SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ asna - માયા ૨૯૪ Tધ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૦૦ जइ मे हुज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए । आहारमुवहिदेहं, सव्वं (तिविहं) तिविहेण वोसिरिअं ॥३६५॥ इच्चाइ चिंतयंता, निद्दासुक्खं करंति खणमित्तं । तत्थ वि निम्भरनिई, पमायभीरू विवज्जति ॥३६॥" यतिदिनचर्या ॥ ભાવાર્થ-શર્કસ્તવ (ચઉકસાયથી જયવીરાય સુધી) કહીને, સંથારા ઉત્તરપટ્ટાને જોઈને (પ્રમાઈને), બન્ને ભેગાં કરીને ઢીંચણ ઉપર મૂકીને સંથાર પાથરવાની ભૂમિને પ્રમાજે (૩૫૭). પછી ત્યાં તેને પાથરીને તેમાં બે હાથ મૂકીને ગુરૂને કહે કે “મને આજ્ઞા આપે,૧૯૨ નિસહિ, નમસ્કાર થાઓ, ક્ષમાશ્રમણ એવા પૂજેને વિગેરે (૩૫૮). એમ કહી સંથારામાં બેસીને મુખવસ્ત્રિકા પડિલેહે, પછી “શ્રી નમસ્કાર મન્ત્ર અને “કરેમિ ભંતે.” ત્રણ વાર કહે, પછી ડાબા પડખે (૩૫૯) હાથનું ઉપધાન (સીયુ) કરીને કુક્કડીની જેમ બે પગ આકાશમાં (ઉંચે) લાંબા કરીને સુવે, એમ કરતાં થાકે ત્યારે સંથારા ઉપરની ભૂમિને પ્રમાર્જિન વિધિપૂર્વક પગેને સંથારામાં લાંબા કરે (૩૬૦). “જે મારા આ શરીરને આ રાત્રિમાં પ્રમાદ (વિયેગ) થાય તે આહાર, ઉપાધિ અને શરીર, એ સર્વને (ત્રણેને) ત્રિવિધ ત્રિવિધે હું વોસિરાવું છું (૩૬૫). ઈત્યાદિ ધ્યાન કરતા સાધુઓ ક્ષણમાત્ર નિદ્રા સુખને અનુભવ કરે (ઉંઘ), તેમાં પણ સાધુઓ પ્રમાદભીરૂ હેવાથી ઘોર નિદ્રાથી ન ઉઘે (૩૬૬). એ પ્રમાણે રાત્રિના પહેલા પ્રહરનું કર્તવ્ય કહ્યું, હવે બીજા પ્રહરમાં સર્વ સાધુઓ ઉઘે કે કેઈ જાગે ? એ જાણવાની ઈચ્છા થયે છતે પુરૂષભેદને (તે તે સાધુઓને ઉદ્દેશીને બીજા તથા ત્રીજા પ્રહરમાં કરવા યોગ્ય ભિન્ન ભિન્ન વિધિને જણાવે છે– मूलम्-" स्थविराणां द्वितीयेऽपि, यामे सूत्रार्थभावनम् । અદ્ધરાત્રિ, વતી પ્રવ્રુf તૈઃ ? ” મુળને અર્થ સ્થવિર સાધુઓએ બીજા પ્રહરે પણ સ્વાર્થનું ચિન્તન કરવું અને ત્રીજો પ્રહર શરૂ થાય ત્યારે તેઓએ અર્ધરાત્રિક (અદ્ધરત્તી) કાળ લે. (૧૦૦) ટીકાને ભાવાર્થ-સ્થવિર એટલે પ્રૌઢ ગીતાર્થ સાધુઓએ રાત્રિના પહેલા પ્રહરની જેમ બીજા પ્રહરે પણ સૂત્રોનું અને અર્થોનું ચિન્તન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે, એમ પૂર્વની જેમ વાકયસંબન્ધ સમજવો. પછી ત્રીજે પ્રહર શરૂ થાય ત્યારે તે જ સ્થવિર સાધુઓએ અદ્ધરાત્રિક નામના બીજા કાળને ગ્રહણ કરવો, અર્થાત્ શુદ્ધિપૂર્વક બીજું (અદ્ધરતી) કાલગ્રહણ કરવું. તાત્પર્ય કે વૃષભ (પ્રૌઢ) ગીતાર્થ સાધુઓ (શેષ નિદ્રાધીન થએલા સાધુઓના રક્ષણ માટે બીજા પ્રહરે પણ જાગતા રહે) અને સૂત્રોનું અને અર્થનું ચિન્તન કરતા બીજે પ્રહર પૂર્ણ કરે, તે પછી ત્રીજા પ્રહરના પ્રારમ્ભ તેઓ જ ઉપાધ્યાય વિગેરે વડીલને જણાવીને (અનુમતિ મેળવીને) અદ્ધરાત્રિક કાળ લે, કારણ કે અન્ય સાધુઓ તે સમયે સુતેલા હોય. કહ્યું છે કે – ૧૯૨-સાર્વજનિક વસતિમાં રાત્રિએ અંધકારથી અન્ય મુસાફરે વિગેરે સંથારાદિનું હરણ ન કરી શકે, એ કારણે હાથ મૂકીને પરિસી ભણાવે એવું પૂર્વકાળે વ્યવહારમાં હતું. વળી અહીં “મને આશા આપે, નિસ્સીહિ,નમસ્કાર થાઓ, ક્ષમાશ્રમણનેઈત્યાદિ શબ્દ સૂચન માત્ર હાવાથી પરિસિને પાઠ સંપૂર્ણ બોલવાનું સમજી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy