________________
દશધા સામાચારીનું સ્વરૂપ
૩૧૯ ઉભા રહેવું, બેસવું, વિગેરે ન ક૨. ગાથામાં “ગાઈ પદમાં આદિ પાઠ છે તેનાથી પરવિગ્રહના જ બીજા અવાન્તર ભેદ સમજવા.
એ ગૃહસ્થની ઉપસમ્મદા કહી, આ પ્રમાણે સામાચારીનું વર્ણન પૂર્ણ થયું. ચકની જેમ પદે પદે ભમે તે કારણે જેનું નામ “ચકવાલ છે, તે દશ પ્રકારની ચક્રવાલ સામાચારીનું સેવન (પાલન) કરનારા આત્માઓને મહાનું ફળ મળે છે. કહ્યું છે કે
“एयं सामायारिं, जुजंता चरणकरणमाउत्ता।
સાદુ વયંતિ જમ્મ, વોમિનિયમid II૭રરા” (ભાવ) નિ.) ભાવાર્થ–ચરણ-કરણ સિત્તરમાં ઉદ્યમી સાધુઓ આ સામાચારીનું પાલન કરવાથી અનેક ભવનું બાંધેલું અનતું કર્મ અપાવે છે.૨૦૮ પ્રવચનસારોદ્ધારમાં તે આ ચક્રવાલ સામાચારી નીચે પ્રમાણે બીજી રીતે વર્ણવી છે—
" पडिलेहणापमज्जण-भिक्खिरियाऽऽलोय-मुंजणा चेव ।
पत्तगधुवणविआरा, थंडिलआवस्सयाईआ ॥७६८।" (प्रव० सारो०) ભાવાર્થ–૧–સવાર સાંજનું વસ્ત્ર પાત્રાદિનું પ્રતિલેખન, ૨-વસતિની પ્રમાર્જના, ૩-ભિક્ષા માટે ફરવું, ૪–આવીને ઈપથિકી પ્રતિક્રમણાદિ કરવું, પ-ભિક્ષા આલોચવી, ૬-આહાર વાપવે, પાત્ર વાં, ૮-વડીનીતિ માટે બહાર ભૂમિએ જવું, ૯-૨૭ સ્થષ્ઠિલ પડિલેહવા (માંડલા કરવાં) અને ૧૦-પ્રતિકમણ કરવું, કાલ ગ્રહણ કરે, ઈત્યાદિ નિત્ય કરવાની દશવિધ સામાચારી પુખ્યવસ્તુ ગ્રન્થના બીજા દ્વારમાં કહી છે, તે વિસ્તારના અથએ ત્યાંથી જોઈ લેવી) એનું વર્ણન આ ગ્રન્થમાં ઓઘસામાચારીની અન્તર્ગત લગભગ કહેવાઈ ગયું છે.
હવે ત્રીજી પદવિભાગ સામાચારીને કહેવા પ્રસંગ આવ્યા, તે સામાચારી કલ૫, વ્યવહાર, નામનાં છેદ સૂત્રોરૂપ છે અને તેને વિસ્તાર ઘણે છે તેથી અહીં તે માત્ર તેનું સ્વરૂપ જ ટુંકાણમાં કહીએ છીએ. (મૂળ ૧૦૫માં શ્લેકના ઉત્તરાદ્ધમાં “મઃ પવિમાનીતુ, :ખવાર કહ્યું છે, તેમાં “ઉત્સર્ગ અને અપવાદ જેને અર્થ પૂર્વે જણાવ્યું છે, તે બેને જે વિભાગ તેને “પદવિભાગ જાણ. અર્થાત્ ઉત્સર્ગ અને અપવાદરૂપ બે પદેને (ભાગનો) વિભાગ તે પવિભાગ’ એવી વ્યુત્પત્તિ સમજવી. “તું” અવ્યય “સમ્યફ” એવા વિશેષણાર્થે હોવાથી સમ્યગ પદવિભાગ એમ સમજવું. એ બેને વિવેક બૃહત્કલ્પ, વ્યવહાર, વિગેરે ગ્રન્થોમાં છે, તે તેમાંથી જાણવો. અહીં તે માત્ર “ઉત્સર્ગ–અપવાદને સમ્યગુ ભેદ સમજાવનારી સામાચારી તે પદવિભાગ સામાચારી’ એટલું જ સમજવું. તે નિમિત્તની આલોચના અને પ્રાયશ્ચિત્ત, વિગેરે
૨૦૮-આ દશ પ્રકારની સામાચારી સાધુતાની (રાગ-દ્વેષાદિને વિજય કરવારૂ૫) સાધનામાં પ્રબળ સાધન છે એમ તે સ્વરૂપને વિચારતાં સમજાય તેવું છે. માટે જ શ્રી જિનાજ્ઞાના બહમાનવાળા અને ગુરૂ આજ્ઞાને આધીન રહીને આ સામાચારીનું પાલન કરનારે મહામુનિ અવશ્ય રાગ-દ્વેષાદિને વિજય કરી સંસારનાં બીજભૂત અનન્ત કર્મોને નાશ કરે છે, એમ કહ્યું તે પૂર્ણ સત્ય છે. અહીં જે જે કળ વિગેરે જણાવ્યું છે તે મહાપુરૂએ પોતાના અનુભવથી સિદ્ધ કરેલું હાઈ પરમ સત્ય છે. તેમાં આદર અને શ્રદ્ધા કેળવવાથી જીવને તે લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org