SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ eeeeeeeeeeeeeeee દે . ઉદ્દબોધન દ્વિતીય વિભાગ– વિ. સં. ૧૭૩૧ માં મહેપાધ્યાય 3 શ્રી માનવિજયજી ગણિવર વિરચિત S શ્રી ધર્મસંગ્રહના પહેલા ભાગનું મૂળ સ્ટેજ પર સંસ્કૃતમાંથી દળદાર ગુજરાતી ભાષાન્તર મુનિરાજ શ્રી ભદ્રકર વિજયજીએ ચાર ચાર વર્ષને અખંડ શ્રમ સેવીને લખ્યું અને તે સગત શેઠ મયાભાઈ સાંકળચંદના સુપુત્રો શેઠ નરોતમદાસ આદિએ પિતાના ખર્ચે છપાવી વિ. સં. ૨૦૧૦ માં પ્રસિદ્ધ કર્યું. બે વર્ષમાં જ તેની દ્વિતીયાવૃત્તિ નીકળી તે બતાવી આપે છે કે એ ભાષાન્તરે જનતા ઉપર સારો એ ઉપકાર કર્યો છે અને તેથી તે સરસ રીતે લોકરૂચિને વિષય બન્યું છે. વાંચકને જાણીને આનંદ થશે કે એ જ ગ્રન્થના બીજા ભાગનું આ ભાષાન્તર એ જ મુનિશ્રીના અથાગ પરિશ્રમે લખાએલું છપાઈને બહાર આવી રહ્યું છે. કથિતથન– પ્રથમ ભાગના ઉધનમાં અમે મૂળ ગ્રન્થકારને પરિચય, રચના સમય, ગ્રન્થના સંશોધક મહાત્માઓ, વાચકવર ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજાએ ગ્રન્થમાં સ્થળે સ્થળે પૂરેલી ચમકદાર રંગેલી, ગ્રન્થનિર્માણ કરવામાં પ્રેરક, ગ્રન્થને પ્રથમાદર્શ લખનારા, ગ્રન્થની વસ્તુ, ગ્રન્થનું પ્રમાણ, ગ્રન્થકારશ્રીનું બહુશ્રતપણું, ગ્રન્થકારની શિલી, ગ્રન્થથી કરાવાતું માર્ગ– દર્શન, ગ્રન્થકારની અન્યકૃતિઓ, ગુર્જરકવિ તરીકેની પણ ગ્રન્થકારની નામના, પ્રસ્તુત ગ્રન્થનું ભાષાન્તર, ભાષાતરકાર મુનિ શ્રી ભદ્રંકર વિજયજી, તેઓને ભાષાન્તર કરવામાં પ્રેરક, તેઓએ ભાષાન્તરમાં મૂળને સ્પશીને કરેલી ઝીણામાં ઝીણી બાબતેની પણ સ્પષ્ટતા અને અન્યથાવાદ ન થઈ જાય તેની રાખેલી પૂરી સાવચેતી, વગેરે હકિકતો ઠીક ઠીક પ્રમાણમાં કહી ગયા છીએ, એટલે આ ઉધનમાં તેને પુનઃ ઉલ્લેખ નહિ કરીએ. ગ્રન્થને વિષય આ ગ્રન્થના પહેલા ભાગમાં ગૃહસ્થના સામાન્યધર્મ અને વિશેષ ધર્મ ઉપર વિસ્તારથી પ્રકાશ પાથરવામાં આવ્યું છે. બાકી રહેલ સાપેક્ષ યતિ–સાધુધર્મ અને નિરપેક્ષ યતિ-સાધુધર્મ ઉપર આ બીજા વિભાગમાં ખૂબ જ ઉડો અભ્યાસ પૂર્ણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અમે પહેલા ભાગના ઉધન (પૃષ્ટ ૧૧) માં જણાવી ગયા છીએ કે પ્રાણી માત્રને સુખની અભિલાષા સ્વાભાવિક રહેલી છે, પણ તેને જન્મ-મરણાદિક ફળ આપનારા અનાદિકાલીન કરેગને એ તે પક્ષાઘાત લાગુ પડેલો છે કે અભિલાષા સુખ મેળવવાની હોવા છતાં મેળવે છે દુઃખ જ. બેભાન-બીમાર-મદોન્મત્ત આદમીની ચેષ્ટાઓ જગતમાં જેવી જણાય છે, તેવી ચેષ્ટાઓ કર્મગથી ઘેરાએલા સંસારી આત્માઓની હોય છે. આ રોગને મીટાવવાની એકની એક જે રામબાણ દવા છે તેનું નામ ધર્મ છે. આ ધર્મની ઉચ્ચકક્ષા તે યતિધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy