SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ | દૂધવ સં૦ ભાવ ૨ વિ. ૩-ગા૧૧૩-૧૧૪ જીવ જ્યાં સુધી સંમત ન થાય ત્યાં સુધી તેને ઉપયોગ કરે તે જીવઅદત્ત ગણાય, જેમ કે પ્રત્રજ્યાની ઈચ્છા વિનાના પુત્ર વિગેરેને તેનાં માતા પિતાદિ સાધુને આપે તે જીવ અદત્ત કહેવાય. જે લેવાને તીર્થકરોએ નિષેધ કર્યો હોય તેવું (તેના માલિકે આપેલું અને નિર્જીવ પણ) લેવાથી ત્રીજું તીર્થકર અદત્ત કહેવાય અને જે માલિકે આપેલું હોય “આધાકર્મ વિગેરે દેષ વિનાનું હોવાથી તીર્થકરેએ નિષેધ્યું ન હોય, નિજીવ હોય, છતાં ગુરૂની અનુજ્ઞા વિના લેવું કે (વાપરવું) તે ચોથું ગુરૂઅદત્ત જાણવું. એ ચારે પ્રકારના અદત્તને જીવનપર્યત ત્યાગ તેને “અદત્તાદાનવિરમણે કહ્યું છે. એ ત્રીજું વ્રત કહ્યું, “હવે ચોથું કહે છે – मूलम्-"दिव्यमानुषतैरश्च-मैथुनेभ्यो निवर्तनम् । ત્રિવિધું ત્રિવિધેનૈવ, તક્ ક્ષતિમરિતમ્ Iક્કા ” મૂળને અર્થ–સ્વર્ગ સંબન્ધી, મનુષ્ય સંબન્ધી અને તિર્યચ્ચ સંબન્ધી, એમ ત્રણેય મિથુનથી ત્રિવિધ ત્રિવિધ ભાગે નિવૃત્તિ કરવી, તેને બ્રહ્મવ્રત કહ્યું છે. ટીકાનો ભાવાર્થ_એક “સ્વર્ગમાં થએલું દિવ્ય એટલે દેવસંબન્ધી, અર્થાતુ વૈક્રિયશરીર સંબન્ધી, બીજું “મનુષ્યથી થાય તે માનુષ' અર્થાત માનવદેહ સંબધી અને ત્રીજું તિર્યોથી થાય તે તરશં' અર્થાત્ તિર્યચ્ચ નિવાળા દેહ સંબન્ધી. એ ત્રણે પ્રકારનાં મિથુન એટલે સ્ત્રી-પુરૂષના મિથુનની (યુગલની) ક્રિયા, તેનાથી અટકવું. તેને “બ્રહ્મવત’ કહ્યું છે. - રર૯-“અચૌર્યવ્રત આત્મિક સુખ પ્રગટાવવામાં મહત્વને સાથ આપે છે, માટે તેની માત્રામાં ગણત્રી છે. ગ્રન્થકારે જણાવેલાં “સ્વામિઅદત્ત, જીવઅદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરૂ અદત્ત' એ ચાર પૈકી હસ્થ એક જ સ્વામિઅદત્તને, અને તે પણ જે અદત્ત એટલે નહિ આપેલું લેવાથી લોકમાં ચાર ગણાય કે રાજદંડ થાય તેવા જ સ્વામિઅદત્તને ત્યાગ કરી શકે છે, માટે તેનું વ્રત સ્થૂલ કે અણુ (ન્હાનું) કહેવાય છે. સાધુ જીવનમાં ઉપર્યુક્ત ચારેય અદત્તાદાનને ત્યાગ કરવાને હાવાથી તે મહાવ્રત કહેવાય છે. વસ્તુને લેકમાં મનાતે માલિક ભલે પોતાની માલિકીની વસ્તુ બીજાને આપે, પણ એથી લેનારને તે વસ્તુ ભોગવવાના સપૂર્ણ હક્ક મળતું નથી, કારણ કે જે જે વસ્તુ સજીવ હેાય છે તે કોઈ એક યા અનતા નું શરીર હોય છે, તેના લેકમાં મનાતા માલિકે તે વસ્તુનું દાન કરવા છતાં તેને સાચા માલિક અંદર જીવતે જીવ છે, પોતાના શરીર વસ્તુને કાઇ ભગવે તેથી તેને પીડા રૂપ મરણ થાય છે, એ કારણે તેણે એ વસ્તુ ભેગવવાને હક્ક આપ્યો નથી, છતાં ભેગવે તે તે જીવઅદત્ત ગણાય, કેરીનું દઝાન્ત આ વિષયને સ્પષ્ટ સમજાવશે, જેમકે માલિકે ભલે કેરી ભેટ આપી, પણ અંદર નું મરણ થતું હોવાથી તે કેરી ખાઈ શકાય નહિ, તેમ કોઈ પણ સજીવ પદાર્થને માટે સમજવું. એથી આગળ વધીને નિર્જીવ પદાર્થ, જેવા કે ગૃહસ્થ સ્વપ્રયોજને તૈયાર કરેલો કેરીને ૨સ વિગેરે, તેમાં હવે જીવ નથી, તેને તેને માલિક ગૃહસ્થ આપે પણ ઘરના અન્ય માણસને તે આપવાની ઈચ્છા નહેય, છતાં લેવામાં આવે તો તેઓને અપ્રીતિ થાય, સાધુ પ્રત્યે દ્વેષ થાય, માટે એવા પ્રસંગે ઉત્સર્ગ માગે તેવી કપ્ય નિર્જીવ વસ્તુ પણ સાધુને લેવાને શ્રી જિનેશ્વરેએ નિષેધ કર્યો છે, છતાં તે લે, તે “તીર્થકર અદત્ત’ ગણાય, એથી આગળ વધીને વસ્તુ નિર્જીવ હોવાથી જીવની અનુમતિની આવશ્યકતા ન હોય, માલિકે કાઈનાવિધ વિના પ્રેમ પવ, આપી હાય અને શાસ્ત્રીય કાઇ નિષેધ ન હોય તેવી પણ વસ્તુ લેવામાં કે ભેગવવામાં ગુરૂની અનુમતિ ન હોય છતાં છે કે ભગવે તો ગુરૂઅદત્ત લાગે, ભલે શ્રી તીર્થકરે એ નિષેધ ન કર્યો હોય પણ ગુરૂને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy