________________
૨૯૮
દૂધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૦૪-૧૦૫ સાપેક્ષ યતિધર્મ છે, તે ક્યાં સુધી કરે તે માટે કહે છે કે-પ્રભાતિક કાળગ્રહણની વેળા થાય ત્યાં સુધી, અર્થાત્ તેટલી સ્વાધ્યાયની વેળા જાણવી. આ સ્વાધ્યાય “ચેથા પ્રહરે જાગ્યા પછી (કુસુમિણ દુસુમિણ) કાઉસ્સગ્ન વિગેરે વિધિ કરીને પછી કરે આ પ્રમાણે પહેલાં દિનચર્યાનું વર્ણન કરતાં પ્રારમ્ભમાં આ ગ્રન્થમાં જ કહ્યું છે, છતાં દિવસની પહેલી અને છેલલી ક્રિયાનું અનુસન્ધાન જણાવવા માટે અહીં પુનઃ કાઉસ્સગ વિગેરે વિધિ યાદ કરાવ્યો છે, માટે પુનરૂક્ત દોષ નથી અને પૂર્વે કહ્યો તે ઉપરાન્ત નવો વિધિ પણ નથી, એમ સમજવું.
- પ્રભાતિકકાળ ઉપાધ્યાય કે અન્ય વડીલને જણાવીને ગ્રહણ કરે, તે પછી ગુરૂ (આચાર્ય) જાગે એ પણ પૂર્વે કહ્યું જ છે. હવે પ્રતિદિન કરવાની દિનકરણને ઉપસંહાર કરતાં કહે છે કે-એમ જે જે પ્રકારે દિન-રાત્રિનું કર્તવ્ય કહ્યું કે તે પ્રકારે કરવું તે સાપેક્ષ યતિધર્મ છે, એમ વાક્યાર્થીને સંબન્ધ સમજ. એ કર્તવ્ય કેઈને અશુભ યોગોથી પણ થાય માટે કહે છે કેશુભગોથી કરવું, અર્થાત્ પ્રશસ્ત મન-વચન અને કાયારૂપ શુભ હેતુઓ દ્વારા દિનચર્યા કરવી.
એ રીતે અહીં સુધી દિનચર્યાનું વર્ણન કરવા દ્વારા તેના અગ્રભૂત (નિત્ય કર્તવ્યભૂત) ૧–પ્રતિલેખના, ૨-પિણ્ડ, ૩–ઉપધિ અને ૪-અનાયતનના ત્યાગ (શુદ્ધ વસતિના સેવન)રૂપ ઓઘ સામાચારીમાં કહેલાં ચાર દ્વારેનું વર્ણન કર્યું, બાકી રહેલા અતિચાર–આલોચના અને પ્રાયશ્ચિત્ત રૂ૫ ત્રણ દ્વારે તે તે સ્થાને કહીશું, એ પ્રમાણે ઘસામાચારીને ક્રમ જણાવ્યું, હવે દશધા અને પદવિભાગ એ બાકીની બે સામાચારીઓનું સ્વરૂપ જણાવતાં કહે છે કે
मूलम्-" इच्छामिच्छातथाकारा, गताऽवश्यनिषेधयोः।
आपृच्छा प्रतिपृच्छा च, छन्दना च निमन्त्रणा ॥१०४॥ उपसम्पच्चेति जिनैः, प्रज्ञप्ता दशधाभिधा।
મેડ પવિમાનતુ, કુતisષવાલયઃ ૦૫' ગુમન્ | મૂળને અર્થ–૧–ઈચ્છાકાર, ૨-મિથ્યાકાર, ૩-તથાકાર, ૪-આશ્યિકી, પ–ધિકી, ૬પૃચ્છા, –પ્રતિપૃર છા, ૮-છન્દના, ૯-નિમન્ત્રણ અને ૧૦-ઉપસમ્મદા, એમ જિનેશ્વરેએ “દશધા નામની સામાચારી કહી છે. પદવિભાગ સામાચારી તે ઉત્સર્ગ–અપવાદના ભેદસ્વરૂપ છે. (૧૦૪-૧૦૫)
ટીકાને ભાવાર્થ_શ્રી જિનેશ્વરએ કહેલી દશા સામાચારી આ પ્રમાણે છે-મૂલ પ્લેકમાં ઇચ્છા” વિગેરે પદને અન્ત કહે “કાર' શબ્દ પ્રમવાચક છે અને તે ઈચ્છાદિ ત્રણે શબ્દો સાથે સંબન્ધ ધરાવે છે, તેથી “શ્રદ્ધા” અર્થવાળે ઈચ્છા શબ્દ, લીક (વિપરીત) અર્થવાળે મિચ્યા’ શબ્દ, અને અવિતથ (તેમજ વ્યથાર્થ–સાચું વિગેરે) અર્થ જણાવનારે “તથા” શબ્દ, એ ત્રણેનું “કાર' એટલે કરવું, અર્થાત્ તે તે વિષયમાં તે તે પ્રમાણે આચરવું તેને ૧–ઈચ્છાકાર, ૨-મિથ્યાકાર અને ૩–તથાકાર કહેવાય છે, એમ ત્રણેને સમગ્ર (સમાસાન્ત) અર્થ સમજવો. ભિન્ન ભિન્ન અર્થ નીચે પ્રમાણે છે.
૧-ઈચ્છાકાર ઈચ્છવું તે ઈચ્છા અને કરવું તે કાર ” અર્થાત્ બલાત્કાર વિના ઈચ્છાનુસાર કરવું તે. એથી “હારી ઈચ્છા હોય તે આ અમુક કાર્ય કર, અથવા તમારી ઈચ્છા હોય તે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibraty.org