________________
પ્લાન ઔષધના ન્યાયે અત્યાગ (સેવા) રૂપ છે. ઉલટું માતા-પિતાદિના મોહથી મુંઝાઈને જે મુમુક્ષુ ત્યાગ ન કરે તે તેને અત્યાગ એ જ ત્યાગરૂપ છે. (જુઓ આ ગ્રંથનાં પૃ. ૨૫ વગેરે) ઉપરના વિવેચનથી એ સ્પષ્ટ છે કે જેનદીક્ષામાં નથી લોભની દષ્ટિ, કે નથી સ્વાર્થની વૃત્તિ. છે ફક્ત એક આત્માનુગ્રહની નિર્મળ ભાવના. જૈનદીક્ષાનું વૈશિષ્ટય
આ ગ્રંથનું મનન કરતાં ભાગવતી દીક્ષા અને જૈન સાધુજીવન સંબંધી ઘણી વિશેષતાઓ સમજાય છે, તેના કેટલાક નમુના આપણે જોઈએ.
(૧) “દીક્ષા લેનારે રાજવિધિ, કે ચોરી-જારી વગેરે ગુન્હાહિત કૃત્ય કરનાર હો ન જોઈએ આથી સમજાય છે કે જૈનદીક્ષા રાજ્યાનુકુળ છે.
(૨) “દીક્ષા લેનારે કેઈના દેવાથી પીડિત કે ખરીદાએલ હો ન જોઈએ” આથી સમજી શકાય છે કે ભાગવતી દીક્ષા નીતિનું રક્ષણ અને ગુલામી પ્રથાને વિરોધ કરનારી છે.
(૩) “દીક્ષા લેનાર જાતિથી અસ્પૃશ્ય-ચંડાળ વગેરે જાતિનો અને કર્મથી કસાઈ વગેરેને ધંધો કરનારે ન હોવો જોઈએ, તેમ જ શરીરથી પણ લુલો-લંગડે, કે નાક-કાનઆંખ વિનાને વ્યક્મ ન દેવ જઈએ' આ નિયમનથી સનાતન કાળથી જૈન દીક્ષાનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહેલું સ્પષ્ટ જોઈ શકાય છે. “સમાનતાના કૃત્રિમવાદથી કર્મ સર્જિત ઉચ્ચતાનીચતા વગેરે ભેદ ભુંસાઈ જતા નથી, એ પણ હકિકત છે. એ તે ત્યારે જ ભુંસાય કે જ્યારે આત્માને લાગેલાં કર્મોને સંપૂર્ણ ક્ષય કરાય! અને તે કરવા માટે જ ચારિત્રધર્મ આરાધવાનું અનંત જ્ઞાનીઓનું એલાન છે.
(૪) “સમ્યક્ત્વપૂર્વક શ્રાવકનાં વ્રતનું પાલન વગેરે કરેલાને દીક્ષા આપી શકાય છે, તેમ એ ગુણને નહિ સ્વલા પણ યથાભદ્રિક-સરળ પરિણામી જીવને પણ જે તેનામાં દીક્ષાની ગ્યતા હોય તે સમ્યફવનો આરોપ કરીને દીક્ષા આપી શકાય છે. એથી સર્વ આર્યદર્શન સંમત “ વ વિત તવ પ્રત્રનેત” અર્થાત્ “જે દિવસે તમેને વૈરાગ્ય પ્રગટે તે જ દિવસે તમે સંસાર ત્યાગ કરી દ્યો એ સૂત્ર અબાધિત રહે છે અને એથી ગૃહસ્થાશ્રમ કરતાં ત્યાગની-દીક્ષાની શ્રેષ્ઠતા દીવા જેવી સ્પષ્ટ દેખાય છે.
(૫) ગુરૂએ દીક્ષા લેનારની પરીક્ષા દીક્ષા આપવા પૂર્વે અને પછી વડી દીક્ષા આપતાં પહેલાં પણ કરવી, મુહૂર્ત બળ જેવું, શુભ નિમિત્તોને યોગ મેળવો’ ઈત્યાદિ અહીં કરેલાં વિધાનોથી સ્પષ્ટ છે કે દીક્ષામાં મનસ્વી ઉતાવળને લેશ પણ સ્થાન નથી, શ્રમણ સંઘમાં અનિષ્ટ ત પ્રવેશ ન કરી શકે તે માટે આ નિયમન ઘણું મહત્ત્વનું છે.
(૬) “દીક્ષા લેનારે ચિત્યવદનાદિક વિધિથી દીક્ષા લઈને નિત્ય ગુરૂકુળવાસમાં રહેવું, એકલ સ્વછંદ વિહારી ન થવું, પ્રતિક્રમણ–પ્રતિલેખના, પચ્ચકખાણુ, સૂત્રાર્થ ભણવાં, સ્વાધ્યાય સમિતિ-ગુપ્તિ વગેરે ચારિત્રના મૂળ–ઉત્તર ગુણેમાં સદા તત્પર રહેવું, ગોદ્વહન કરવું, શુભભાવના-ધ્યાન વગેરેથી આંતર શુદ્ધિ કરવી ઈત્યાદિ વિધાનથી ભરતચક્રી કે મરૂદેવા માતાના દૃષ્ટાન્તને કે એકાન્ત નિશ્ચય નયના પરિણામવાદને આશ્રય લઈને વ્યવહાર ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org