________________
૩૧૨
[૫૦ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૦૪-૧૦૫ કરવું જોઈએ. તે મર્યાદા એવી છે કે–પિતાના ગુરૂની પાસેથી અહીં આવતાં માર્ગમાં શિષ્યાદિ જે જે મલ્યું હોય તે નાલબદ્ધવ લીસિવાયનું હોય તે તે (ઉપસમ્પન્ન) ગુરૂને આપવું અને ગુરૂએ પણ એ વ્યવહારનું પાલન કરવું. એમ કરવાથી ગુરૂને આગન્તુક ઉપર કે તેને મળેલા શિષ્યાદિ ઉપર પોતાનું સ્વામિત્વ ન થાય, નિઃસંગતાનું રક્ષણ થાય, ઇતર એટલે ઉપસંપન્નની અપેક્ષાએ પોતાના મૂળ ગુરૂ, તેઓની પૂજા પણ નાલબદ્ધ શિષ્યાદિ ઉપસમ્પન્ન ગુરૂને ન આપતાં તેઓને આપવાથી થાય, (અથવા ‘ઈતર એટલે પોતાના મૂળ ગુરૂની અપેક્ષાએ બીજા ઉપસમ્પન્ન ગુરૂને નાલબદ્ધ સિવાયનું આપવાથી તેની પૂજા થાય, એમ અર્થ સમજો. આ પ્રકારને પરસ્પરને ક૯૫ છે એમ શ્રી જિનેશ્વરે કહેલું છે). એ વ્યવહાર સાચવવાથી બન્નેને પરસ્પર શુભ ભાવ (વાત્સલ્ય અને પૂજ્ય ભાવ ન ઘટે (પ્રગટે) અને તેથી શ્રુતજ્ઞાન પણ યથાર્થ (ચારિત્રમાં શુદ્ધિ-વૃદ્ધિકારક થાય તે રીતે) પરિણામ પામે (આત્મસાત્ થાય). અન્યથા ભણવા-ભણાવવા છતાં પ્રયત્ન વ્યર્થ થાય, માટે શિષ્ય આભાબે દાન કરવું અને ગુરૂએ પણ લેભથી નહિ, કિન્તુ આગન્તુકને અનુગ્રહ કરવાની બુદ્ધિએ સ્વીકારવું જોઈએ. ૨૦૪
ચારિત્ર માટેની ઉપસમ્પદાના બે પ્રકારે જણાવતાં (ઉપર આવશ્યક નિર્યુક્તિની ૬૯ મી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે “વેચાત્તે મળે લાવવા ” અર્થાત્ ચારિત્રની ઉપસમ્મદા એક વૈયાવચ્ચ વિષયક અને બીજી ક્ષપણ (ત૫) વિષયક કહી છે, તે કાળની અપેક્ષાએ યાવન્યજીવ સુધીની અને (ગાથામાં કહેલા “ચ પદથી) અમુક મર્યાદિત કાળ સુધીની પણ હોય છે. તેનું સ્વરૂપ (ભાવાર્થ આ પ્રમાણે છે–પિતાના ચારિત્ર (નીવૃદ્ધિ કે શુદ્ધિ) માટે કેઈ સાધુ આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે ત્યારે કાળથી તે અમુક કાળ કે યાજજીવ સુધી પણ વૈયાવચકાર થાય. એ પ્રમાણે કઈ તપસ્વી તપ માટે ઉપસમ્મદા સ્વીકારે તો પણ તે અમુક કાળ સુધી કે યાજજીવ તેઓની નિશ્રામાં રહે. જ્ઞાનની ઉપસમ્પરા સ્વીકારવાને વિધિ પચવસ્તકમાં એ રીતે કહ્યો છે કે—
મના નિ(હિ) શાવર(વા), વિશ્વાસ વંત છે.
भासंतो होइ जिट्ठो, न उ परिया(पज्जा)एण तो वंदे ॥१००१॥" (पञ्चवस्तु) ભાવાર્થભૂમિપ્રમાર્જન, નિષદ્યા (આસન), અક્ષ (સ્થાપનાચાર્ય), કૃતિકર્મ (વન્દન), કાયેત્સર્ગ, અને ઝને વન્દન, એ છ દ્વારેથી આ વિધિ કહીશું, તેમાં વાચનાદાતા પર્યાયથી લઘુ હોય તે પણ જ્ઞાનથી રત્નાધિક હોવાથી તેઓને વાંદવા. હવે પ્રત્યેક દ્વારને વર્ણવે છે કે –
૨૦૩-શાસ્ત્રમાં આ બાવીસને નાલબદ્ધ કહેલાં છે-માતા, પિતા, ભાઈ, બ્રેન, પુત્ર, પુત્રી. મોસાળના દાદા, દાદી, મામે, માસી પિતાનાં દાદા, દાદી, કાકો, ફાઈ, ભત્રીજો, ભત્રીજી, ભાણેજ, ભાણેજી. પુત્રનાં પુત્ર-પુત્રી અને પુત્રીનાં પુત્ર-પુત્રી. એ બાવીશ નાલબદ્ધ કહ્યાં છે, તે સિવાયનાં કેઇ દીક્ષા લેવા માગે છે તે ઉપસમ્પન્ન ગુરૂને આપવાં, અને એ બાવીશ પિકીને કોઈ દીક્ષાથી આવે તે પોતાના મૂળ ગુરૂને સંપ.
૨૦૪-ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અપ્રાપ્તિના ગે થતા રાગ-દ્વેષાદિના પરિણામથી બંધાતું કર્મ સંસારમાં જન્મ મરણદિના કલેશને અનુભવ કરાવે છે, માનવ જીવન અને એમાં પણ સાધુધર્મ એવાં નિમિત્તાની સામે આત્માને સમભાવ કેળવવાનું બળ પૂરે છે, છતાં સમતાના અભ્યાસ કાળમાં જીવ એવા નિમિત્તોને વશ બની જ્યારે સમતાને ચૂકે છે ત્યારે શાસ્ત્રીય વ્યવસ્થા એને એમાંથી બચાવી લે છે. ઉપર કહેલા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org