________________
२९
વાત્સલ્ય, વગેરે ગુણા વધતા જાય અને સંયુક્ત ધર્મકુટુમ્બ તરીકે જોડાએલા દરેક આત્માએ એ સંસ્કારથી અન્ય જન્મામાં પણ એક સાથે ઉપજે–જોડાય, ત્યાં પણ નિષ્કામ પ્રીતિ અને ભક્તિથી પરસ્પર આરાધનામાં સહાયક બની અંતે એ જોડાયેલા સંબંધને મેાક્ષમાં શાશ્વત બનાવી શકે એવા સુંદર જીવનવ્યવહાર બતાવ્યો છે. જ્ઞાનાદિ ગુણ્ણાની વિશિષ્ટ સાધના માટે પણ અન્ય ગચ્છના આશ્રય લેવારૂપ ઉપસદા, તેના પ્રકારા, વિધિ અને તેમાં વ્યવહારશુદ્ધિ સચવાય તેવું પરસ્પરનું કર્ત્ત બ્ય, વગેરે અનેક મામતે જણાવી છે.
તે પછી ઉપસ્થાપના (મહાવ્રતાનું અને તેને પાલન કરવાનું જ્ઞાન વગેરે મેળવીને યેાગ્ય અનેલા શિષ્યને વડીદીક્ષા) કરવાના વિધિ જણાવ્યેા છે, તેમાં સહદીક્ષિત માતા પિતાદિ વડીલ વને અપ્રીતિ ન થાય તે રીતે ન્હાના-મેાટા સ્થાપવાની સુંદર વ્યવસ્થા છે. ચેાગ્યતા વિનાના શિષ્યની ઉપસ્થાપના કરવાથી વિરાધક થવાય છે, ચેાગ્યની ઉપસ્થાપના કરવામાં વિલંબ ન કરવા જોઇએ, વગેરે ખાખતા જણાવી છે. જે મહાત્રતા ઉચ્ચરાવવાનાં છે, તેનું વર્ણન કરતાં પહેલા વ્રતમાં પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરામાં કરેલી જીવત્વની સિદ્ધિ, ખીજા વ્રતમાં ભાષાના ૪૨ પ્રકારે, ત્રીજા વ્રતમાં ચૌયના પ્રકારો, ચાથા વ્રતમાં બ્રહ્મચર્યની સર્વ શ્રેષ્ઠતા અને જીવન વિકાસમાં એની આવશ્યકતા, પાંચમા વ્રતમાં અપરિગ્રહનું મહત્ત્વ, વગેરે સર્વ વાતા યુક્તિપૂર્વક સમજાવી છે. પ્રત્યેકનાં ટીપ્પા એમાં વિશેષ પ્રકાશ પાડે છે. એમ પાંચે મહાવ્રતાનું આત્મ વિકાસ માટે કેવું મહત્ત્વ છે તે જણાવીને તેના વિશુદ્ધ પાલન માટે ઉપયાગી પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવનાએ જણાવી છે અને છેલ્લે છઠ્ઠા વ્રતમાં રાત્રિèાજનના ત્યાગનું વિધાન કર્યું છે.
તે પછી ચરણસિત્તરી અને કરણસિત્તરીનું વર્ણન છે, તેમાં ચારિત્રના સાધ્ય-સાધન ભાવરૂપ દવિધ શ્રમણધમ, સત્તરવિધ સયમ, વૈયાવચ્ચના પ્રકારા, બ્રહ્મચર્યની નવ વાડા, જ્ઞાનાદિ ગુણાની સાધના, કષાયાના જય, સમિતિ-ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતા, ઇન્દ્રિઓના નિરાધ, ભાવનાઓ, સાધુની બાર પિડેમા, વગેરે વિષયા તેના પ્રકારો, સ્વરૂપ અને ગુણ-દોષ સાથે વણૅવ્યા છે. તે દરેકના મહાવ્રતાદિના પાલનમાં કેવા સહકાર છે ? પરસ્પરના સંબંધ કેવા છે ? એકના અભાવે ખીજાની નિષ્ફળતા કેવી રીતે થાય છે? વગેરે વિસ્તારથી સમજાવ્યું છે. તેમાં પણ બ્રહ્મચર્ય ની નવ વાડાનું અને ભાવધની સિદ્ધિ માટે જરૂરી ખાર ભાવનાઓનું વર્ણન વિસ્તારથી કર્યું છે.
તે પછી મહાત્રતામાં અતિચાર। લાગવાનાં કારણેા અને તેમાંથી ખચવાની આવશ્યકતા જણાવી છે. નાના પણ અતિચાર પરિણામે કેવું અનિષ્ટ સર્જે છે, તેની ભયાનકતા પણ બતાવી છે.
તે પછી મહાત્રતા અને ચરણસિત્તરી, કરણસિત્તરી, આદિના પાલન માટે ગચ્છવાસ, કુસંસ ગત્યાગ, અર્થ પચિંતન, ગ્રામાનુગ્રામ વિહાર અને ગીતા નિશ્રા, વગેરેની આવશ્યકતા સાથે પ્રત્યેકનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં પ્રસંગાનુસાર પાંચ નિન્થા, દશવિધ પ્રાયશ્ચિત્ત, પરીષહેા, ઉપસર્ગી, વગેરે ખાખતા તેના સ્વરૂપ સાથે કહી છે અને તેના ઉત્સ-અપવાદ સાથે ગુણદોષનું પણ વર્ણન કર્યું છે. તેમાં પણ ગચ્છવાસના લાભા અને વિહારના વિધિ વર્ણવતાં કરેલી સર્વ સાધુઓની સંયમરક્ષાની ચિંતા, પાસસ્થાદિ સાથે પણ કારણે કેવી રીતે વ્યવહાર કરવા ? વગેરે વર્ણન ઘણું મનનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org