SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ્થાપનાને વિધિ, પૃથ્વી આદિમાં જીવવની સિદ્ધિ] ૩૨૯ વાયુનું જીવપણું આ પ્રમાણે છે, જેમકે-વાયુ જીવ છે, કારણ કે–ઘોડાની જેમ બીજાની પ્રેરણા વિના પણ તે અનિયત તિછ દિશામાં ગમન કરે છે. એમ અનુમાનને પ્રયોગ કરે. અર્થાત્ જેમ ઘોડે બીજાની પ્રેરણા નહિ છતાં અનિયત તિછું ગમન કરે છે તેમ વાયુ પણ બીજાની પ્રેરણા વિના સ્વયં ગતિ કરે છે, માટે એમાં જીવપણું સિદ્ધ છે. ૧૯કહ્યું છે કે – "आहाराओ अणलो, विद्धिविगारोवलंभओ जीवो। अपरप्पेरिअतिरिआ-णिअमिअदिग्गमणओ अनिलो ॥६४७॥” (पञ्चवस्तु०)२२० ભાવાર્થ—અગ્નિ કાણદિને આહાર કરે છે અને તેમાં થતી વૃદ્ધિ તથા વિકારે પણ પ્રત્યક્ષ દેખાય છે, માટે તે સજીવ છે. અન્યની પ્રેરણા વિના પણ વાયુ અનિયત દિશામાં તિછું ગમન કરે છે માટે વાયુ પણ સજીવ છે, જીવ ન હોય તે તેનું ગમન પણ ન હોય. બન્નેમાં જીવત્વની સિદ્ધિ કરવા માટે અનુક્રમે મનુષ્યનું અને પશુનું દષ્ટાન્ત સમજવું. વાયુમાં “અન્યની પ્રેરણા વિના ગમન” કહ્યું, એથી માટીના ઢેફા વિગેરેની સાથે વિરોધ નથી રહેતો, કારણ કે હું વિગેરે બીજાની પ્રેરણા વિના હાલી ચાલી શકતાં નથી. “અનિયત દિશામાં ગમનમાં કહ્યું તેથી નિયત દિશામાં (શ્રેણીબદ્ધ) ગતિ કરનારા પરમાણુની સાથે પણ વિરોધ નથી રહેતું, કારણ કે પરમાણું શ્રેણીબદ્ધ નિયત (છ દિશામાં) ગમન કરે છે. અર્થાત્ માટીનું ઢેકું વિગેરે, ધુમાડે અને પરમાણુ, એ પ્રત્યેક અજીવ અને વાયુ જીવ છે માટે લક્ષણ ભિન્ન છે. (૪) વનસ્પતિમાં પણ જીવત્વ છે, તે આ પ્રમાણે અનુમાન કરીને સમજાવવું “વૃક્ષે સચેતન છે, કારણ કે તેમાં સ્ત્રીની અને ઉપલક્ષણથી પુરૂષાદિની પેઠે જન્મ, જરા, જીવન, મરણ, વધવું, આહાર, દેહદ, આમય (બીમારી–પીડા), રોગ, ચિકિત્સા, વિગેરે હોય છે જેમ સ્ત્રીઓને જન્મ વિગેરે દેખાય છે તેમ વૃક્ષેમાં પણ તે દેખાય છે, માટે વનસ્પતિમાં જીવત્વ સિદ્ધ છે. કહ્યું છે કે માનવામા–રોળrદાહોદ્દામા.. રોત્તિનિછાદિ , or a તો ૬૪૮મા” (પન્નવરતુ ) ભાવાર્થ–સ્ત્રીની જેમ વૃક્ષોને જન્મ–જરા-જીવન-મરણ-વૃદ્ધિ આહાર દેહદ, આમય, રોગ અને ચિકિત્સાદિ હોય છે માટે વૃક્ષો (વનસ્પતિ) સચેતન છે. (વનસ્પતિનાં જન્મ, જરા, વિગેરે પણ પ્રસિદ્ધ છે) એમ વનસ્પતિમાં જીવ–૨છે. (૫) ૨૧૯-અચેતન પદાર્થ વિના પ્રેરણાએ ગતિ કરી શકતા નથી, શરીર જડ છે છતાં તેમાં જે હલન-ચલનાદિ ક્રિયા થાય છે તે તેમાં રહેલા જીવની પ્રેરણાને આભારી છે, મનુષ્યાદિની બુદ્ધિ, સંજ્ઞ, ઈચ્છા વિગેરેના બળે તેનું હલન-ચલન, ગમન-આગમન, બેસવું-ઉઠવું, વિગેરે નિયત અને ઈછાનુસારી હોય છે, વાયુમાં તેવી બુદ્ધિ આદિને અભાવ છતાં અનિયત તિ" ગમન હેાય છે, તે કેવળ જડ છે, તો થઈ શકે નહિ, તેને પ્રેરક જીવ હોય તો જ થઈ શકે, માટે વાયુમાં જીવત્વ સિદ્ધ છે. ૨૨૦-આ ગાથા છાપવામાં ધર્મસંગ્રહમાં પૂર્વાદ્ધ –ઉત્તરાદ્ધને વ્યત્યય થએલે સમ નય છે, પંચવસ્તુ આદિમાં ઉપર પ્રમાણે છે અને ક્રમની અપેક્ષાએ પણ તે બરાબર છે. ૨૨૧-મનુષ્ય શરીરમાં જન્મ પછી બાળ, યૌવન, વૃદ્ધત્વ વિગેરે અવસ્થાએ પ્રગટે છે અને તેમાં ચિતન્ય પણ સ્પષ્ટ દેખાય છે તેમ કેતકી, આમ્ર, વડ, વિગેરે વનસ્પતિનું શરીર (વૃક્ષાદ્રિ) પણ મૂળમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy