SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ બતાવી છે કે તેને સમજ્યા પછી આહારાદિ લેવા છતાં સાધુ ઉપવાસી છે' એ વચનનું સાચુ રહસ્ય સમજાય છે. વસ્તુતઃ સાધુજીવનના પ્રત્યેક વ્યવહારા જીવનને ઉર્ધ્વગામી બનાવી શકે છે, કારણ કે તેમાં અહિંસા ઉપરાન્ત નીતિ, વ્યવહારશુદ્ધિ, ઔચિત્ય, આરોગ્ય, ધર્મવૃદ્ધિ, પરોપકાર, ઇન્દ્રિઓના વિજય, વિષયોના આકષ ણુનું દમન, સાધુતાના પ્રભાવ, કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુઓના વિજય, ગુર્વાદિના વિનય, બાળ-વૃદ્ધ આદિની વૈયાવચ્ચ, ઔદાય અને એ સર્વના યોગે રાગ-દ્વેષાદિના વિજયરૂપ ચારિત્રને પ્રક, વગેરે અનેકાનેક ગુણેાની સિદ્ધિએનું લક્ષ્ય છે. એને અનુસરવાથી જ આત્મવિકાસ સાધી શકાય એ વાતને કાઇપણ સુજ્ઞ સ્વીકારે એવું સુંદર વર્ણન છે. સાધક કર્મબન્ધથી બચે, કાઇને અપ્રીતિકારક ન થાય, સાધુજીવન પ્રત્યે ત્રીજા આદરવાળા અને અને જીવન ઉત્તરાત્તર સ્વાશ્રયી અને, એવી સુંદર તેમાં યોજના છે. ભાજન પછી પાત્ર ધાવાના, સ્થંડિલભૂમિએ જવા-આવવાનેા વગેરે વિધિ જણાવ્યો છે. તેમાં પણ એકેન્દ્રિયાદિ કેાઈ જીવને પીડા ન થાય, ધર્મની હલકાઈ ન થાય, લેાકવિરૂદ્ધ ન સેવાય, ઇત્યાદિ અનેક વાતા કહી છે. તે પછી ત્રીજા પ્રહરના પ્રારંભમાં વસ્ત્ર–પાત્રાદિના પ્રતિલેખનનું, તે પછી સ્વાધ્યાય કરવાનું અને સાંજે પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. તેમાં પ્રસંગાનુસાર પ્રતિક્રમણનાં સૂત્રેા અર્થ સહિત આપ્યાં છે. ટુંકું છતાં સંકલનાબદ્ધ પૂર્ણ અને વિવેચન સહિત આવું અનું વર્ણન અન્ય ગ્રન્થામાં ઓછું' જોવા મળે છે. જૈન દર્શનમાં આરાધનાની સાથે વિરાધનાથી ખચવાનુ લક્ષ્ય પણ મુખ્ય છે. માટે ન્હાની પણ ભૂલ થતાં તેના પાપને ટાળવા માટે તુરત ‘મિચ્છામિ દુક્કડં’ દેવાનું અને સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું અવશ્ય વિધાન છે. આરાગ્ય ભલે માડુ થાય, રોગ વધવા જોઇએ નહિ. તે ન્યાયે ‘નાની મેાટી કાઈ પણ ખાખતમાં ભૂલ થવા દેવી નહિ અને થાય તેા તુત શુદ્ધિ કરી લેવી.’ એ હેતુથી કરાતા પ્રતિક્રમણનુ મહત્ત્વ અન્ય સ અનુષ્ઠાનેાથી અધિક છે. એમ કહી શકાય કે શેષ સ અનુષ્ઠાનેા પ્રતિક્રમણ માટે છે, પ્રતિક્રમણ વિના તે નિષ્ફળ છે. માટે જ યાવજ્જીવ ઉભયકાળ કરાતા પ્રતિક્રમણને આવશ્યક કહેવાય છે. તે પછી રાત્રિકત્તબ્ધ તરીકે સ્વાધ્યાય, શયનના વિધિ, રાત્રે જાગ્યા પછી બહાર નીકળતાં ચારાદિના ઉપદ્રવેાથી બચવાના ઉપાયો, કૈાણે કેટલી નિદ્રા કરવી ? ત્યારે જાગવું ? જાગવાના વિધિ, જાગતાં તુરત પરમેષ્ઠિ નમસ્કારનું વિધાન, ઉપરાંત કામવાસનાને રોકવા માટેનું ધ્યાન, વિશિષ્ટ મનારથાથી આત્માને ઉત્સાહિત કેમ કરવા ? વગેરે અનેક બાબતા માતા પુત્રને શીખવાડે તેમ હેતુપૂર્વક ગુણ--દોષના વર્ણન સાથે કહી છે. એ રીતે આધસામાચારીમાં અહારાત્રનાં સમ્પૂર્ણ કર્ત્તવ્યોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તે પછી દશધા સામાચારીમાં ગુરૂથી માંડીને નાનામાં નાના સાધુ સાથે યથાયોગ્ય પૂજ્યભાવ અને વાત્સલ્ય વધે તે રીતે લેાજન, પરસ્પરનાં કાર્યાં, ભૂલની શુદ્ધિ, આજ્ઞા, તેને સ્વીકાર, જવું–આવવું, વગેરે સવ વ્યવહારો કરતાં કાઇની ઇછા ઉપર આક્રમણ ન થાય તેવા વિધિ જણાવ્યો છે. એના પાલનથી ઈચ્છાનેા રાધ, વિનય, વૈયાવચ્ચ, પરસ્પર પ્રીતિ, પૂજ્યભાવ, કૃતજ્ઞતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy