________________
૧૦
પછી એ રીતે સંયમના નિર્મળ પાલનથી ગીતાર્થ બનેલા સાધુને ગણપદ, ઉપાધ્યાયપદ, પ્રવર્તકપદ, આદિ પદે આપવાને વિધિ જણાવ્યો છે. તેમાં પદસ્થ થયા પછી તેઓનું ગચ્છની રક્ષા માટેનું કર્તવ્ય, મૂળ આચાર્યો ગચ્છથી નિવૃત્ત થઈને સવિશેષ આરાધના કરવાને વિધિ, વગેરે વર્ણવ્યું છે. રાજ્યના અધિકારીઓની જેમ પ્રત્યેક પદસ્થાનાં ભિન્ન ભિન્ન વિવિધ કર્તા જણાવ્યાં છે. અગ્યને પદસ્થ બનાવવાથી ગચ્છને થતી હાનિ, શાસનની અપભ્રાજના, વગેરેનું વર્ણન કર્યું છે. અયોગ્ય પદસ્થ પ્રત્યે સ્થવિરોનું કર્તવ્ય, ગચ્છમાં સ્થવિરોનું પ્રાધાન્ય, પદસ્થને અને સાધુ-સાધ્વીને હિતશિક્ષા, પદસ્થ થવામાં ગીતાર્થપણાનું મહત્ત્વ, આચાર્યના પાંચ અતિશય, આઠ પ્રકારની ગણી સમ્પત્તિ, લક્ષણે પેત પૂર્ણ અવ્યંગ શરીર, આભાવ્ય વ્યવહારની વ્યવસ્થા, વગેરે અનેક આવશ્યક બાબતે વર્ણવી છે. આ બધું વર્ણન જોતાં લૌકિક રાજ્ય શાસન કરતાં પણ શ્રી જિનેશ્વરે સ્થાપેલા ધર્મશાસનની વ્યવસ્થા ઘણું જ શ્રેષ્ઠ છે, એમ કોઈ પણ સુઝને સ્વીકારવું પડે તેમ છે. એટલું જ નહિ, રાજા વિનાની નિર્નાથ પ્રજાને રાજાની જેટલી આવશ્યકતા છે તેથી કઈ ગુણ ગુરૂની અને ગુરૂકુળવાસની આવશ્યકતા સિદ્ધ થાય છે. સાધ્વગણના સંયમની રક્ષા અને વૃદ્ધિ માટે પણ મહત્તરાપદ તથા પ્રવતિનીપદની વ્યવસ્થા છે, તેઓને સંચાલન નીચે રહીને સાધ્વીવર્ગ સ્વ–પર ઉત્કર્ષ સાધી શકે તેવું શાસનનું બંધારણ જણાવ્યું છે.
એ ઉપરાંત યોગ્યતા અને અધિકારને અનુસરતાં પ્રત્યેકનાં વિવિધ કર્તવ્યનું ગચ્છમાં પાલન ન થાય તે કેવા ઉપાયે કરવા ? ગુરૂ પણ શિષ્યની સારણા વગેરેમાં પ્રમાદ કરે, અગ્યને દીક્ષા આપે કે ઉત્તેજન આપે, તે તેને કેવું પ્રાયશ્ચિત્ત લાગે? કઈ ગુરૂ શિષ્યને આરાધના માટે સ્વયં સહાય કરે નહિ કે મહત્ત્વ યા મમત્વને કારણે અન્ય ગુરૂની નિશ્રામાં જવાની સંમતિ આપે નહિ તો શું કરવું? કેવા ગુણવાળો સ્વલમ્પિક (ગુરૂઆજ્ઞાથી ભિન્ન વિચારવામાં અધિકારી) ગણાય ? વગેરે અનેક બાબતોનું વર્ણન કર્યું છે.
તે પછી છેલ્લી અવસ્થામાં દ્રવ્ય-ભાવ સંલેખના કરવાને વિધિ, અંતે અનશન કરવાના પ્રકારે, તેને વિધિ, તથા છેલ્લે મહાપારિકાપનિકાને વિધિ અને તેના ગુણદોષ, વગેરે વિસ્તારથી વર્ણવ્યું છે. એમ ગ્રન્થને લગભગ બધે ભાગ સાપેક્ષયતિધર્મના વર્ણનથી પૂર્ણ કર્યો છે. ત્રીજી પદવિભાગ સામાચારીની માત્ર વ્યાખ્યા કરીને તેને સમજવા માટે છેદ ગ્રન્થની ભલામણ કરી છે. તેની પછી છેલે નિરપેક્ષ-યતિધર્મનું વર્ણન, તેના પ્રકારો અને વિધિ વગેરે સંક્ષેપમાં જણાવ્યું છે. એમાં એ પણ હેતુ સંભવિત છે કે વર્તમાનમાં નિરપેક્ષ યતિધર્મ વિદ્યમાન નથી.
એમ અહીં દિશામાત્ર ગ્રન્થને પરિચય આપે છે તેને પૂર્ણતયા જાણવા માટે તે ગ્રન્થનું આદરપૂર્વક સઘંત વાચન કરવું તે જ આવશ્યક છે. તે સિવાય તે તે વિષયેનો પૂર્ણ ખ્યાલ આવી શકે તેમ નથી.
ટીપ્પણે-ગ્રન્થકારની ગ્રન્થજના એવી વિશિષ્ટ છે કે ગ્રન્થના વિષયને વાંચતાં જ તે તે વિષયને બંધ થઈ શકે છે. તે પણ ગ્રન્થનું સમગ્ર વર્ણન ક્રિયાપ્રધાન છે. તે કિયાને ચારિત્રના પ્રાણભૂત અધ્યવસાયો(ભાવધર્મ) સાથે કે સંબંધ છે? તે સમજાવવા પ્રસંગને અનુસરતાં લગભગ સવા ત્રણસો જેટલાં ટીપણે યથામતિ લખ્યાં છે. આશા છે કે એથી વાચકગણ અનુકાનને આત્મધર્મ સાથે સંબંધ સમજીને તેના પ્રત્યે સવિશેષ આદર પ્રગટાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org