SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ્થાપનાનો વિધિ, મહાવ્રતમાં બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું સ્વરૂ૫] ૩૪૭ (રાજગહીના ભિખારી) કમકને ૩૧ સકલેશ થયે હતું તેમ મૂછવાળાને દુર્ગતિના કારણભૂત ચિત્તને સહકલેશ સંભવિત છે અને બીજી બાજુ તૃષ્ણારૂપ કાળી નાગણી જેઓના મનને ઉપદ્રવ કરી શકતી નથી તેવા મહાત્માઓને પ્રશમના સુખમાં આનંદ અનુભવવાથી વિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપ સામગ્રી (સમ્પત્તિ) હોવા છતાં ચિત્તમાં વિપ્લવ થતું નથી. એ કારણે જ ધર્મ માટે ધર્મોપકરણને રાખવા છતાં મુનિઓને પોતાના શરીરમાં અને ઉપકરણ (વસ્ત્ર, પાત્ર, અર્થાત્ વીર્યબળથી અનેક સ્થૂલ સર્જને જ નહિ, સૂક્ષ્માતિસૂક્ષ્મ સજીને પણ કરી શકાય છે. કામ ક્રોધાદ્રિ) દુર્ગાને ટાળીને આત્મશુદ્ધિ(અધ્યાતમ), પ્રગટ કરવારૂપ સૂક્ષ્મસર્જનમાં પણ વીર્યને સંચય અતિ આવશ્યક છે. જૈન દર્શનમાં બાળદીક્ષાનું મહત્તવ આ કારણે પણ છે. વીર્યસંચય માટે બ્રહ્મચર્ય જરૂરી છે તેમ વીર્યની શુધ્ધિ વૃદ્ધિ માટે આહાર પણ શુદ્ધ લે જરૂરી છે, માંસાહાર કે બીજે પણ વિકારી પૌષ્ટિક આહાર અથવા અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરવાથી વીર્યવૃદ્ધિ થવા છતાં તે બ્રહ્મચર્યને નાશ કરે છે. ભક્ષ્ય આહાર પણ અવિધિથી લેવાનું પરિણામ બહ્મચર્યના નાશમાં આવે છે. માટે જૈનદર્શનમાં આહારને અંગે પણ સૂમ વિચાર કર્યો છે. આ જન્મ કે અન્ય જન્મમાં આ અદ્દભૂત શક્તિને મેળવવાને શુદ્ધ અને સફળ ઉપાય બ્રહ્મચર્ય છે, કર્મ સાહિત્યમાં પણ વીર્યન્તરાય” નામનું તેનું આવારક એક સ્વતંત્ર કર્મ માન્યું છે, તેને ક્ષયોપશમ કે ક્ષય બ્રહ્મચર્યથી થાય છે. વૈયાવચ્ચ, વિનય, કે અનશનાદિ વીર્યાનરાયના ક્ષયોપશમના ઉપાયો છે તે પણ વસ્તુત: બ્રહ્મચર્યના અંશ છે, કારણ કે શુદ્ધ બ્રહ્મચર્ય કેવળ સ્પર્શનેન્દ્રિયના વિષય ઉપર કાબૂ મેળવવારૂપ નથી, પણ પાંચે ઈન્દ્રિયોની વાસનાઓને અને મનને પણ જ્ઞાન તથા વિવેક દ્વારા વિજય કરવા રૂપ છે. વીર્ય કેવળ “સ્ત્રી સંભેગાદિ દ્વારા ખૂટે છે એ પણ એકાત નથી, તથાવિધ શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શથી થતા રાગ-દ્વેષાદિ વિકારોથી, કષાયોને વશ થવાથી, ચિન્તા કલેશ વિગેરેથી, ઈત્યાદિ અનેક પ્રકારે વીર્ય ખર્ચાય છે. વીર્યનું અપર નામ “બીજ” પણ છે, આધ્યાત્મિક કે આધિભૌતિક સર્વ સુખનું સાધક વીર્ય હોવાથી તેને સર્વ સુખોની સાધનાનું બીજ કહ્યું છે તે પણ યથાર્થ છે. “બિન્દુનું પતન એટલે મરણ અને બિન્દુને સંચય એટલે જીવન” એમ શિવસંહિતામાં કહ્યું છે તે પણ આ વર્ષના એક બિન્દુની શક્તિનું સૂચક છે, ઉત્તરાધ્યયન સૂત્રના અધ્ય. ૧૬ની ૧૪મી ગાથામાં તે આ બ્રહ્મચર્યરૂપ ધર્મને ધ્રુવ, નિત્ય અને શાશ્વત કહેવા સાથે એના બળે ભૂતકાળમાં અનંતા આત્માઓ સિદ્ધિ પામ્યા છે. વર્તમાનમાં પામે છે અને ભવિષ્યમાં અનંતા પામશે, એમ કહ્યું છે. ઈત્યાદિ સર્વ દર્શનશાસ્ત્રોમાં બ્રહ્મચર્યનું મહત્વ અનેક પ્રકારે જણાવ્યું છે, એને અહીં પૂર્ણતયા જણાવવાને અવકાશ નથી. - ટૂંકમાં એટલું જ કહી શકાય કે જે વીર્યને બળ મશઃ શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓને પ્રગટાવી તેના બળે મન વચન અને કાયારૂપ બાદ યોગની સાધના કર દ્વારા સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષ માર્ગની નિર્મળ આરાધના થઈ શકે છે, તે વીર્યસંચયના શુદ્ધ અને સિદ્ધ ઉપાયરૂપ આ બ્રહ્મચર્યવ્રતનું મહત્ત્વ વર્ણવવા માટે વસ્તુતઃ માનવીની શક્તિ અપૂર્ણ છે. ર૩૧-રાજગ્રહ નગરમાં લાભાન્તરાય કમના તીવ્ર ઉદયવાળે એક દ્રમક (ભિક્ષક) હતું, તે સુધાના દુ:ખની પીડા ટાળવા શ્રીમન્તના ઘરોમાં ભિક્ષા માટે ભટકતે, છતાં તેના તે લાભાન્તરાય કર્મના ઉદયથી તેને પેટ પૂરતો આહાર પણ મળતો નહિ, એથી અજ્ઞાનને યોગે તે શ્રીમન્ત પ્રત્યે દ્વેષ ધરાવતે થયો. એકદા પ્રભુ શ્રીમહાવીરદેવ રાજગૃહીની બહાર વિભારગિરી ઉપર પધાર્યા, દેવોએ સમવસરણ રચ્યું અને રાજગૃહીની પ્રજા પ્રભુને ઉપદેશ સાંભળવા ઉલટી, ત્યારે દ્વેષી થએલા આ દ્રમકે તેને મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy