________________
૩૪૩
ઉપસ્થાપનાન વિધિ અને મહાવ્રતમાં અચૌર્ય, બ્રહ્મચર્યનું સ્વરૂપ પુરૂષ કે ઘડે શું માગે છે ? એ નિશ્ચિત ન થાય, કિન્તુ સંશય થાય, કારણ કે સિન્થવ શબ્દના એ દરેક અર્થો થાય છે, માટે તેવી ભાષાને સંશયકરણ સમજવી. ૧૧-વ્યાકૃતા સ્પષ્ટ અર્થવાળી, જે વચન બોલવાથી શ્રોતાને સ્પષ્ટ નિશ્ચિત)જ્ઞાન થાય. ૧૨-અવ્યાકૃતા=અતિગમ્ભીર (ગહન) શબ્દાર્થવાળી, કે સ્પષ્ટ છતાં અસ્પષ્ટ અક્ષરવાળી શ્રોતાને ન સમજાય તેવી ભાષા. એમ ભાષાના ચારે ય પ્રકારના મળીને ૪૨ ઉત્તરભેદો કહ્યા છે. એ સધળાને સારી રીતે જાણવા જોઈએ. આ ચાર પિકી પહેલી અને ચિથી ભાષા બોલવા ગ્ય છે, કહ્યું છે કે
"चउण्डं खलु भासाणं, परिसंखाय पन्नवं । दुण्हं तु विणयं सिक्ख, दो न भासिज्ज सव्यसो ॥१॥ जा अ सच्चा अवत्तव्या, सच्चामोसा अ जा मुसा । जा अ बुद्धेहिं नाइन्ना, न तं भासिज्ज पन्नवं ॥२॥ असच्चमोसं सच्चं च, अणवज्जमकक्कसं ।
સમુદ્રમહંદ્ધિ, નિર માસિક પર્વ ારા” (વૈ૦ ૦ ૭) ભાવાર્થ–ચાર ભાષાઓના સ્વરૂપને યથાર્થ સમજીને બુદ્ધિમાન મનુષ્ય સત્યા અને અસત્યામૃષા, બેને શુદ્ધ પ્રયોગ કરે, અસત્યા અને સત્યાગ્રુષા બેને સર્વથા પ્રયોગ ન કરે. (૧) જે સત્ય છતાં બેલવા યોગ્ય નથી, જે સત્ય પણ અસત્યર્થ. મિશ્ર છે, જે કેવળ અસત્ય છે અને જે “આમન્ત્રણી, આજ્ઞાકારિણી વિગેરે ભાષાને શ્રી તીર્થંકરાદિ જ્ઞાનીઓએ આચરેલી નથી, તેવી વ્યવહાર ભાષાને પણ બુદ્ધિમાન (મુનિ) બોલે નહિ. (૨) બુદ્ધિમાન (મુનિ) વ્યવહાર અને સત્ય ભાષાને પણ પાપમાં હેતુ ન બને અને કર્કશ ન લાગે તેમ પૂર્વે બુદ્ધિથી વિચારીને શ્રોતાને સંદેહ (બ્રમ) પેદા ન થાય તેમ બોલે. (૩) એ પ્રમાણે બીજું વ્રત વર્ણવ્યું, હવે ત્રીજા વ્રતનું વર્ણન કરે છેमूलम्-"सकलस्याऽप्यदत्तस्य, ग्रहणाद्विनिवर्तनम् ।
સર્વથા વીવ રાવત, તત્તેયાં નતમ્ ??રા” મૂળને અર્થ–સર્વ પ્રકારના અદત્તને જીવન પર્યન્ત સર્વ રીતે લેતાં અટકવું તેને શ્રીજિનેશ્વરએ ત્રીજું અસ્તેય(અચૌર્યગ્રત કહ્યું છે. 1 ટીકાને ભાવાર્થ–સકલ’ એટલે કે ઈ એક બે વિગેરે પ્રકારનું નહિ, પણ ચારે ય પ્રકારનું “અદત્ત એટલે નહિ આપેલું લેતાં અટકવું તેને શ્રીજિનેશ્વરેએ અદત્તાદાનવિરમણ(અસ્તેય) નામનું વ્રત કહ્યું છે, તે દ્વિવિધ, ત્રિવિધાદિ કઈ ભાંગાથી પણ થઈ શકે, માટે અહીં સર્વથા એટલે સર્વ પ્રકારે અર્થાત્ “ત્રિવિધ ત્રિવિધેન નહિ લેવું, અને તે પણ અમુક અલ્પકાલ માટે પણ થઈ શકે, માટે કહ્યું કે “જીવન યાવત’ એટલે “યાજજીવ સુધી નહિ લેવું તે અસ્તેયવત છે. અહીં એ ભાવાર્થ છે કે-૧-વસ્તુને સ્વામી, ૨-જીવ, ૩-તીર્થકર અને ૪-ગુરૂ, એ ચારને ઉદ્દેશીને અદત્તાના ચાર ભેદ છે, તેમાં તૃણ, પત્થર, કાષ્ટ, વિગેરે વસ્તુને તેને માલિક આપે નહિ છતાં લેવી તે સ્વામિઅદત્ત કહેવાય, તેને માલિક આપે તેવી પણ સચિત્ત વસ્તુમાં રહેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org