SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ [૧૦ સં. ભા૨ વિ. ૩-ગા૦ ૧૦૮ थेरेण अणुष्णाए, उवट्ठाणिच्छे व ठंति पंचाहं । तिपणमणिच्छिऽवुवरिं, वत्थुसहावेण जाहीअं॥६२३॥" (पञ्चवस्तु०) આ ગાથાઓની વૃદ્ધો એવી વ્યાખ્યા કરે છે કે-પિતા અને પુત્ર બે દિક્ષિત થયા હોય તે બને જે ઉપસ્થાપનાની ભૂમિને પામ્યા હોય તે બન્નેની ઉપસ્થાપના સાથે કરવી, જે એટલે ન્હાને (પુત્રાદિ) સૂત્રાદિથી અપ્રાણ (ભણું શક ની હોય અને થેરે સ્થવિર (પિતાદિ) સૂત્રાદિ ભણુને પ્રાપ્ત થાય તે સ્થવિરની ઉપસ્થાપના (પહેલી) કરવી, પણ રજુ ન્હાને (પુત્રાદિ) સૂત્ર વિગેરેને ભણીને પ્રાપ્ત થયો હોય અને થેરે = સ્થવિર (પિતાદિ) ભણીને પ્રાપ્ત ન થયો હોય તે જ્યાં સુધી ઉપસ્થાપના કરવાને શુદ્ધ (સાર) દિવસ ન આવે ત્યાં સુધી પ્રયત્ન પૂર્વક તે સ્થવિરને ભણાવ, એમ કરતાં તે પ્રાપ્ત થાય તે બન્નેની ઉપસ્થાપના ક્રમથી સાથે જ કરવી, કિન્તુ ઉપસ્થાપનાના દિવસ સુધીમાં પણ સ્થવિર પ્રાપ્ત (તૈયાર) ન થાય તે આ પ્રમાણે વિધિ કરવો-સ્થવિરને દષ્ઠિક અને આદિ શબ્દથી મન્વિના દષ્ટાન્તથી સમજાવો, જે તે અનુજ્ઞા આપે તે ક્ષુલ્લકની (ન્હાનાની) ઉપસ્થાપના કરવી. તે દષ્ઠિકનું દૃષ્ટાન્ત આ પ્રમાણે છે-એક દષ્ઠિક રાજા રાજ્યથી પદભ્રષ્ટ થવાથી પોતાના પુત્રની સાથે અન્ય રાજાની સેવા કરવા લાગ્યો, તે રાજા તેના પુત્ર ઉપર પ્રસન્ન થયો, તેથી તેણે તેના પુત્રને રાજ્યગાદીએ બેસાડવાની ઈચ્છા જણાવી, ત્યારે શું તે દડિક રાજા પિતાના પુત્રને રાજા બનાવવાની અનુમતિ ન આપે ? અર્થાત્ આપે! એમ હારે પુત્ર જે મહાવ્રતનું રાજ્ય પામે છે તો તું કેમ સંમતિ નથી આપતે ? એમ સમજાવવાથી જે (અનુમતિ આપે તો પુત્રને ઉપસ્થાપ, પણ સમજાવવા છતાં) તે ન માને તે પાંચ દિવસ ઉપસ્થાપના અટકાવવી, પાંચ દિવસ પછી પુનઃ સમજાવ, છતાં અનુમતિ ન આપે તે બીજા પાંચ દિવસ વિલમ્બ કરો, પુનઃ સમજાવવા છતાં ન માને તે ત્રીજી વાર પાંચ દિવસ રોકાવું, એમ ત્રણ વાર પાંચ પાંચ દિવસ વિલમ્બ કરતાં પણ જે સ્થવિર ભણીને પ્રાપ્ત (ગ્ય) થઈ શકે તે બન્નેને સાથે ઉપસ્થાપવા અને એમ કરવા છતાં સ્થવિર એગ્ય ન થાય અને અનુમતિ પણ ન આપે તો ક્ષુલ્લકની ઉપસ્થાપના કરવી, અથવા તે કહ્યુશળ એટલે વસ્તુના (તે વ્યક્તિના સ્વભાવને જોઈને વર્તવું, અર્થાત્ તે માનદશાવાળો સ્થવિર એમ માને કે “પુત્રને પ્રણામ કેમ કરૂં?” તે ત્રણ વાર પાંચ-પાંચ દિવસો ગયા પછી પણ ક્ષુલ્લકને ઉપસ્થાપો નહિ. કારણ કે માનભગ થવાથી સ્થવિર દીક્ષા છોડી દે, અથવા ગુરૂ કે ક્ષુલ્લક પ્રત્યે દ્વેષી ૧૨થાય માટે ત્યાં સુધી રેકો કે સ્થવિર “ઝાઝી” =ભણુને પ્રાપ્ત થાય. ૨૧૨-તે ધર્મ કાર્ય નિરવ છે કે ઉત્સર્ગ માગે જેનાથી કોઈને અપ્રીતિ આદિ ન થાય, માટે તે તે કાર્યમાં જે જે વ્યકિત અપેક્ષિત હોય તે દરેકના પરિણામની રક્ષા થાય તેમ વર્તવું, અન્યથા અન્યને દ્વેષાદિમાં નિમિત્ત બનનારને પણ કમબન્ધ થાય છે. પૂજ્યપાદ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ સ્વરચિત પ્રચ્છન્નભેજનાષ્ટકમાં કહે છે કે-ઉપાય છતાં પ્રમાદથી અન્યને રાગ-દ્વેષાદિમાં નિમિત્ત બનનારને પણ કર્મબન્ધ થાય છે. અહીં યોગ્ય છતાં લઘુની ઉપસ્થાપનાને અટકાવવામાં પણ શાસ્ત્રકારોને એ જ આશય છે, એકને ધર્મમાં સહાય કરતાં છતે ઉપાયે અન્યને અધર્મમાં નિમિત્ત થવું એ વસ્તુતઃ ધર્મની એળખાણના અભાવનું અને ભાવદયાની ન્યુનનતાનું પ્રતીક છે, સર્વ જીવના હિતની બુદ્ધિ પ્રગટયા વિના એક જીવનું કે પોતાનું પણ હિત થઈ શકતું નથી, ઈત્યાદિ જૈનશાસ્ત્રનું રહસ્યને વિચારવાથી, મહાત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy