________________
२५
આત્માના અનાદિ અંધારપટને દૂર કરવાના અન્ય કાઈ ઉપાય નથી. ઉપરાંત વિશિષ્ટ ક્ષયોપશમ વાળા સાધુનું શાસ્ત્રાની રક્ષા કરવાનું, તેને પ્રચારવાનું અને તે તે કાળે જીવાની બુદ્ધિને અનુસારે ઉપયોગી અને તેવી નવી નવી રચના કરવાનું વગેરે કર્ત્તવ્ય છે. કહ્યું છે કે 'चर्मचक्षुभृतः सर्वे, देवाश्वावाधिचक्षुषः ।
46
सर्वतश्चक्षुषः सिद्धाः साधवः शास्त्रचक्षुषः || ” ( ज्ञानसार)
અર્થાત્ જગતમાં સર્વ જીવાના વ્યવહાર ચાઁચક્ષુથી ચાલે છે,દેવા અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા, સિદ્ધો કેવળજ્ઞાનરૂપ ચક્ષુવાળા અને સાધુઓ તે શાસ્ત્રરૂપ ચક્ષુવાળા હોય છે. અર્થાત્ સાધુઓને શાસ્ત્રના પ્રમાણે જીવવાનું હોય છે.
એમ શાસ્ત્રાધ્યયન વિનાના સાધુ અધતુલ્ય હોવાથી તેણે શાસ્ત્રજ્ઞની આજ્ઞાને અનુસરવાનું હાય છે. ગૃહસ્થને અર્ધીપાનના લક્ષ્યની જેમ સાધુને શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય મુખ્ય હાવાથી તે તે કાળે કરવાયાગ્ય પ્રતિલેખનાદિ આવશ્યક કાર્યો સિવાયના શેષ સમયે શાસ્રાધ્યયન કરવાનું વિધાન કરેલું છે. શાસ્ત્રાધ્યયનને ત્યાં સુધી મહત્ત્વ આપ્યું છે કે પ્રતિલેખનાદિ અન્ય કાર્યો કરતાં અચે તેટલે અધિક સમય બચાવીને અધ્યયનમાં ગાળવા, એમ છતાં શાસ્ત્રાધ્યયનના ઉદ્દેશથી અન્ય કાર્યો પ્રત્યે લેશ પણ અનાદર ન થાય તેમ કરવા પણ ભારપૂર્વક જણાવ્યું છે. હા, તથાવિધ વિશિષ્ટ શક્તિવંત આત્માને ભણવાની અધિક સગવડ આપવાની વ્યવસ્થા છે. અર્થાત્ જે કાર્યો વૈયાવચ્ચકાર આદિ ખીજાએથી શક્ય હેાય તે તે કરીને પણ ભણનારને અધિક સગવડ આપે એવું વિધાન છે. એમ કરવાથી તેઓ પણ શાસ્ત્રના આરાધક બને છે. ભણુનારાએ પૈકી પણ પરિશ્રમસાધ્ય તર્કશાસ્ત્રનું અધ્યયન કરનારને અમુક વિશેષ સગવડો આપી છે. એમ અન્ય કત્ત બ્યાની અપેક્ષાએ શાસ્રાધ્યયનનું મહત્ત્વ જણાવવા છતાં સૌ કોઇને ભણાવાના અધિકારી માન્યા નથી. જ્ઞાનને પચાવવાની અને તેનાથી સ્વ-પર હિત કરવાની નિર્મળ શક્તિરૂપ વૈરાગ્યાદિ ભાવે। જેનામાં પ્રગટ્યા હોય તેને જ શાસ્ત્રાધ્યયનમાં અધિકારી માન્યો છે.
જ્ઞાન મેળવવું કે તપ વગેરે ક્રિયાઓ કરવી જેટલી દુષ્કર નથી, તેથી અધિક દુષ્કર તેનાથી સ્વ—પર હિત કરવું તે છે. માટે જ અમુક વર્ષના દીક્ષાપાલન પછી શાસ્રાક્ત યોગાદ્વૈનાદિ અનુષ્ઠાન પૂર્વક તે તે શાસ્ત્રોને ભણવાનું વિધાન કર્યું છે. દીક્ષાપર્યાય વધે તેમ તેમ પંચાચારના પાલનથી યોગ્યતા વધે અને યોગેન્દ્વહનાદિથી આત્મશુદ્ધિ કરે તેને ગુરૂઆજ્ઞાથી તે તે શાસ્ત્રાને ભણવાના અધિકારી કહ્યો છે. ગમે તે શાસ્ત્રને સ્વેચ્છાએ સૌ ભણી શકે નહિ. યોગ્ય બન્યા પછી પણુ ગુરૂ આદિના વિનયપૂર્વક ભણવાથી શાસ્ત્રો ઉપકારક બને છે.
‘જ્ઞાનનું મૂળ વિનય છે” એમ કહેવાનું કારણ એ છે કે જ્ઞાન-જ્ઞાની આદિને વિનય કરવાથી જ્ઞાનાવરણીય અને માહનીય આદિ વિઘ્નભૂત કર્મની નિર્જરા સાથે શુભ કર્મોને અધ થાય છે. વિઘ્નભૂત જ્ઞાનાવરણીયાદિની નિર્જરાથી આત્માના જ્ઞાન ગુણુ પ્રગટે છે, તેને જ તત્ત્વથી જ્ઞાનપ્રાપ્તિ કહેવાય છે. સાથે મેાહનીયની મંદતા થવાથી તેને આત્માપકારક મનાવી શકાય છે. ઉપરાંત શુભ પુણ્યના મળે શરીરાદિ ખાહ્ય જીવન સામગ્રી પણ એવી પવિત્ર મળે છે કે તેનાથી જ્ઞાનને દુરૂપયોગ થતા નથી. કહ્યું છે કે અવિનયથી મેળવેલું જ્ઞાન અજ્ઞાનરૂપે
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org