________________
२६
આત્માનું અહિત કરે છે અને વિનયના બળે પ્રગટેલું જ્ઞાન ચકકસ લાભ કરે છે. માટે જ અવિનીત કે અયોગ્યને મુંડવાથી, ભણાવવાથી, કે તેની સાથે વસવા વગેરેથી ગુરૂના પણ ચારિત્રને ઘાત થાય છે એમ અગ્યને શાસ્ત્ર ભણાવવાથી સ્વ-પર અહિત થાય છે.
વિચાર કરતાં એમ સમજાય છે કે વર્તમાનમાં “જિનમૂર્તિ અને જિનાગમ ” બે જ કરેગને ટાળવાનાં ઔષધે છે. તે પૈકી જિનમંદિરે અને મૂર્તિઓ ગામે ગામ, પર્વત ઉપર, પહાડોમાં અને જંગલમાં પણ પ્રગટ છે, બીજી બાજુ આગમગ્રંથે તે અમુક સુનિશ્ચિત સ્થળે ભંડારોમાં જ અપ્રગટ છે, તે સહેતુક છે. જિનમૂર્તિ કાષ્ટાદિ ઔષધ તુલ્ય હોવાથી તેનાથી થાય તે લાભ થાય છે, હાનિનો સંભવ નથી. માટે સૌને તેના દર્શન-પૂજન આદિ કરવાની વ્યવસ્થા છે. જો કે તેમાં પણ વિવેક છે. તથાવિધ જાતિ આદિની વિશિષ્ટતા વિના રાજા-મહારાજા વગેરેનાં દર્શન મેળાપ વગેરે કરી શકાતું નથી, તેમ જિનમૂર્તિનાં દર્શન-પૂજન પણ કરી શકાતાં નથી. તેવા આત્માને જેનાં દર્શન-પૂજનને તે ઈચ્છે છે, તે જિનેશ્વરનાં વચનમાં શ્રદ્ધા રાખી તેની આજ્ઞાનું પાલન કરવારૂ૫ ભાવધર્મથી જ આરાધના થાય છે. તે પણ શાસ્ત્રાધ્યયનની જેમ જિનભક્તિ માટે અમુક જ અધિકારી છે એમ નથી. રાસાયણિક ઔષધની જેમ શાસ્ત્રાધ્યયન ન પચે તે અહિત થવાનો સંભવ હેવાથી જેમ વૈદ્ય સ્વયં વિશિષ્ટ રોગીને જ રોગનું નિદાન વગેરે કરીને યોગ્ય લાગે તે જ રાસાયણિક ઔષધ તેની માત્રા (પ્રમાણુ) આદિને ખ્યાલ કરીને જ આપે અને પરેજી વગેરેને પૂર્ણ પ્રબંધ કરાવે, તેમ ભાવવૈદ્યતુલ્ય ધર્મગુરૂ વિશિષ્ટ ગુણવાનને તેની યોગ્યતાના પ્રમાણમાં શાસ્ત્રો ભણાવી શકે અને તેને દુરૂપયોગ ન થાય તેની કાળજી રાખી રખાવી શકે, એ તેમાં આશય છે. કઈ પણ નિષ્પક્ષ વિચારક આ વ્યવસ્થાને યોગ્ય માનશે. કારણ કે તેમાં લાભને બદલે હાનિ ન થઈ જાય તેવું કાળજીભર્યું હિતચિંતન છે. તેને અનુસરવાથી આજ સુધી જેનાગમ અખંડિત, અબાધિત તથા તેના સ્વરૂપમાં પવિત્ર રહ્યું છે અને જીવનું કલ્યાણ કરી શક્યું છે.
આ કારણે જિનાગમના રક્ષણને, ઉપદેશને અને ભણવા-ભણાવવા વગેરેને વ્યવહાર શ્રમણસંઘને આધીન છે, તે સર્વ રીતે સંઘના હિતાર્થે હોવાથી તેને અબાધિત રાખવામાં જ સર્વનું કલ્યાણ છે. એને અર્થ એ નથી કે સાધુઓમાં પણ દરેકને ભણવાનો અધિકાર છે અને કઈ જ ગૃહસ્થને અધિકાર નથી જ. એગ્ય આત્મા ગૃહસ્થ પણ ગુરૂની નિશ્રાએ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરી શકે છે અને સાધુને પણ તેવી ચગ્યતાના અભાવે શાસ્ત્ર ભણું-ભણાવી શકાતાં નથી. એમ સર્વત્ર જીવનું હિત થાય એ દષ્ટિબિન્દુ અચળ છે. જગતમાં પણ કેઈ ક્ષેત્રમાં સર્વને સર્વ અધિકાર મળતા નથી, સર્વ વિષયમાં આવો વિવેક હોય છે. એને માન્ય રાખીને જ તે તે કાર્યો સાધી શકાય છે, તેમ શાસ્ત્રાધ્યયનમાં પણ કેઈને હાનિ ન થાય અને એગ્ય આત્મા તેને લાભથી વંચિત ન રહે તેવી નિષ્પક્ષ આ એક વ્યવસ્થા હોવાથી તે જીવ માત્રને હિતકર છે, ન્યાયરૂપ છે અને સર્વને ઉપાદેય છે. - તે પછી સામાચારીના ત્રણ પ્રકારે જણાવીને પ્રથમ ઓઘસામાચારીનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં ઘનિયુક્તિ ગ્રંથક્ત સાત દ્વારેથી સાધુનાં પ્રાતઃકાળથી માંડીને બીજા દિવસના પ્રાતઃકાળ સુધીનાં કર્તવ્યનું ક્રમિક વર્ણન છે. પ્રત્યેક કાર્યો નિયત સમયે માંડલીબદ્ધ કેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org