________________
ભાષાન્તર કરવામાં ઉદેશ-આ ભાષાન્તર કરવામાં તે તે વિષયમાં મારે બેધ વધે એ ઉદ્દેશ મુખ્ય રહ્યો છે, ઉપરાન્ત સામાચારી એ શ્રી જિનકથિત “સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ છે. તે માર્ગે ચાલીને સ્વ-સ્વ યોગ્યતા પ્રમાણે જો ક્ષમાદિ આત્મધમને સાધી શકે છે, માટે તેને મનસ્વીપણે બગાડી શકાય નહિ. બીજી રીતે સામાચારી એટલે ૨૧ હજાર વર્ષ પર્યન્ત ચાલનારી જૈનશાસનની પેઢી છે, પૂર્વ પુરૂષ તરફથી વારસામાં મળેલી તે પેઢીના આચાર્યાદિ સંચાલકો અને સર્વ આરાધકે તેના ગ્રાહકના સ્થાને છે. સ્વ-સ્વશક્તિ અનુસાર તેની રક્ષા-પાલનરૂપ વ્યાપાર કરીને ભવ્ય જીવોએ ક્ષમાદિ ધર્મધન મેળવ્યું છે અને આજે પણ મેળવે, તેમાં બીજે કઈ ભાગ માગી શકે નહિ. પણ વારસામાં મળેલી પેઢીનું-સામાચારીનું તે રક્ષણ કરીને ભાવિ સંઘને તે સેંપવાની છે. સરકારી ધોરણે પણ વારસાગત ધનમાં સર્વનો હક હોય છે, કેઈ એક જ સ્વેચ્છાએ તેને વ્યય કરી શકતું નથી. એ ન્યાયે ભવ્ય જીએ સામાચારીનું પાલન કરવું જોઈએ. સામાચારીને પાલક-રક્ષક-પ્રચારક કે પક્ષકાર જ જૈન કહેવાય છે. આ કારણે પૂર્વ પુરુષોએ તેના પાલન-રક્ષણાદિ માટે ઘણાં કષ્ટો વેઠ્યાં છે, તે તે પ્રસંગે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ આદિને આશ્રીને સર્વ સંમત સુધારા-વધારા કરીને જીર્ણોદ્ધાર પણ કર્યા છે અને પરંપરાએ તેનો પ્રવાહ ચાલુ રાખ્યો છે. વર્તમાન સંઘનું પણ સામાચારી અંગે એ જ કર્તવ્ય છે. ઈત્યાદિ સામાચારીના વિવિધ મહત્વને સમજીને એગ્ય છે તેના પાલનથી સ્વ-પર આત્મકલ્યાણ સાધે, જૈન શ્રમણ સંસ્કૃતિને વિકાસ થાય અને જગતમાં જૈન શાસનનું સર્વોચ્ચપણું પ્રકાશિત રહે, એ આશય સેવ્યો છે. ધર્મ તે તેના સ્વરૂપે નિર્મળ જ છે, શાસન પણ તેના સ્થાપક શ્રી તીર્થકર દે અને સંચાલક ત્યાગી-વિરાગી શ્રમ હોવાથી પવિત્ર છે, દોષિત હતું નહિ, છે નહિ અને થશે નહિ. તે પણ તેના આરાધકની શુદ્ધિ-અશુદ્ધિના કારણે જગત ધર્મને અને શાસનને પણ સદેષ-નિર્દોષ માને છે, તે તે ઉપચાર કરીને પક્ષપ્રતિપક્ષ કરે છે. એ કારણે સર્વ આત્માથી જીવોનું કર્તવ્ય છે કે જે ધમને પોતે આરાધે છે, જેનાથી સુખ પ્રાપ્ત કરવાનું છે, આલોક-પરલોકમાં જે પરમ આધારભૂત અને જગતના જીવ માત્રનું કલ્યાણકારક છે, તે જૈન ધર્મ અને શાસન જગતમાં સર્વદા પવિત્ર અને પરોપકારી તરીકે પ્રસિદ્ધ રહે અને ભવ્ય છો તેને આરાધવા માટે ઉદ્યત બને તે રીતે સામાચારીની નિર્મળ-નિર્દોષ આરાધના કરવી જોઈએ.
ભાષાન્તરની કિલષ્ટતા-આ ગ્રન્થનું શુદ્ધ ભાષાન્તર કરવું એ મારા જેવા અલ્પ બધવાળાને માટે કઠીન ગણાય. અનુભવ વિના ન સમજાય તેવી અનેક બાબતે તેમાં છે. તેને અંગે સંગને અનુસારે જેની પાસેથી જેટલું સમજવું શક્ય બન્યું તે સમજવા પ્રયત્ન કર્યો છે, તે પણ અનેક બાબતોનો ઉકેલ મારી બુદ્ધિથી અધુરો જ રહ્યો છે, માત્ર શબ્દાર્થ કરીને જ સંતોષ માનવો પડ્યો છે, શક્યતા પ્રમાણે પૂછવા છતાં કેટલીક બાબતોમાં હૃદયંગમ સમાધાન મળી શક્યું નથી. સંભવ છે કે કેઈ ક્ષતિઓ પણ રહી ગઈ હોય! માટે વાચકે તે તે બાબતેને ગીતાર્થોને આશ્રય લઈને યથાસ્વરૂપ સમજી લેશે, એવી આશા રાખું છું.
ભાષાન્તરમાં પ્રેરણુ-વિ. સં. ૨૦૦૫ માં શરૂ કરેલું આ કાર્ય આજે દશ વર્ષે બને ભાગના પ્રકાશન રૂપે પૂર્ણ થાય છે, એને એક આનંદ અનુભવું છું. તેથીય વિશેષ આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org