિવેક, પરીષહ સહન, ધ્યાન, પ્રાયશ્ચિત શોધન, સદ્ભાવના, વગેરે પાયાથી શીખર સુધીની દરેક બાબતનો ઉકેલ કરતી વ્યવસ્થા આ ગ્રન્થમાં જેમ જેમ જોઇએ છીએ તેમ તેમ એના મૂળમાં રહેલી સજ્ઞષ્ટિના સાક્ષાત્કાર થાય છે. એક છાંટે નીચે પડતાં સાધુએ ભિક્ષા વહેારવી નહિ, તેથી ષટ્કાય જીવાની વિરાધના થાય' ઇત્યાદિ અનેક અપાયાથી બચાવી લેનારા ધર્મના દીર્ઘદષ્ટિયુક્ત નક્કર આવા વિધિનિષેધા સર્વજ્ઞ વિના બીજો કરી પણ કેણુ શકે? કોઈ જ નહિ. એક નાનામાં નાના જીવ જંતુની હિંસા ન થઈ જાય એ માટે સાધુને ગેાચરીના પણ ત્યાગ કરી દેવાની આજ્ઞા ફરમાવનારાં જૈનશાસ્ત્રામાં પંચેન્દ્રિય જીવની હિંસાથી યુક્ત એવા ‘માંસાહાર'ની વાત કી પણ સુસંગત થઇ શકે તેમ નથી. જૈનદર્શનમાં જ્યારે માંસ–મદિરા વગેરે મહાવિગઇએ ગૃહસ્થાને પણ કેવળ અભક્ષ્ય જ ફરમાવેલી છે, ત્યારે યતિ જીવનમાં તા માંસાહારને સ્થાન હોઈ શકે જ નહિ, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. સાધુજીવનની પ્રતિષ્ઠા આ ગ્રન્થમાં વસતિ દ્વાર શ્વેતાં ‘ પૂર્વે સાધુએ જંગલમાં રહેતા અને હવે વસતિમાં રહે છે, તે શિથીલાચાર છે' એમ માનવું ખાટુ ઠરે છે, સ્થવિરકલ્પીએના પૂર્વકાળથી વસતિવાસ છે, ઉપધિદ્વાર જોતાં · પૂર્વે સાધુએ નગ્ન રહેતા અને હવે શિથીલ થવાથી વસ્ત્રો વાપરે છે’ એમ માનવું તે પણ ખાટુ ઠરે છે. પહેલેથી જ સાધુનું વસ્ત્ર-પાત્રધારીપણું છે અને તે કલ્પસૂત્રના આચેલયાદિ કલ્પાથી પણ નિર્વિવાદ સિદ્ધ છે. નગ્નપણામાં મુક્તિ માનનારા દિગમ્બરાના મત તે પાછળથી એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૯ મા વર્ષે કેવળ શિવભૂતિજીથી શરૂ થયા છે. છતાં તે દિગમ્બરાના પણ કેટલાક ગ્રન્થામાં સાધુને તથા સાધ્વીને પણ વસ્રપાત્રાદિ ઉપધિનું ગ્રહણ સ્વીકારાએલું છે, એ ભૂલવું જોઇએ નહિ. (જુએ મૂલાચાર, પૃ. ૧૯ તથા પૃ. ૧૬૩.) વિહારદ્વાર વગેરે જોતાં ‘ સાધુ, વધારે લેાકેાપકાર થતા હોય તે રેવિહાર વગેરે પણ કરી શકે ’ ઇત્યાદિ માનવું એ પણ ખરખીલાફ છે. સાધુ, જીવનભરના સામાયિકવાળે છે, સાવદ્ય માત્રને ત્યાગી છે, એ ઘડીના સામાયિકવાળા શ્રાવક પણ આવાં (સાવદ્ય) કાર્યાં ન કરી શકે તે સાધુ કેમ કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે, એ સુતરાં સિદ્ધ છે. સાધુએ સાધુ જ રહેવું જોઇએ, સાધુ જીવનમાં રહીને લેાકની કે રાષ્ટ્રની સેવાના સ્વાંગ ધરવા કે લેાક અથવા રાષ્ટ્રસેવક તરીકે જીવીને ધર્મગુરૂપણાના સ્વાંગ ધરવા, તે બન્ને વસ્તુતઃ દેશની, રાષ્ટ્રની કે ધર્મની ઉન્નતિ માટે ખતરનાક છે. પેાતપેાતાના ક્ષેત્રમાં (મર્યાદામાં) રહીને સાચી સેવા કરવાથી જ ખરી ઉન્નત્તિ થાય છે. માન-પાન, કે સુખ-સગવડની ખાતર પ્રમાદના અતિરેક કરનારા સાધુઓને આ ગ્રન્થ ચીમકી આપે છે, કે જે સાધુજીવનની પ્રતિષ્ઠા માટે આવકાર પાત્ર છે. (જુઓ પૃ॰ ૪૦૧ વગેરે) · સાધુએ પાસસ્થાર્દિકના સંસગ ન કરવા અને કરવા પડે તે પેાતાના સંયમગુણ્ણાની શુદ્ધિ વગેરે સાચવીને કરવા' (જુએ પૃ૦ ૪૦૫ વગેરે). શાસ્ત્રની આ વિધિ જોતાં દેશ–કાળજમાનાના મ્હાને શાસ્ત્રોની અવગણના કરીને ગમે તેની સાથે સ સ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy