SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તે પૂ. પરમ ઉપકારી મારા દાદા ગુરૂદેવ સ્વ૮ આચાર્ય મહારાજ શ્રી વિજય મેઘસૂરિશ્વરજીના ઉપકારને યાદ કરીને અનુભવું છું. તેઓશ્રીએ દીક્ષા આપ્યા પછી પ્રથમ સંયોગે જ મને ઓઘ સામાચારીને ટુકા પ્રાથમિક બોધ આ ગ્રન્થના આધારે જ કરાવ્યા હતું. તે વખતથી જ આ ગ્રન્થની મહત્તાનું બીજ તેઓશ્રીએ મારા હૃદયમાં રેપ્યું હતું. દુઃશક્ય છતાં સ્વસુશ્રાવક મયાભાઈ સાંકળચંદની આ ગ્રન્થનું ભાષાન્તર કરી આપવાની માગણીને સ્વીકારવાની ઈચ્છા પણ એ બીજમાંથી જ ઉદ્ભવી હતી. એ કાર્ય આજે પૂર્ણ થાય છે, ત્યારે જાણે પરોક્ષ રીતે તે પૂ. ગુરૂદેવે મને આપેલી ગુપ્ત પ્રેરણાને જ આ પ્રભાવ હોય એમ લાગે છે. પ્રાતે-મારા પરમ ઉપકારી વયેવૃદ્ધ પ્રાતઃસ્મરણીય સંઘસ્થવિર દાદા ગુરૂદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજની પવિત્ર છાયામાં ભાષાન્તર લખવાના કાર્યમાં વિવિધ સહાય કરનાર પૂજ્ય શમમૂર્તિ મારા ગુરૂ મહારાજ, વિષમ સ્થળોનાં સમાધાન આપનાર પૂ. આચાર્ય શ્રી વિજ્યાદયસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, ઉધન લખી આપનાર પૂ. આચાર્ય શ્રી વિજય જમ્બુસૂરીશ્વરજી મહારાજ વગેરેએ ઘણે ઉપકાર કર્યો છે. ભાષાન્તરના (ટીપ્પણે સિવાયના) સમગ્ર મૂળ લખાણને તે તે ગ્રન્થ સાથે મેળવીને શુદ્ધ કરવા માટે પૂર્ણ આદરથી પ્રયત્ન કરનાર પૂ. પં. શ્રી માનવિજયજી ગણી, છપાએલા ફરમાએને સાદ્યન્ત વાંચીને શોધી આપનાર પૂ. પં. શ્રી કાન્તિવિજયજી ગણી, અને પ્રારંભથી અંત સુધી વારંવાર પ્રેરણા દ્વારા ઉત્સાહ આપનાર તથા પ્રારંભમાં ભૂમિકા લખી આપનાર પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી ગણીને ઉપકાર પણ કદી ભૂલી શકાય તેમ નથી. તે સિવાય પણ પૂરું જેવા વગેરેમાં જેણે સહાય કરી છે તે દરેક મહાનુભાવોને આ પ્રકાશનમાં ફાળો છે જ. ગ્રન્થ છપાવવામાં અમદાવાદ સુરદાસ શેઠની પોળના રહીશ શા, શાનિતલાલ ચુનીલાલની જ્ઞાનભક્તિ, પ્રેસમાલિક પટેલ જીવણલાલ પુરૂષોત્તમદાસે તથા રાજનગર બુક બાઈડીંગ વર્કસના સંચાલક બાઈન્ડર શ્રી બાબુભાઈએ દાખવેલી નીતિ અને સૌજન્ય નોંધપાત્ર છે. લગભગ એક વર્ષમાં છાપવાનું કાર્ય પૂર્ણ થવામાં તેઓનો ઉત્સાહ અને આદર હેતુભૂત છે. ઉપસંહાર-ભાષાન્તર અને ખાસ કરીને ટીપણે લખવામાં મારે અલ્પબેધ, અનુપયોગ, છદ્મસ્થભાવ વગેરેને વેગે જે કઈ ક્ષતિઓ રહેવા પામી હોય તેને મિચ્છામિ દુક્કડં દઈ તેને સુધારી લેવા વિનંતિ કરું છું. ગ્રન્થમાં જે કંઈ સુંદર છે તે શ્રી જિનેશ્વરદેવના શાસનને અને ગ્રન્થકારના ગીતાર્થપણાને આભારી છે અને જે જે અસુંદર કે ક્ષતિરૂપ જણાય તે મારી ખામીરૂપ છે. પ્રાન્ત આ ગ્રન્થપ્રકાશનના લાભથી સર્વ જીવોનું કલ્યાણ થાઓ! એ ભાવનાપૂર્વક વિરામ કરું છું. વિ. સં. ૨૦૧૪, વીર સં૦ ૨૦૮૪, ] || દ્વિતીયશ્રાવણ સુદ ૬ બુધવાર. મુ. સાણંદ-જી અમદાવાદ પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયમનેહર. આ સૂરીશ્વર શિષ્ય ભદ્રકરવિજય. ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy