________________
યતિધર્મ–
આ યતિધર્મ સંબંધી અમે પહેલા ભાગના ઉધનમાં લખ્યું છે કે
યતિ બે પ્રકાર છે. એક સાપેક્ષ એટલે સ્થીરકલ્પી, જે ગચ્છની મર્યાદામાં વર્તનારે હોય છે, બીજે નિરપેક્ષ એટલે જિનકલ્પી આદિ, જેને ગરછ આદિ કશાની અપેક્ષા ન હોવાથી યેગ્યતા પ્રાપ્ત કરીને કેવળ ઉત્સર્ગ માગે વર્તનારે હોય છે. એ બન્નેને ધર્મ એટલે જીવન પર્યત સંસારના સર્વ આરંભ, પરિગ્રહ, સ્ત્રીસંગ, વગેરેને ત્યાગ કરીને સર્વથી અહિંસા આદિ મહાવતે અંગીકાર કરવાં તેનું નામ યતિ કિવા સાધુધર્મ છે. જીવન સાધનાનું અહીં પૂર્ણ વિરામ આવે છે. એનું બીજું નામ સંન્યાસગ પણ છે. આના જેવું ભૂતપકારક, શાન, દાન્ત, અવશ્વગ્રાહા બીજું એક પણ ઉત્તમ જીવન નથી. જેઓ આ જીવન સ્વીકારીને કમ સામે સંગ્રામ માંડે છે અને તેને છેલ્લી લપડાક મારી હત પ્રહત કરી નાખે છે, તેઓને આ સંસારને જ જન્મના અતિકટુ પરાભવ ભોગવવા પડતા નથી ?”
આ યતિધર્મનું સાંગોપાંગ સ્વરૂપ જે તમારે જાણવું હોય તે હવે આ ગ્રન્થમાં પ્રવેશ કરે ! તક ન ગુમાવો–
દેહાધ્યાસમાં પડેલા ઘણુ મનુષ્ય આત્મા–પરમાત્મા, આલોક-પરલોક, પુણ્ય-પાપ, સંસાર-મેક્ષ, કશાની ચિંતા નહિ કરતાં કેવળ ખાવું-પીવું–કમાવું અને મોજ-મઝા કરવામાં જ મહાલી રહેલા જેવાય છે, એવા પણ કઈ મનુષ્યને જ્યારે તેમના ધારેલા પાસા ઉંધા પડે છે, સગાં નેહી વિપરીત બને છે, શરીરમાં અસહ્ય રોગ થાય છે, પ્રિયા કે પુત્રનું અણધાર્યું મત થાય છે; કિંવા પિતાના ઉપર મરણ ત્રાટકી પડે છે, ત્યારે આત્મા વગેરે કંઈક છે એમ લાગે છે, જ્ઞાનીના વચનની સત્યતા ભાસે છે અને અંતરમાં ધર્મની ભૂખ જાગે છે. પરંતુ અફસોસ ! ત્યારે કદાચ ઘણું મોડું થયું હોય છે. યોગ્ય સામગ્રીને વિરહ પણ હોય છે. માટે જ મનુષ્ય હાથમાં આવેલી આત્મસિદ્ધિની અણમોલ તક ક્ષણિક-માયાવી ભૌતિક વાસનાઓની પરાધીનતામાં ગુમાવી દેવી જોઈએ નહિ. એ યાદ રાખવું જોઈએ કે ચારિત્ર વિના આત્માની મુક્તિ નથી અને મુક્તિ વિના સાચું સુખ નથી. આદશ સંસ્કાર જીવન
નિરપેક્ષયતિધર્મ સાપેક્ષયતિધર્મની સાધના વિના સિદ્ધ થઈ શકતો નથી, એ સત્યને નજરમાં રાખીને ગ્રન્થકાર મહર્ષિએ આ ગ્રન્થને ઘણું જ મોટે ભાગે સાપેક્ષ યતિધર્મનું વર્ણન કરવામાં રોક્યો છે અને તેને પ્રામાણિક અનેક પ્રાચીન શાસ્ત્ર પાઠે આપીને ઘણે જ સદ્ધર બનાવ્યું છે. એને વાંચતાં જ સમજાય છે કે જૈન સાધુધર્મ એટલે તથાવિધ યોગ્યતાને પામેલા આત્માને કર્મજન્ય જન્મ-મરણાદિ કષ્ટોને નાશ કરવાને સફળ પ્રયત્ન. તેમાં ભાગ નથી ત્યાગ છે, રાગ નથી વિરાગ છે, આરામ નથી આકરાં કષ્ટોનું સમભાવે વેદન છે. ઈત્યાદિ અનેક વિશેષતાઓથી અન્ય ત્યાગી-વૈરાગીની અપેક્ષાએ જેનશ્રમણની સાધુતા વિશિષ્ટ ચીજ છે. આ ગ્રન્થમાં જેનસાધુ જીવનના સિધાર સમા ત્યાગ-વૈરાગ્યથી ભરપૂર આહારવિહાર-સ્વાધ્યાય-સામાચારી-કષાયનિગ્રહ-ઈન્દ્રિયજય-અહિંસાદિ સંયમ વ્યાપાર-લે કાનુગ્રહ ગુરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org