________________
-
-
-
૩૧૮
[ધ સંભા. ૨ વિ. –ગા૦ ૧૦૪-૧૦૫ આવે.) જે પૂછવાથી તેઓ પણ એમ કહે કે “અમારે એક તપસ્વી(ની વૈયાવચ્ચ કરવાની છે જ, માટે તેને તપ પૂર્ણ થયા પછી અવશ્ય (નવા તપસ્વીની વૈયાવચ્ચ વિગેરે) કરીશું, તે આવેલાનેત્યાં સુધી પાસે રાખ. જે ગચ્છના સાધુઓ સર્વથા ન ઈ છે તે વિસર્જન (વિદાય) કરો અને ગચ્છની અનુમતિ મળે તે અવશ્ય સ્વીકાર કરવો. ગણે પણ વિધિપૂર્વક ઉપસમ્મદા સ્વીકારનારા તપસ્વીનાં “ઉદ્વર્તન (શરીર ચાળવું) વિગેરે કાર્યો કરવાં. પ્રમાદ કે વિરમૃતિ આદિથી જે શિષ્ય તેની વૈયાવચ્ચ ન કરે તે તેને આચાર્યો નેદના (પ્રેરણા) કરવી, ઈત્યાદિ સ્વયં સમજી લેવું. ૨૦૭ ચારિત્ર ઉપસર્પદાની વિધિમાં એટલું વિશેષ છે કે
ડવા જ છે, તે તે કારને શf()તો.
કવા સમાળિય, સાળા વા(વિ) વિસ(વા) ૭રબા” (લાવ. નિ.) વ્યાખ્યા-જે કારણથી ઉપસર્પદો સ્વીકારી હોય અને ‘શબ્દથી સામાચારીરૂપ કઈ પણ કારણે આવ્યો હોય તે વૈયાવચ્ચાદિ કારણને જે તે પૂર્ણ કરતે ન હોય તે આચાચે તેને તે યાદ કરાવવું, અથવા જે અવિનીત હોય તે તેને છૂટે કર-તજી પણ દે, તે પણ જ્યારે તે કારણ પૂર્ણ ન કરતે હોય ત્યારે જ સ્મરણ કરાવવું કે તજી દેવો. કિન્તુ જે કારણે ઉપસર્પદ સ્વીકારી હોય તે પૂર્ણ કરતે હેય તે પૂર્ણ થાય ત્યારે “તમારું પ્રયજન સમાપ્ત થયું છે એમ યાદ કરાવવું, અથવા વિસર્જન કર. (તેના મૂળ ગુરૂ પાસે જવાનું કહેવું).
એ રીતે સાધુઉપસભ્યદાનું વર્ણન પૂર્ણ થયું, હવે ગૃહસ્થની ઉપસમ્મદા માટે કહે છે. તેમાં સાધુઓની મર્યાદા છે-કે “વિહારનો માર્ગ વિગેરે કોઈ પણ સ્થળે સાધુને થોડો ટાઈમ વૃક્ષની નીચે રેકાવું પડે તે પણ તેના માલિકની) અનુજ્ઞા મેળવીને રહેવું. કહ્યું છે કે –
" इत्तरिअंपि न कप्पइ, अविदिन्नं खलु परोग्गहाईसु ।
જિદિનું નિરીફા વ, તરવારનવેદૃાા ૭૨?” (કાવ. નિ.) ભાવાર્થ-ત્રીજા વ્રતના રક્ષણ માટે સાધુને સ્થાનના માલિકે સ્થાનના જે જે ભાગને ઉપયોગ કરવાની અનુમતિ ન આપી હોય તે અવગ્રહમાં (ભાગમાં) સ્વલ્પ કાળ માટે પણ
૨૦૭–ઉપસમ્પરામાં સાધુતાના વિકાસ માટેની વિશિષ્ટ વ્યવસ્થા છે. જેમ ગૃહસ્થને પિતાના ક્ષેત્રમાં આજીવિકા મેળવવી દુર્લભ હોય, અગર વિશેષ મેળવવાનું શકય ન હોય તે પુત્રાદિને વ્યાપારાદિ માટે અન્ય દેશમાં મોકલવાને વ્યવહાર છે, તેમ શિષ્યને તેની આરાધનાની વિશિષ્ટ ભાવના પૂર્ણ કરવાની કચ્છમાં સગવડ ન હોય તો જ્ઞાન, વૈયાવચ્ચ અને વિશિષ્ટ તપની આરાધના માટે અન્ય ગચ્છમાં મેકલવાથી ગુરૂને પણ આરાધના થવા સાથે ગુરૂપદની જવાબદારી પણ સચવાય છે. બીજી બાજુ ગુરૂની આજ્ઞાથી વૈયાવચ્ચ કે તપ માટે આવેલા રાખવામાં જે શાસ્ત્રીય વ્યવસ્થા અહીં કહી છે તે પણ સ્વપર અતિ ઉપકારક છે. પોતાના કે પોતાની નિશ્રામાં રહેલા સાધુઓની આરાધનાને કે ભાવનાને ક્ષતિ ન પહોંચે તેમ આગન્તુકને રાખવાથી ઉભયનું હિત સુરક્ષિત બને છે, એટલું જ નહિ, પિતાની છે તે વિષયની શક્તિ અને સામગ્રીને બીજાની આરાધનામાં ઉપયોગ થવાથી તે સફળ થાય છે, સંકુચિત વૃત્તિને નાશ થાય છે અને અન્યોન્ય સાધુ સમુદાયને ધર્મ સ્નેહ વધવાથી અન્ય જન્મમાં પણ તે આત્માઓ પરસ્પર ધર્મમાં સહાયક થાય છે. એટલું જ નહિ, આગામી જન્મમાં પણ એ સંબધ અખરડ બનીને આખરે મેક્ષમાં (પૂર્ણ) શાશ્વત બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org