________________
પાક્ષિસૂત્ર (પખીસૂત્ર) અને તેને અર્થ)
૨૭૯ અરૂણદેવ અવધિજ્ઞાનથી તેના આવર્તનનું કારણ જાણીને અતિ હર્ષિત થઈ ત્યાં સાધુ હોય ત્યાં જઈ ભક્તિથી પુષ્પવૃષ્ટિ કરવી વિગેરે શાસનની પ્રભાવના કરે છે, તેમજ સુવેગની શુદ્ધિવાળો તે દેવ તે ગ્રન્થને ઉપયોગ પૂર્વક સાંભળે છે, અને સાધુને વરદાન માગવાનું કહે છે, સાધુ નિઃસ્પૃહતા બતાવે છે ત્યારે અધિક સંવેગવાળો થઈ તે દેવ ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરીને પાછો જાય છે. એ જ પ્રમાણે ૧૮-વળોપાત, ૧૯-હોપતિ, ૨૦-ધળોપતિ, ૨૧-વેધરીપતા, ૨૨વૈશ્રમળોપતિ, ર૩ જોષપાતા, એ છ ગ્રન્થનું પણ સ્વરૂપ જાણવું, માત્ર તે તે દેવોનાં તે તે નામ સમજવાં અને પાઠ કરવાથી તેનું આગમન વિગેરે જાણવું. ૨૪–=સ્થાનશ્રત–ઉત્થાનકૃત નામનું અધ્યયન, તે જ્યારે સંઘનું કઈ વિશિષ્ટ કાર્ય આવી પડે ત્યારે કેઈ કુળગામે રાજધાની વિગેરેના ઉપદ્રવથી બચવા માટે (તેને ઉપદ્રવ કરવા માટે તેને સંકલ્પ કરીને આવેશયુક્ત સાધુ અપ્રસન્નમનથી વિષમ-અશુભ આસને ઉત્થાનથુતનું પરાવર્તન(પાઠ)એક-બે અથવા ત્રણવાર કરે તે સંકલ્પિત કુળ-ગામ કે રાજધાની વિગેરે ભયભીત થઈને વિલાપ કરતાં શીધ્રતયા નાસવા માંડે. આવું કાર્ય સંઘ વિગેરેની રક્ષા માટે કેઈ તથાવિધ ચેષ્ય સાધુને કરવાનું હોય છે. પુનઃ એ ઉપદ્રવને શાન્ત કરવા માટે જેનું પરાવર્તન કરે તે ૨૫-સમુત્થાનકૃતમ્=સમુથાનકૃત” નામનું અધ્યયન જાણવું, એના પરાવર્તનથી પુનઃ સર્વ લોકે નિર્ભય-સ્વસ્થ-શાન્ત થાય. ૨૬–નો પર્યાવસ્ટિવા =નાગ એટલે નાગકુમાર દે, તેમના સિદ્ધાન્ત એટલે કલ્પ-આચારને જણાવનારું અધ્યયન વિશેષ, તેનું નામ “નાગપર્યાવલિકા છે, જ્યારે સાધુ ઉપગ પૂર્વક તેનું પરાવર્તન કરે ત્યારે તે દેવને સંકલ્પ ન કરવા છતાં તે નાગકુમાર દેવ સ્વસ્થાને રહ્યા રહ્યા તેને જાણે–વન્દન કરે, નમસ્કાર કરે, બહુમાન કરે અને સંધ વિગેરેના કાર્ય માટેનું વરદાન આપે. ર૭-
નિવર્જિા=શ્રેણિબદ્ધ અને પ્રકીર્ણક નરકાવાસાનું, તથા ત્યાં ભવિષ્યમાં ઉત્પન્ન થનારા તિર્યંચે અને મનુષ્ય વિગેરે તે તે નરકાધિકારી જીવનું જેમાં વર્ણન છે, તે “નિરયાવલિકાઓ કહેવાય છે. ૨૮-સ્પિવા =સૌધર્મ વિગેરે કોનું (દેવલોકનું) જેમાં વર્ણન છે તે સૂત્રશ્રેણીને “કલ્પિકાઓ” કહી છે, ૨૯-પતંસિવ =સૌધર્મ અને ઈશાન દેવકમાં કલ્પપ્રધાન જે વિમાને છે તે “કલ્પાવર્તસક' કહેવાય છે, તેમાં ઉત્પન્ન થતા દેવ-દેવીઓ (સ્વસ્વ કર્તવ્યથી બન્થાએલાં) જે જે વિશિષ્ટ તપથી ઉપજે છે અને જે જે સવિશેષ ઋદ્ધિને પામે છે, તે તે ભાવેનું વર્ણન વિસ્તારથી જેમાં છે તે ગ્રન્થ શ્રેણીને “કલ્પાવતસિકાઓ” કહેવાય છે. ૩૦-પુષિHI =જીવ ગૃહવાસનાં બન્ધનોના ત્યાગથી અને સમભાવથી પુપિત (સુખી) થાય, પુનઃ સંયમ ભાવના ત્યાગથી અશુભ કર્મો બાંધી દુઃખથી હલકા બને (કરમાય), પુનઃ તેના ત્યાગથી (શુભ ભાવથી) પુષ્પની જેમ ખીલે (આત્મવિકાસ સાધે), તે તે વિષેનું પ્રતિપાદન કરનારી સૂત્રશ્રેણીને “પુષ્પિકાઓ” કહેવાય છે. ૩૧-પુWપૂઢિr=ઉપર કહી તે પુપિંકાઓના વિષયને સવિશેષ જણાવનારી ચૂલિકાઓને “પુષ્પચૂલિકાઓકહી છે, ૩ર-વૃધ્ધિા અને ૩૩eળતરા =વૃષણ એટલે અન્ધકવૃષ્ણી રાજા, તેનું વર્ણન જેમાં કરેલું છે તેને “વૃણિકાઓ' કહી છે અને તે સંખ્યાથી દશ હોવાથી તેને “વૃ@િદશાઓ’ કહેવાય છે, ૩૪–આવિષમાવના =આશી એટલે દાઢા, તેમાં જેને વિષ હોય તે આશીવિષ કહેવાય, તેના જાતિ અને કર્મથી બે ભેદ છે. તેમાં વિંછીદેડકા, સર્ષ અને મનુષ્ય વિગેરેને જાતિ આશીવિષે જાણવા, તેમાં અનુક્રમે-વિંછીનું ઝેર ઉત્કૃષ્ટથી અડધા ભરતક્ષેત્ર જેવડા શરીરમાં, દેકાનું સંપૂર્ણ ભરત જેવડા શરીરમાં, સર્પનું જમ્બુદ્વીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org