________________
૨૯૨
[ધવ સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૯૯ અને (સંથારામાં બેસવાની) અનુજ્ઞા આપિ” પુનઃ ત્રણવાર સામાયિકસૂત્ર (કરેમિ ભંતે !) કહીને સુવે. એ પ્રમાણે સંથારે કરવાને ક્રમ વિધિ જાણ.
સંથારામાં આરૂઢ થતાં ત્રણવાર “કરેમિ ભંતે !” કહીને “આણુજાણહવિગેરે પાઠથી એમ જણાવે કે “અમને સંથારાની અનુજ્ઞા આપો” પુનઃ ભુજાનું ઓશીકું કરીને ડાબા પડખે શયન કરે, તેમાં કુકડીની જેમ પગ ઉંચે લાંબા કરે.
બતન્ત ઉંચે પગ લાંબા ન રાખી શકે તે સંથારાને પ્રમાર્જિને બે પગ તેમાં મૂકે.
રસંગોફગ સંહાસ ઈત્યાદિને અર્થ પુનઃ જ્યારે પગ ટુંકા કરે ત્યારે “સંડાસા એટલે સાથળના સાંધાઓ વિગેરેને પ્રમાજીને ટુંકા કરે, અને પાસું બદલતાં કાયાને (તથા સંથારાની તેટલી ભૂમિને) પ્રમા, એ શયન કરવાની વિધિ જાણો.
- હવે લઘુનીતિ માટે ઉઠતાં શું કરવું? તે કહે છે કે-દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે. (તેમાં દ્રવ્યથી પિતે કેણ છે ? ઈત્યાદિ, ક્ષેત્રથી ક્યાં સુતેલે છે, કાળથી અત્યારે કયે સમય છે, અને ભાવથી પોતાના કર્તવ્ય આદિને ખ્યાલ કરે.) તેમ છતાં નિદ્રા ન છૂટે તે શ્વાસને રેકે, એમ છતાં નિદ્રા ન ટળે તે છેવટે પ્રકાશનું દ્વાર જુએ, તે પછી સંથારામાં બેઠાં બેઠાં જ ત્રણવાર “આસ પદને બેલે, પછી પગ ટુંકા કરે, પછી ઉઠીને “આવસહિ અને આસજ શબ્દોને વારંવાર બોલતે ભૂમિને પ્રમાર્જતે દ્વાર સુધી જાય, બહાર ગયા પછી તે પ્રમાર્જનાદિ કરવાથી ગૃહસ્થને “ચેર હશે” વિગેરે શક્કા થાય માટે પ્રમાર્જનાદિ ન કરે. એ પ્રમાણે પેત વસતિન વિધિ કહ્યો.
હવે જે વસતિ ન્હાની હોય તે બેઠાં બેઠાં આગળની ભૂમિને હાથ વડે સ્પર્શ કરે અને પગને પ્રમાર્જિને ત્યાં મૂકતો જાય, એ પ્રમાણે જયણાથી બહાર નીકળે. જે તે પ્રદેશમાં ચિરને ભય હોય તો બે સાધુઓ સાથે બહાર નીકળે, એક બારણે (ચાકી માટે) ઉભું રહે અને બીજે લઘુનીતિ કરે, કઈ શિકારી પ્રાણિઓને ભય હેાય તે ત્રણ સાધુઓ સાથે બહાર નીકળે તેમાં એક બારણે ઉભું રહે, બીજે લઘુનીતિ કરે અને ત્રીજે તેનું રક્ષણ કરે.
એ પ્રમાણે લઘુનીતિ કરીને સિરાવીને પાછો સંથારા પાસે આવીને “ઈરિયાવહિ૦ પ્રતિક્રમણ કરે, પછી ઓછામાં ઓછી ત્રણ ગાથાઓ ગણે, તેમ કરવા અશક્ત હોય તે ગાથાઓ ગણ્યા વિના પણ પુનઃ સુવે.
- તેમાં ઉત્સર્ગથી તે સાધુ કંઈ પણ ઓલ્યા વિના જ સુવે, તેમ ન કરી શકે તે એક કપડે ઓઢીને સુવે, તેમ પણ ન કરી શકે તે બે કપડાં અને તેમ પણ કરવા અસમર્થ હોય તે ત્રણ કપડા ઓઢીને શયન કરે, તેમ કરવા છતાં શીતઋતુમાં ઠંડી વધારે હોય ત્યારે વસતિ બહાર (ખુલ્લા શરીરે) કાત્સગ કરીને અતિઠંડીથી ઠરેલો મકાનમાં આવીને હવે અહીં વાયુ (ઠંડી)નથી' એમ મનને સમજાવે, તે પછી ગધેડાના દષ્ટાન્તથી ક્રમશઃ એક, બે અને ત્રણ કપડા ઓઢે. તે દૃષ્ટાન્ત આ પ્રમાણે છે
ગધેડો જ્યારે તેની શક્તિ અનુસાર લાદેલે ભાર ઉપાડવા ન ઈચ્છે ત્યારે માલિક કુંભાર ઉપર બીજે વધારે ભાર ભરે અને પિતે પણ ઉપર બેસે, એમ થોડુંક ચલાવ્યા પછી પોતે ઉતરી જાય ત્યારે ગધેડે માને કે “મારે ભાર ઉતરી ગયો’ એથી જલ્દી ચાલવા માંડે, વળી થોડુંક ગયા પછી વધારાને ભરેલ ભાર પણ કુંભાર ઉતારી નાખે ત્યારે અતિશીધ્ર ચાલવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org