________________
ઉપસ્થાપનાને વિધિ, પૃથ્વી આદિમાં જીવવની સિદ્ધિ]
૩ર૭ ઈન્દ્રિયવાળા હોય તે તે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વિગેરે કાય” એટલે જીવ કહેવાય છે, જેમ હણાએલી પણ ઘણું–રસના–આંખ-કાન ઈન્દ્રિયવાળે અન્ધ–હેરે વિગેરે પણ જીવ છે તેમ” એ દેષ્ટાન્ત આપવું, “એકેન્દ્રિયવાળા પૃથ્વીકાય વિગેરે તેવા છે એ ઉપનય ઘટાવવો અને માટે તે કાય (એટલે જીવ) છે' એમ નિગમન કરવું. એ પ્રમાણે પાંચ અવયવ યુક્ત અનુમાનવાજ્યની શિલીથી
એકેન્દ્રિયવાળા પૃથ્વીકાય વગેરે જીવે છે એમ સમજાવવું. તથાવિધ કર્મ પરિણામથી કાન વિગેરે ઇન્દ્રિઓનું આવરણ થવાથી તે ઈન્દ્રિઓના અભાવે પણ જેમ બહેર–અન્ય વિગેરે અજીવ નથી, તેમ એકેન્દ્રિય પણ અજીવ નથી, એમ ભાવાર્થ સમજાવો. એ પ્રમાણે બેઈન્દ્રિય વિગેરે ચૌરેન્દ્રિય સુધીના જીવનમાં પણ જીવત્વ સિદ્ધ કરવું. અહીં કોઈ એમ કહે કે-હેરા-અન્ય વિગેરેને તે નિવૃત્તિ ૧૫ અને ઉપકરણ રૂપ (બે પ્રકારની) કાન–આંખ વિગેરે બાહા-(દ્રવ્ય) ઇદ્રિ દેખાય છે તેથી તેઓને જીવ માની શકાય, પણ પૃથ્વીકાય વિગેરેને તે દેખાતી નથી માટે તમે આપેલું અન્ય વિગેરેનું દષ્ટાન્ત છેટું છે.-ઘટતું નથી તે તેનું કથન યોગ્ય નથી, તેના પ્રતીકાર માટે તેને ચોરેન્દ્રિય વિગેરેનું દષ્ટાન્ત આપી શકાય તેમ છે, જેમ કે–તેઓને કર્મ પરિણતિથી કાન વિગેરે નથી જ, તો પણ ચાર કે ત્રણ ઈન્દ્રિયવાળા અને બે ઇન્દ્રિયવાળા પણ સર્વ જીવે છે અને સર્વ દર્શનવાળાઓ જીવ માને પણ છે, વિવાદ તે માત્ર એકેન્દ્રિયેના જીવત્વ વિષયમાં જ છે, (તો જેમ કાન વિના ચૌરેન્દ્રિય, આંખ-કાન વિના ત્રીન્દ્રિય, અને છાણ-આંખ-કાન વિના પણ બેઈન્દ્રિયને સહુ જીવ માને છે તેમ રસના-પ્રાણ-આંખ અને કાન ન હોવા છતાં એક સ્પર્શના ઈન્દ્રિયવાળાને પણ જીવ માનવો જોઈએ.) તેને બીજી રીતે પણ સમજાવવો કે–પૃથવી, પરવાળાં, લવણ, પત્થર, વિગેરે પાર્થિવ પદાર્થો પણ સજીવ જ છે, કારણ કે તેને દવા છતાં માંસના અંકુરની જેમ તેવા જ અંકુરાઓ ઉગતા પ્રગટ દેખાય છે. અહીં અનુમાન પ્રમાણને પ્રયોગ તે સ્વયં કરી બતાવો. જેમ જીવતા પચ્ચેન્દ્રિયના શરીરમાંથી કક્ષાએલું માંસ પુનઃ પૂરાય છે તેમ પૃથ્વી, પરવાળા વિગેરે પણ કાપવા (દવા) છતાં પુનઃ પૂર્ણ થાય છે (ઉગે છે), માટે તેઓનું જીવપણું સિદ્ધ છે. ૨૧૬ એમ તાત્પર્ય સમજાવવું. કહ્યું છે કે
ર૦૫- ઈદ્રિયના બાહ્ય અને અત્યંતર બે પ્રકારે છે, તેમાં ઈન્દ્રિયરૂપે પુદ્ગલ રચના અને એ પુદ્ગલની શક્તિ રૂ૫ બે પ્રકારે બાહ્ય ઇન્દ્રિયના છે. (જેમ આંખ અને તેનું તેજ.) તેમાં પુદ્ગલ રચનાને (ડાળાકીકી વિગેરેને) “ઉપકરણ અને તે પુદ્ગલની શક્તિને “નિવૃત્તિ કહેવાય છે.
- ૨૧૬-મદિરા પાનથી કે સર્પ વિગેરેના વિષની અસરથી તથાવિધ ચેષ્ટાઓ બંધ થવા (પ્રગટ નહિ દેખાવા) છતાં તેમાં જીવ માનવામાં વિવાદ નથી તેમ એકેન્દ્રિય જીવોમાં તથાવિધ સ્પષ્ટ ચેતના નહિ દેખાવા છતાં તેને જીવ માનવે એ અયુક્તિક નથી. વસ્તુત: જીવનાં સામાન્ય લક્ષણે ઉપયોગ, યોગ, ધ્યવસાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અક્ષદર્શન, અષ્ટવિધ કર્મ, તેને બધ, ઉદય, વેશ્યા, શ્વાસોચ્છવાસ, અને કષાયાદિ એકેન્દ્રિય જીવમાં પણ અસ્પષ્ટ હોયજ છે, આહાર પણ હોય છે, દરેક અનુકૂળ આહારને વેગે પ્રફુલ્લ બને છે-વધે છે અને આહારના અભાવે કે પ્રતિકૂળ હવાપાણ વિગેરેને પગે ઘટે છે-કરમાય પણ છે, પર્વતે અને માટીના ટેકરાઓ વધે છે. તે પ્રત્યક્ષ છે ઈત્યાદિ પૃથ્વીકાયમાં પણ ઘણી વસ્તુઓમાં જીવનાં લક્ષણે સ્પષ્ટ દેખાય છે. આ સિવાય પણું શાસ્ત્રમાં પૃથ્વીકાયના જીવવાની સિદ્ધિનાં વિવિધપ્રમાણે છે તે ત્યાંથી જોઈ લેવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org