________________
२७ રીતે કરવાં? તેને આત્મશુદ્ધિ સાથે કેવો સંબંધ છે? વગેરે શાસ્ત્રીય દષ્ટિથી વિચારવામાં આવ્યું છે. પ્રતિલેખનાદિ દ્રવ્ય ક્રિયાઓથી આત્માને કેવી અસર થાય છે? સાધનધર્મમાં જ્ઞાનાદિ ગુણોરૂપ નિશ્ચય ધર્મને પ્રગટ કરવાની કેવી શક્તિ છે? વગેરે સારભૂત ચિંતન કરેલું છે. તે તે ક્રિયાઓને વિધિપૂર્વક કરવાથી થતા લાભે અને તેના અવિધિજન્ય પણ જણાવ્યા છે. પ્રસંગાનુસાર મૂકેલાં ટીપ્પણે એના મહત્વને સમજાવે છે.
સૂર્યોદયથી બે પરિસિ (પ્રહર) સુધી શાસ્ત્રાધ્યયન કરવાદ્વારા દિવસના પ્રારંભમાં જ જિનવચનામૃતના પાનપૂર્વક ગની શુદ્ધિ કરવાનું વિધાન છે, કે જેને બળે તે પછીનાં પણ દરેક કાર્યોમાં જિનાજ્ઞાનું પ્રાધાન્ય રહે. પૃ. ૭૯ થી ૯૪ સુધી કહેલા આ વિધિમાં ઉત્સર્ગ– અપવાદને આધાર લઈને વિવિધ વાતોનું સ્પષ્ટીકરણ કર્યું છે.
તે પછી લગભગ ૫૦ જેટલાં પૃષ્ઠોમાં આહાર-વસ્ત્ર–પાત્ર અને વસતિની શુદ્ધિ-અશુદ્ધિને વિસ્તૃત વિચાર કર્યો છે. તેમાં આહારાદિનો આત્મશુદ્ધિ સાથે કેવો સંબંધ છે ? તે વ્યવહારિક દષ્ટિએ સમજી શકાય તેવાં અનેક ટીપણે કરેલાં છે. “આહાર તે ઓડકાર એ લોકવાક્યની સત્યતા સિદ્ધ થાય છે. આર્ય આચારમાં આહાર, પહેરવેશ, પાત્રે કે રહેઠાણ માટે વિવિધ મર્યાદાઓ ઘણા પ્રાચીન કાળથી ચાલી આવે છે અને તેનાં વર્ણને પણ સાહિત્યમાં સ્થળે સ્થળે મળે છે. તે દરેકનું મહત્વ સમજી શકાય તે રીતે શુભાશુભ આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ (મકાન)નાં લક્ષણે, તેનું પ્રમાણ તથા તેથી થતા ગુણદોષનું યુક્તિસંગત વર્ણન કરેલું છે. ભક્યાલક્ષ્ય આહારથી થતા લેહીની અસર વિચારમાં કેવી થાય છે ? એ વિચારોથી મનવચનકાયાના વ્યાપારમાં કે ભેદ પડે છે? તે વ્યાપારે શુભાશુભ કર્મોને બંધ કે નિર્જરા કરવામાં કે ભાવ ભજવે છે? ઈત્યાદિ સમજાવીને યતિધર્મની સિદ્ધિમાં આહારશુદ્ધિનું અતિ મહત્ત્વ છે તે યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું છે. એ સત્ય છે કે વર્તમાનમાં નિર્દોષ આહારની પ્રાપ્તિ દુર્લભ છે, ગ્રન્થકારે પણ વર્તમાનમાં ગૃહસ્થને વ્યવહારશુદ્ધિની અને સાધુને આહારશુદ્ધિની શક્યતા સ્વીકારી છે. તે પણ ગ્રન્થોક્ત વિધાનને આદર કેળવી શુદ્ધ આહારાદિ માટે શક્ય પ્રયત્નો કરનારને વર્તમાનમાં પણ ઘણું લાભ થાય છે. કઈ કઈ આત્માઓ એ અનુભવ કરી પણ રહ્યા છે. જે તે શક્ય જ ન હોત તે જ્ઞાનીઓ તેનું વિધાન કરત જ નહિ. હા, દુષ્કર છે અને એ કારણે વર્તમાનમાં સંયમને દુરારાધ્ય કહ્યું છે, પણ એને અર્થ એ નથી કે તે અશક્ય જ છે ? આજે પણ કેટલા ય ઉત્તમ જી લૌકિક-લકત્તર જીવનમાં વ્યવહારશુદ્ધિ માટે પ્રયત્ન કરીને જીવનને ઉર્ધ્વગામી બનાવતા જોઈ શકાય છે. ગુણોના વિકાસનું મૂળ ક્યાં છે? જીવનમાં ગુણે કેવા ઉપકારી છે? અને તેના અનાદરથી જીવનમાં કેટકેટલી મુશ્કેલીઓ વધતી જાય છે ? એને વિચારતાં સંયોગવશાત્ ગૃહસ્થ અને સાધુજીવનના વર્તમાનમાં બદલાઈ રહેલા વ્યવહારથી આત્માને કેટલી હાનિનો સંભવ છે એ સ્પષ્ટ સમજાય છે. એ પરિસ્થિતિમાંથી બચવા માટે શાસ્ત્રીય વિધાનો કેટલાં ઉપયોગી છે તે વિવિધ રીતે સમજાવ્યું છે. જીવનપયોગી આહારાદિ પદાર્થો, તેને મેળવનાર કે ભગવનાર, વગેરે દરેક અંગો કેવાં નિર્મળ જોઈએ ? એ માટે મન-વચન-કાયાના વ્યાપાર કેટલા શુદ્ધ જોઈએ? ઈત્યાદિ અનેક બાબતો એટલી સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org