________________
૩૨૦
- દૂધ સં૦ ભાવ ૨ વિ. ૩-ગા૧૦૬-૧૦૭ કહેવાનું છે તે હવે (ઉપસ્થાપના અધિકારની) પછી કહીશું.
સામાચારીને અધિકાર પૂર્ણ કરી હવે ઉપસ્થાપના કહે છે –
એ ત્રણ પ્રકારની સામાચારીને આરાધનારા આત્મામાં ઉપસ્થાપનાની એટલે છેદેપસ્થાપના નામના બીજા ચારિત્રની યેગ્યતા પ્રગટે છે, તે જણાવતાં કહે છે કે –
मूलम्-"एवमाराधयन् सामाचारी सर्वात्मना यतिः।
મuસ્થાપના, તા ર ા યથાવિધિ IPદ્દા” મૂળને અથએ પ્રમાણે સામાચારીનું અખંડ આરાધન કરતે સાધુ ઉપસ્થાપના માટે યોગ્ય બને, ત્યારે તે ઉપસ્થાપના વિધિપૂર્વક કરવી.
ટીકાને ભાવાર્થ–ઉપર જેનું સ્વરૂપ જણાવ્યું તે સામાચારીનું સર્વ પ્રયત્નથી એટલે અખડુ (સતત) પાલન કરતો “યતિ એટલે જેનું સ્વરૂપ ગ્રન્થના પ્રારમ્ભમાં જ કહ્યું તે સાધુ, ઉપસ્થાપના એટલે જેના દ્વારા વ્રતનું આરોપણ કરાય તે (પાંચ ચારિત્રે પિકી) બીજા ચારિત્રને યેગ્ય બને છે. તેથી હવે તેની જ કર્તવ્યતા જણાવે છે કે-(શિષ્યમાં) તે ઉપસ્થાપના ગુરૂએ યથાવિધિ એટલે આગમમાં કહેલા વિધિ પ્રમાણે કરવી. તેમાં પહેલાં ઉપસ્થાપના માટે શિષ્યની યેગ્યતાનું સ્વરૂપ જણાવે છે કે –
મૂ-“જ્ઞાતાપરિક્ષાદ્રિ-સ્થાuિvસંયુતઃ
प्रियधर्माऽवद्यभीरु-रुपस्थाप्योऽयमुच्यते ॥२०७॥" મૂળને અર્થ——“શસ્ત્રપરિજ્ઞા અધ્યયન આદિ શાસ્ત્રને અર્થ પૂર્વક જેણે જાણ્યાં છે, ત્યાગ, શ્રદ્ધા, સંવેગ, વિગેરે ગુણોથી જે યુક્ત છે, ચારિત્રધર્મ જેને પ્રિય છે અને હિંસાદિ પાપોને જેને ભય પ્રગડ્યો છે, તેને ઉપસ્થાપના માટે એગ્ય કહેલો છે.
ટીકાને ભાવાર્થ-શ્રીજિનેશ્વરોએ આવા સાધુને ઉપસ્થાપના એટલે મહાવ્રતનું આરોપણ કરવા માટે એગ્ય કહ્યો છે, એ ગ્યતાને જ કહે છે કે-જાણ્યાં છે શસ્ત્રપરિજ્ઞાદિ શાસ્ત્રો જેણે અહીં “શસ્ત્ર પરિજ્ઞા એટલે આચારાલ્ગસૂત્રનું પ્રથમ અધ્યયન સમજવું, તથા આદિ શબ્દથી દશવૈકાલિક, વિગેરે આગમને જેણે અર્થથી જાણ્યાં છે તે, “અર્થથી એમ કહેવાને આશય એ છે કે સૂત્ર તે જેને જે જેટલું ઉચિત હોય તે તેટલું જ ભણાવી શકાય છે. વસ્તુતઃ શઅપરિગ્નાદિ અર્થથી જેણે જાણ્યાં હોય તે જ જયણામાં કુશળ બની શકે છે, કારણ કે એવા અર્થના જ્ઞાન વિના દયાને પાલી (કરી શકાતી નથી. પૂર્વર્ષિનું કથન છે કે
ર૦૯-શાસ્ત્રોને જાયા વિના અહિંસાદિ મહાવ્રતનું પાલન શક્ય નથી, કારણ કે સાધુને સર્વ કાર્યમાં એક શાસ્ત્ર જ નિર્મળ ચહ્યું છે, જેમ અબ્ધ માર્ગ–અમાર્ગને નિર્ણય કરી શકતા નથી તેમ અજ્ઞ પણ કાર્યકાર્યને વિવેક કરી શકતો નથી. શાસ્ત્રો જાણવા છતાં વિષય કષાયાદિને ત્યાગ ન હોય તો અહિંસાનું પાલન શકય નથી, કારણ કે હિંસાનાં એ મુખ્ય કારણ છે, વિષયાદિને ત્યાગ પણ શ્રધ્ધાસંવેગ વિનાને હેાય તો તે વૈરાગ્ય મૂલક નહિ હેવાથી ઉલટે રાગ અને દ્વેષને પિષક બને છે, પરિ. ણામે હિંસાદિ અનિવાર્ય બને છે. માટે જ્ઞાની અને ત્યાગાદિ ગુણવાળા ઉ૫સ્થાપનાને યોગ્ય બને છે એમ છતાં સંયમ પ્રત્યે પ્રીતિ ન હોય તે પ્રાપ્ત થએલા મહાવ્રતોથી જે સંયમમાં (આત્મશુદ્ધિમાં) વિકાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org