________________
३६
કહેલું છે. ક્ષપકશ્રેણી માંડી ક્ષાયિક સમ્યક્ત્વોપાર્જનની વય પણ આઠ ઉપરની કહી છે. દાયકદ્વાર (પૃ૦ ૧૨૩)માં અવ્યક્તના હાથથી આપેલું સાધુને ન ખપે, એમ કહ્યું છે, ત્યાં અન્યત્ત એટલે આઠ વર્ષથી ઓછી ઉમ્મરવાળા ખાળ કહ્યો છે અને તે દીક્ષા માટે અચેાગ્ય છે. તાત્પર્ય કે આ ગ્રંથના મૂલ તથા ભાષાંતરમાં જે ર્માષ્ટમની વય જણાવી છે, તે ગર્ભ થી આઠ વર્ષ પૂરાંની છે. ન્હાની વયમાં પણ દીક્ષા થઈ શકે–
મનુષ્યા અને રાષ્ટ્રો સૌ પાતપેાતાના ક્ષુલ્લક-નશ્વર અધિકારો માટે પણ જીવણુ મરણુના જંગ ખેલે છે, ત્યારે દેવાધિદેવ પરમાત્માના જગત ઉપર એ મહાન્ ઉપકાર છે કે તેમણે પેાતાના જ્ઞાનથી યેાગ્યતા જોઇને મનુષ્યને સંસારના સ સંગના પરિત્યાગ કરીને આત્માનુ શ્રયઃસાધવા માટે ચારિત્ર ગ્રહણ કરવાને અધિકાર આઠવર્ષથી અતિવૃદ્ધ ન થાય ત્યાં સુધીના સમર્પિત કર્યો છે. બાળક આઠ વર્ષના થતાં જેમ તેનામાં દુનિયાની બીજી અનેક પ્રકારની સમજદારી સ્વીકારાએલી છે, તેમ આધ્યાત્મિક માર્ગે આજીવન પાળવાની દીક્ષા જેવી ગંભીર વસ્તુની સમજદારી પણ તેવા સંસ્કારિત ખાળકામાં વિના મતભેદે સ્વીકારાએલી છે. આઠ વર્ષ પછી કાઈ વિશિષ્ટ બાળક જે કેવળજ્ઞાન પામવાને પણ લાયક બની શકે છે તેા પછી દીક્ષા લેવાને લાયક બનવામાં શંકાને સ્થાન રહેતું જ નથી. હા, દુનિયામાં જેમ બધાં બાળકો ચમત્કારિક શક્તિ ધરાવતાં નથી, પણ કોઈક જ ધરાવે છે, એ હકીકત છે, તેમ બધાં બાળક દીક્ષાના માર્ગે વળતાં નથી, પરંતુ જેમને આત્મા ચેાગ્ય હેાય તે કતિષય બાળક જ દીક્ષાના માગે આવવા તત્પર થાય છે. તેમાં રૂકાવટ ઉભી કરવી તે તેઓના પ્રકૃતિદત્ત અધિકાર ઉપર ત્રાપ મારવા જેવું છે. આ સંબંધમાં મુંબાઇના વડાપ્રધાનના શબ્દો જોવા જેવા છે.
“ આ ખાલદીક્ષાની પ્રથાના વિરોધ કરવા તે) કેવળ સામાજિક સુધારાનો પ્રશ્ન છે એમ કહી શકાય તેમ નથી.........કાઈપણ વ્યક્તિનું જીવન તેના વર્તમાન જીવન માત્રથી શરૂ થાય છે, એમ નથી, પણ તેની પાછળ અનેક ભવાનાં કર્મોની ભૂમિકા રહેલી છે. વળી બાળપણમાં સંસાર ત્યાગ કરેલાએમાંથી અનેક મહાપુરૂષા પાડ્યાનું પણ આપણે જાણીએ છીએ, સત જ્ઞાનેશ્વર જેવા સમર્થ વિદ્વાને માહ્યવયમાં સંસાર ત્યાગી અન્યા હતા X .......આ (બાળદીક્ષાના) આખા પ્રશ્ન ત્યાગની ભાવના સાથે જોડાએલા છે. આ ત્યાગભાવના આપણા ભારતદેશની એક લાંબા કાળથી ચાલી આવતી પરપરા છે, આ ભારતદેશની સભ્યતા અને સંસ્કૃતિ ત્યાગ ઉપર આધારિત છે, ત્યાગની ભાવના ધમ સાથે જોડાએલી છે અને ધમ માનવ જીવનના સાર છે. તે આ પરિસ્થિતિમાં ૨૧ વર્ષની નીચેના સગીર કે આઠ દશ વર્ષના ન જ હોવા જોઇએ એવું કશું નથી. ગમે તેટલા વર્ષના હાઈ શકે, આઠે વના કે સાળ-સત્તર વર્ષના કાઈ પણ હોઈ શકે. જે પૃથ્વ જન્મના સસ્કારને લીધે પૂરી સમજણુવાળા હોય અને તે દીક્ષા લેવા માગતા હોય તેને હું
× જૈન મધ્યેામાં તા આ વજ્રસ્વામી, વજ્રસેનસૂરિજી, સામસુન્દરસૂરિજી શ્રી મુનિસુન્દરસૂરિજી, શ્રી હેમચ`દ્રસૂરિજી, આદિ અનેક યુગપ્રધાના અને પ્રમાવક આચાર્યાં તથા ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી જેવા અનેક વાચકા વગેરે માટા ભાગે ખાલદીક્ષિતા જ થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org