SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ [૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૫ મૂળને અર્થ–સર્વ પ્રકારના પરિગ્રહને સર્વ પ્રકારે ત્યાગ કરે તેને હિતકાંક્ષી શ્રીઅરિહંત દેવીએ “આકિચન્ય વ્રત કહ્યું છે– ટીકાને ભાવાર્થ-સર્વ એટલે સચિત્ત, અચિત્ત, વિગેરે દરેક પદાર્થોમાં, અથવા સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવમાં, “પરિગ્રહ એટલે મૂછને પરિણામ, તેને સર્વથા =વિવિધ ત્રિવિધથી ત્યાગ કરે, તેને હિતેચ્છુ એવા શ્રીઅરિહંત દેવોએ “આકિચન્ય” એટલે અપરિગ્રહવ્રત કહ્યું છે. જેને “કિચન એટલે (કંઈ પણ) દ્રવ્ય ન હોય તે “અકિચન અને અકિચનપણું તે “આકિગ્નન્ય અર્થાત્ અપરિગ્રહવ્રત” કહેવાય. એ શબ્દાર્થ કહ્યો, ભાવાર્થ તો એ છે કે-મૂછને જ પરિગ્રહ કહે તે યુક્તિયુક્ત છે, કારણ કે પાસે ધન નહિ છતાં આત્માને જે મુક્તિ મેળવ્યા સિવાય સુખ નથી તો મુક્તિ મેળવવાની સામગ્રી પણ એની પાસે હેવી જોઈએ, અન્યથા મુક્તિને ઉપદેશ નિષ્ફળ ગણાય. ઉત્તમ પુરૂષો અને તેમાં ચ શ્રી તીર્થંકરદેવોએ મુક્તિને ઉપદેશ કર્યો છે માટે તે નિષ્ફળ નથી, મુક્તિ માટે અત્મા કરી શકે તેવા તેને સ્વાધીન રહેલા ઉપાય અને સામગ્રીને પણ તેઓએ ઓળખાવી છે. માત્ર જીવે એની ઓળખ કરી નથી, કિં વા કરવા છતાં સત્વ કેળવીને તેને જીવનમાં આદર કર્યો નથી, એ જ કારણ છે કે જીવ આજ પર્યન્ત સુખને કે તેના સાચા ઉપાયોને (માર્ગને) પામી શક્યો નથી. - સાધુજીવનનું ધ્યેય મુક્તિની સાધના છે, તે માટે કહેલાં પાંચ મહાવ્રતો પિકી ચૈથું વ્રત બ્રહ્મચર્સે છે, તેના નિર્મળ પાલન વિના વીર્યરક્ષણના અભાવે શેષ ચાર વ્રતોની કે તેના ફળ સ્વરૂપ જ્ઞાનાદિ ગુણાની સાધના થઈ શકતી નથી. બ્રહ્મચર્યથી જેનું રક્ષણ કરવાનું છે તે વીર્ય મુ મનુષ્યની સર્વદેશીય શક્તિ છે. વીર્ય એ ગુણવાચક નામ છે, તેને “ધાતુ' પણ કહેવાય છે. જેમ ભાષામાં વપરાતા અગણ્ય શબ્દોનું મૂળ “પ મ નE' વિગેરે ધાતુઓ છે, અર્થાત એક ધાતુમાંથી અનેકાનેક શબ્દ બને છે અને વિવિધ સમ્પત્તિનું મૂળ પણ “સુવર્ણ-ત્રાંબુ વિગેરે સાત મૂળ ધાતુઓ છે, તેના વિસ્તારરૂપે વિધ વિધ સમ્પત્તિનું સર્જન થાય છે, અર્થાત તેને મેળવવાનું મુખ્ય સાધન સેનૈયા, રૂપિયા એટલે સોનું ચાંદી વિગેરે છે તેમ શરીરની પણ વિધ વિધ શક્તિઓનું મૂળ આ ધાતુમાં (વીર્યમાં રહેલું છે. વીર્યમાં ઉષ્ણુતા, પ્રકાશ, વિજળી અને આકર્ષકપણું, વિગેરે અનેક શક્તિઓ છે, તેના બળે જીવની શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓ પ્રગટે છે અને તેમાંથી જગતનાં સ્થૂળ-સૂક્ષ્મ વિવિધ સર્જને કરી શકાય છે. ક્રમશઃ આ ચારે પ્રકારની શક્તિઓનું ઉધ્વીકરણ વીર્યમાંથી થાય છે, અર્થાત વીર્ય દ્વારા શરીરબળ, એનાથી મને બળ, એનાથી બુદ્ધિબળ અને એના બળે આત્મબળ ખી વીર્યસંચય ન થાય તો એ શક્તિઓના અભાવે અનાદિ વાસનાઓના વેગને કાબૂમાં લઈ શકાય નહિ. માણસ જેમ જેમ ક્ષીણવીર્ય થાય છે, તેમ તેમ પાંચે ઈન્દ્રિયોના વિષયોની વાસનાઓને તે ગુલામ બનતો જાય છે, પ્રકૃતિ ઉપર કાબૂ ગુમાવે છે, પાગલ બને છે અને પરિણામે મરણને શરણ પણ થાય છે. એથી ઉલટ આજન્મ બ્રહ્મચર્યને પાળનાર થેગી મન-વચન-અને કાચાના વિકારે ઉપ૨ કાબૂ મેળવીને એ યોગના બળને આત્મહિતાર્થે ઉપયોગ કરી શકે છે અને ક્રમશઃ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભાવગને પ્રગટ કરીને થાવત્ મુક્તિ પણ સાધી શકે છે. શ્રુતજ્ઞાનની પણ વિશિષ્ટ પ્રાપ્તિ વયસંચયને આભારી છે, માટે અન્ય દર્શનમાં બ્રહ્મચર્યાશ્રમને પ્રથમ સ્થાન છે અને તે અવસ્થામાં મનુષ્યને દરેક કળાએાનું જ્ઞાન આપવામાં આવે છે. સર્વ દેશની પ્રજામાં પણ સર્વ કાળે વિધા(કળા)ભ્યાસ માટે પ્રથમ વયને સ્થાન મળ્યું છે તેમાં મુખ્ય હેતુ વીર્યસંચય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy