________________
ક્રિયાનું વિલોપન કરવું યોગ્ય નથી. આ ગ્રંથના પૃ. ૩૮માં “જિનમત વ્યવહાર-નિશ્ચય ઉભય નયાત્મક છે, તેમાંના વ્યવહાર નયને ઉછેદ થતાં તીર્થને જ અવશ્ય ઉચ્છેદ થાય છે એમ સાફ જણાવ્યું છે.
એવી અનેક વિશિષ્ટતાઓ જણાવીને આત્માને સુવિશુદ્ધ સામાચારીના સેવનથી સંયમની પુષ્ટિ કરવા પૂર્વક ભાવચારિત્રના વિકાસક્રમમાં ઉચે ચઢવાને માર્ગ બતાવનાર આ એક અમૂલ્ય ગ્રન્થ છે. ઉત્સર્ગ અને અપવાદ–
આ ગ્રન્થ મુખ્યત્વે સાધુના આચારનું પ્રતિપાદન કરે છે. આ આચારે એટલે “ શુષ્ક ક્રિયાની જાળ ગુંથણ નથી, એની પાછળ સાધુના મૂળ પંચ મહાવ્રતના-ચમના શુદ્ધ પાલનની ભવ્ય દષ્ટિ રહેલી છે. એ યમે નીચે પ્રમાણે છે.
(અ) એકેન્દ્રિયાદિ કોઈપણ જીવને મારવો નહિ, મરાવ નહિ, મારતાને વખાણ નહિ. (અહિંસા)
(બ) હાંસી વગેરેથી પણ જરાય જુઠું બોલવું નહિ, બલાવવું નહિ, બેલતાને સારું જાણવું નહિ. (સત્ય)
(ક) ઘાસના તરણ જેવી ચીજ પણ અદત્ત લેવી નહિ, લેવડાવવી નહિ, લેતાને સારું માનવું નહિ. (અચૌર્ય)
(ખ) ચેતન કે જડ પણ સ્ત્રી વગેરે રૂપ સાથે ભેગા કર નહિ, કરાવે નહિ, કરતાને અનુદ નહિ. (બ્રહ્મચર્ય)
(ગ) કેડી માત્રને પણ સંગ-પરિગ્રહ રાખે નહિ, રખાવ નહિ, રાખતાને ટેકે આપવો નહિ. (અપરિગ્રહ)
જૈન મુનિ થનારનાં એ પાંચ મહાવ્રત છે અને તે મન-વચન-કાયાથી અંગીકાર કરવાનાં હોય છે. એની સાથે છઠું વ્રત રાત્રિભોજન વિરમણ પણ એ જ રીતે રાત્રિભોજન ન કરવું, ન કરાવવું અને ન અનુદવાનું છે,
અહીં એ પ્રશ્ન થાય કે જીવનમાં આ રીતે સર્વથી અહિંસાદિક વ્રતનું પાલન થવું શક્ય નથી પણ આ પ્રશ્ન એ ટૂંકી દૃષ્ટિને ખ્યાલ છે. શાસ્ત્રમાં એટલા જ માટે અનેક પ્રકારના ઉત્સર્ગો અને કારણિક અપવાદો દેખાડેલા છે. તથા તે આચરવાની યતનાઓ પણ બતાવી છે. જેથી સંયમ વિરાધના અને આત્મવિરાધના વગેરે થાય નહિ. (જુઓ પૃ. ૯૮ વગેરે) મહાવતે બરાબર પાળી શકે તે માટે સાધુને નિર્દોષ ભિક્ષા, ડિલ, વસ્ત્ર--પાત્ર, તેની પરીક્ષા કરવી, વસતિ, કાજા + વગેરેને વિધિ, પાદવિહાર, ચિકિત્સા, ભૂમિશયન, કેશલુંચન, બ્રહ્મચર્યની વાડો, ઔધિક અને ઔપગ્રહિક ઉપધિ, રજોહરણ-મુહપત્તિ, તે વગેરેનું
+ કાજો ઉદ્ધરવામાં કોઈ કાજો એકઠે કરવાની પણ એક વધારે ઇરિયાવહિ કરે છે, તે વાસ્તવિક જણાતી નથી. (જુઓ. પૃ. ૬૮),
પ્રમાણુથી વધારે લાંબા ઘા અને પ્રમાણ વિનાની બાંધી રાખેલી–મુહપતિ, વગેરે શાસ્ત્રાધારથી રહિત છે (જુઓ પૃ. ૧૮૨-૮૩-૮૪)..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org