________________
કેમ અટકાવી શકે ?” (કલ્યાણ માસિક, વર્ષ ૧૨, અંક ૮, પૃ. ૫૪૬, ઓકટોમ્બર ૧૯૫૫)
“એક બીજી પણ એવી બાબત છે કે જેને મારે સ્પષ્ટ કરવી જોઈએ. સાધુઓ અને સંન્યાસીઓના જે સંપ્રદાયને મેં જોયા છે તે બધા સંપ્રદાયોમાં મારે જેને ગૌરવ આપતાં કહેવું જોઈએ કે જેના સાધુઓએ આજે પણ તપ અને આત્મભેગને જેટલા વિશાળ પ્રમાણમાં જાળવી રાખે છે, એટલે બીજા સંપ્રદાયોએ જાળ નથી. કેટલાક માનનીય સભ્યોએ બાળલગ્નના કાયદાને નિર્દેશ કર્યો છે, પરંતુ બાળલગ્ન, એ સંન્યાસ દીક્ષાઓ કરતાં તદન ભિન્ન વસ્તુ છે, મને નથી સમજાતું કે આ બે વસ્તુઓને સરખાવી જ શી રીતે શકાય? લગ્ન એ સામાન્ય વસ્તુ છે, જ્યારે સંન્યાસ દીક્ષા એ અસાધારણ વસ્તુ છેહું નથી ધારતો કે શંકરાચાર્ય હેમચન્દ્રસૂરિ, અને જ્ઞાનેશ્વર જેવા આત્માઓના માર્ગમાં અવરોધ કરવાનું આપણે માટે ગ્ય હોય!...માનવ સ્વભાવમાં એની (ધર્મની) ઝંખના એવી છે કે જેને દબાવી શકાતી નથી અને તેને દબાવવી પણ ન જોઈએ” (દિવ્યદર્શન-વર્ષ ૪, અંક ૧૫, તા. ૨૪-૧૨-૫૫) શિષ્ય નિષ્કટિકા
વળી ન્હાના બાળકોને જે ચોરી-છૂપીથી દીક્ષા અપાય તે તેને સામાજિક અન્યાય માન્યો છે, ચોરી-છૂપીથી દીક્ષા અપાય જ નહિ, આપવી એ અધર્મ છે, શાસ્ત્રમાં પણ તેને નિષેધ કરેલ છે. દીક્ષાને માટે અયોગ્યના ભેદે પિકી ૧૮મો ભેદ શિષ્યનિષ્ફટિકાને કહ્યો છે. (જુઓ પૃ. ૧૨). તેને અર્થ માતા-પિતાની રજા વિના અપહરણ કરીને દીક્ષા આપવી તેને ચેરી અથવા નિષ્ફટિકા કહેવાય છે, એ રીતે દીક્ષા આપવી અકથ્ય છે. આ ચોરી નિશીથાદિ શાસ્ત્રના “દિ વચનથી આઠથી સોળ વર્ષની ઉમ્મર સુધી ગણાય છે. (જુઓ નિશીથ સૂત્ર ઉદ્દેશે ૧૧, ભાષ્ય ગાથા ૪૪૪ અને તેની ચૂર્ણિ.) સોળ વર્ષથી ઉપરની ઉમ્મરવાળાને માટે નિષ્ફટિકા ગણાતી નથી. શાસ્ત્રકારના મતથી સોળ વર્ષની ઉમ્મર થતાં સગીર મટી જાય છે અને અગાઉ રાજકીય કાયદાઓનું સગીર ધોરણ પણ એ જ હતું. હાલની સરકારના કાયદાનું ધોરણ ૧૮ વર્ષનું છે. તે પછી જગતને લૌકિક વ્યવહારમાં પણ રજામંદીની આવશ્યકતા મનાતી નથી તે ધાર્મિક વ્યવહારમાં પણ ન મનાય તે સ્પષ્ટ સમજાય તેવી સાદી વાત છે. સ્ત્રીઓની દીક્ષામાં તે શાસ્ત્રકારે આખી ઉમ્મર રજામંદીની આવશ્યકતા જણાવેલી છે. રજા–અરજાને વિવેક
દીક્ષા મહામંગળ ચીજ છે, તેને સ્વીકારતાં જે પિતાનાં ઉપકારી માતા-પિતાનું જ અમંગળ થાય તે તે ઈષ્ટ નથી. આથી જ પુખ્ત ઉમ્મરના મહાનુભાવેને દીક્ષા આપવામાં યદ્યપિ નિષ્ફટિકા લાગતી નથી, તથાપિ તેવા મુમુક્ષુએ પોતાના માતા-પિતાની અનુમતિ મેળવીને આ મંગળ કાર્ય કરવું, એવી શાસ્ત્રની મર્યાદા છે. તેમાં કદાપિ મેહમૂઢ માતા-પિતાને સમજાવતાં માયા કરવી પડે તે પણ તે ધર્મલાભ તરીકે ગુણ માટે હવાથી દેષરૂપ નથી. હા, જો તેઓ કોઈ ઉપાયે અનુમતિ ન જ આપે તે તેમની રજા વિના પણ દીક્ષા લઈ શકાય, પરંતુ તેઓના નિર્વાહ વગેરેનું સાધન પૂર્ણ કરીને દીક્ષા લેવી જોઈએ. એ રીતે વિધિથી કરેલે માતા-પિતાને ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org