________________
૩૨૮
[ધ સં૦ ભાગ ૨ વિ. ૩-ગા. ૧૦૮ “मसंकुरो इव समाणजाइख्वंकुरोवलंभाओ।
पुढवीविदुमलवणोवलादओ हुंति सच्चित्ता ॥६४५॥" (पञ्चवस्तु०) ભાવાર્થ-જેમ જીવતા મનુષ્યના માંસના અશ્કરા (મસા વિગેરે) કાપવા છતાં પુનઃ ઉગે (વધુ) છે તેમ સમાનજાતિ-રૂપવાળા અશ્કરા ઉગતા (વધતા) હોવાથી પૃથ્વી, પરવાળાં લવણુ, પત્થર, વિગેરે પદાર્થો પણ સચિત્ત (જીવવાળા-જીનાં શરીરે) છે.
અહીં ‘સમાન જાતિના અકુર ઉગે છે એમ કહેવાથી શિલ્ગડાના અકુરને વ્યવચ્છેદ સમજ, કારણ કે તે સમાનજાતિવાળે નથી, એમ પૃથ્વીકાયમાં જીવત્વની સિદ્ધિ સમજાવવી. (૧)
જળનું જીવત્વ પણ આ રીતે સિદ્ધ છે, જેમકે–પૃથ્વીનું (કુવાદિનું) પાણી સચિત્ત (જીવ વાળું) છે, કારણ કે ભૂમિ ખેદતાં દેડકાની જેમ તે સ્વાભાવિક પ્રગટે છે, જેમ ભૂમિ ખોદતાં દેડકાંની ઉત્પત્તિ સ્વાભાવિક છે તેમ ભૂમિ ખેદતાં જળની પણ સંભાવના સ્વાભાવિક છે. અથવા “વરસાદનું પાણી સજીવ જીવ છે કારણ કે જેમ સ્વભાવે માછલાં વરસાદમાં વસે છે તેમ સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થએલું જળ પણ વરસે છે, અર્થાત્ સ્વાભાવિકતયા આકાશમાં ઉત્પન્ન થયેલાં માછલાંઓને પાત (વરસાદમાં પડતાં) દેખાય છે તેમ સ્વાભાવિક ઉત્પન્ન થએલા આકાશના (વરસાદના પાણીને પણ પાત (વરસાદ પડત) દેખાય છે. એમ ભૂમિ કે વરસાદના સર્વ જળમાં પણ જીવપણું સિદ્ધ છે, એ તાત્પર્ય સમજવું. કહ્યું છે કે
“પૂણિરવામા(હ)વિઝ-સંમત્રો ને ચ નમુત્તા
अहवा मच्छो व सहाव-वोमसंभूअपायाओ ॥६४६॥ (पञ्चवस्तु०) ભાવાર્થ–ભૂમિ બદતાં દેડકાની જેમ સ્વાભાવિક ઉત્પન્ન થતું હોવાથી જળ સચિત્ત છે, અથવા મ૨૭ની જેમ સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થઈને વરસતું હોવાથી પણ જળ સચિત્ત છે.
અથવા જળ એ કારણે પણ સચિત્ત છે કે–ગર્ભની કલલ (રસ) ૨૧અવસ્થાની જેમ તેમાં સ્વાભાવિક દ્રવત્વ (પ્રવાહિપણું) છે. એમ અનેક રીતે જળમાં જીવપણું સિદ્ધ છે. (૨)
અગ્નિમાં જીવપણાની સિદ્ધિ આ પ્રમાણે છે-“અગ્નિ જીવ છે, કારણ કે પુરૂષની જેમ તે આહાર લેત દેખાય છે, અથવા તેમાં થતા વૃદ્ધિ અને વિકાર દેખાય છે.” (એમ અનુમાન વાક્યનો પ્રયોગ કરે). જેમ પુરૂષ આહાર કરતે અને વૃદ્ધિ પામતે દેખાય છે તેમ અગ્નિમાં પણ આહાર અને વૃદ્ધિ દેખાય છે, માટે પુરૂષની જેમ અગ્નિનું પણ જીવત્વ સિદ્ધ છે૧૮(૩)
૨૧૭–ગર્ભમાં કલલ અવસ્થામાં હાથીનું શરીર કે પક્ષીનાં ઇંડાંને રસ દ્રવ (પ્રવાહી) છતાં તે વધે છે અને જન્મે છે માટે જીવ છે તેમ જળ પણ પ્રવાહી છતાં સજીવ છે જ.
૨૧૮-અગ્નિને વાયુને, લાકડાને કે તેલ વિગેરેને ખેરાક મળવાથી વધે છે અને તેના અભાવે નાશ પામે છે એ પ્રત્યક્ષ છે, મનુષ્યના શરીરમાં પણ જવરની અને જઠરની ગરમી દેખાય છે તે તેમાં રહેલા જીવને આભારી છે, મરણ પછી જઠરની ગરમી જીવની સાથે ચાલી જાય છે અને તાવથી તપેલા અવયવ ઠંડા પડી જાય છે એ સહુ માને છે, તેમ અગ્નિમાં અનુભવાતી ગરમી પણ તેમાં રહેલા જીવના પ્રયોગ રૂપ છે, અગ્નિમાંથી જીવત્વ નાશ થતાં કેલસે, રાખ, વિગેરે તેના અચેતન અંશે ઠંડા પડી જાય છે, ઈત્યાદિ અગ્નિમાં જીવત્વની સિદ્ધિ અનેક પ્રકારે થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org