________________
૩૪૦
[૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૨ આગળ બે મીંડાં મૂકવાથી સે, ત્રણ મીંડાં લખવાથી હજાર, (૧૦૦-૧૦૦૦) વિગેરે મનાય છે તે અથવા ચુનાના લેપથી, ચિત્રથી, ઘડતરથી, એમ વિવિધ રીતે બનાવેલી છે તે પ્રતિમાઓમાં અરિહંત વિગેરે વિકલ્પ કરે, ઈત્યાદિ તે તે અક્ષરના આકારને કે ચિત્રમૂર્તિ વિગેરેને તે તે અરિહંતાદિ તરીકે માનવા તે ૩–સ્થાપના સત્ય, ૪–માત્ર નામથી સત્ય તે “નામસત્ય”, જેમ કે કુળને નહિ વધારનારનું પણ નામ “કુલવર્ધન રખાય અને મનાય વિગેરે નામસત્ય, પરૂપની અપેક્ષાએ સત્ય તે રૂપસત્ય, જેમ કે દિલ્મથી પણ યતિને વેષ સ્વીકાર્યો હોય તેને વેષમાત્રથી યતિ કહે ઈત્યાદિ પરૂપ સત્ય, દ–વસ્તુના અન્તરને આશ્રીને બેલાય તે પ્રતીયસત્ય, જેમ કે-અનામિકા અશ્લી કનિષ્ઠાની અપેક્ષાએ મોટી અને મધ્યમાની અપેક્ષાએ ન્હાની છે, તેને તે રીતે ન્હાની કે મોટી કહેવી તે અન્ય અશ્લીને આશ્રીને કહેવાય છે માટે તે ૬-પ્રતીત્યસત્ય જાણવું, ૭-લોકવિવક્ષારૂપ વ્યવહારથી બોલાય તે વ્યવહારસત્ય, જેમ કેપર્વત બળે છે, ભાજન ગળે છે (ઝમે છે), કન્યા અનુદરા (પેટ વિનાની) છે, બકરી રેમ(વાળ) વિનાની છે, વિગેરે (સાચું નથી, વસ્તુતઃ તે ઝાડો બળે છે, પાણી ઝમે છે, કન્યા દુબળા પેટવાળી છે, બકરીને વાળ અલ્પ છે, તે પણ) લોકવ્યવહાર એવો ચાલે છે માટે એવું બોલવું તે ૭-વ્યવહાર સત્ય, એ પ્રમાણે સાધુએ પણ વ્યવહારને અનુસારે બોલવું તે વ્યવહારસત્ય ગણાય એમ ભાવાર્થ સમજ. ૮-ભાવ એટલે વર્ણ (ગુણ), વિગેરેની અપેક્ષાએ સત્ય મનાય તે ભાવસત્ય, જેમ કે-જ્યાં જે વર્ણ–ગુણ વિગેરે ભાવે ઉત્કટ (વધારે કે દઢ) હોય તેનાથી તેને તેવું માનવું, દષ્ટાન્તરૂપે શખમાં પાંચે વણે છતાં શુકલવર્ણની ઉત્કટતા હેવાથી તેને શુકલ કહે, (કે-ભ્રમરમાં પાંચ વર્ણો છતાં કૃષ્ણની ઉત્કટતા હોવાથી તેને કૃષ્ણ કહેવ) વિગેરે ૮–ભાવસત્ય. ૯-“ગ” એટલે સંબન્ધની અપેક્ષાએ સત્ય મનાય તે ગસત્ય, જેમ કે છત્ર રાખનારે કઈ વાર છત્ર વિનાને પણ હોય છતાં તેને “છત્રી” (કે દંડ રાખનારને કઈ વાર દંડને અભાવ હોય છતાં દંડી) કહે, વિગેરે ૯-ગસત્ય અને ૧૦–પમ્ય=ઉપમાથી સત્ય મનાય તે “પમ્પસત્ય” જેમકે–મેટા તળાવને સમુદ્ર જેવું કહેવું, (વિશેષ ધનવાળાને કુબેર કહે, બુદ્ધિહીનને પશુ કહે,) વિગેરે ૧૦-ઉપમા સત્ય. આ દશ ભેદે સત્યભાષાના કહ્યા. અસત્યાના દશ ભેદે આ પ્રમાણે કહ્યા છે–
"कोहे माणे माया लोभे, पेज्जे तहेव दोसे अ।
हास भए अक्खाइय, उवधाए निस्सिआ दसहा ॥प्रवचनसारो० ८९२ ॥" વ્યાખ્યા-ગાથામાં કહેલા “નિસિગા=નિવૃતા’ શબ્દનો ક્રોધ વિગેરે પ્રત્યેક શબ્દની સાથે સંબન્ધ હોવાથી “શોધનિઃસૃતા' એટલે “ક્રોધથી નીકળેલી (બેલાએલી) વિગેરે અર્થ કરો. તેમાં ક્રોધથી એટલે વિસંવાદબુદ્ધિથી બેલનારે સત્ય બેલે તે પણ તે અસત્ય જ છે, જેમ કે ક્રોધથી “દાસ ન હોય તેને દાસ (કે દાસને પણ ક્રોધથી દાસ) કહે તે અસત્ય છે, એમ ક્રોધથી બેલાય તે સત્ય કે અસત્ય ભાષાને પણ ૧–કે અસત્ય સમજવું, એ પ્રમાણે સ્વામી ન હોય તે પણ માનથી પિતાને બીજાને સ્વામી કહે વિગેરે ૨-ભાનઅસત્ય, બીજાને ઠગવાના આશયથી (માયાથી) બેલાય તે ૩-ભાયાઅસત્ય, લેભથી બેલાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org