SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ પાક્ષિકસૂત્ર (પખાસૂત્ર) અને તેના અર્થ એવું આમંત્રણ આદિમાં મધ્ય અને અન્ત પણ કરેલું હેવાથી “ગુરૂને પૂછળ્યા વિના કંઈ કરવું નહિ અને પૂછીને પણ કર્યા પછી તેઓને જણાવવું. એમ કરવાથી આ વ્રતની આરાધના થાય છે? એમ સમજવું. આ વ્રત લેવા છતાં પ્રાણાતિપાત કરનારાઓને “પરભવમાં નરકમાં જવું, અલ્પ આયુષ્યવાળા થવું, બહુરાગી થવું, કદરૂપ થવું વિગેરે દોષે સમજવા. (૧) આ પ્રમાણે પહેલું મહાવ્રત કહ્યું, હવે બીજુ મહાવ્રત કહે છે તે બીજા મહાવ્રતના આલાપકમાં પ્રથમ મહાવ્રતના આલાપકથી જે વિશેષ છે તે જ કહીએ છીએ.). "अहावरे दु(दो)च्चे भंते ! महन्वए मुसावायाओ वेरमणं, सव्वं भंते ! मुसावायं पञ्चक्खामि, से कोहा वा लोहा वा भया वा हासा वा, नेव सयं मुसं वइ(ए)ज्जा-नेवन्नेहिं मुसं वायावि(वे)जा. सुसं वयंतेवि अन्ने न समणुजाणामि जाव०" शेषं पूर्ववत् " से मुसावाए चउविहे पन्नत्ते, तंजहा-दव्वओ खित्तओ कालओ भावओ, दरओ णं मुसावाए सव्वदन्वेसु, खित्तओ णं मुसावाए लोए वा अलोए वा, कालओ णं मुसावाए दिया वा राओवा, भावओ णं मुसावाए रागेण वा दोसेण वा, जं मए इमस्स" शेषं पूर्ववत् । મુવારો માસિકો વા માસાવિવો વા માસિનો વા જેfë સમજાવ્યો, તંfiામિ ત્યાદિ "सव्वं मुसावायं जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं मुसं वइ(ए)ज्जा नेवन्नेहिं मुसं वायावि(वे)ज्जा मुसं वयंते वि अन्ने न समणुजाणिज्जा, तंजहा०" शेषं पूर्ववत् "एस खलु मुसावायस्स वेरमणे हिए०" शेषं प्राग्वत् । दु(दो)च्चे भंते ! महव्वए उवडिओमि સળાગો મુરાવાયાગો વેમ શા' - વ્યાખ્યા–“હવે પહેલા મહાવ્રત પછીના બીજા મહાવ્રતમાં હે ભગવંત! સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક મૃષાવાદની વિરતિ૮૦કરવાની કહી છે, હે ભગવંત! તે મૃષાવાદનું હું સર્વથા પચ્ચકખાણ (ત્યાગ) કરું છું, તે આ પ્રમાણે-ક્રોધથી, લોભથી, ભયથી અથવા હાસ્યથી (હાંસી મશ્કરીથી), (અહીં પહેલો ક્રોધ તથા છેલ્લો લાભ કહ્યો માટે ઉપલક્ષણથી તેની વચ્ચેના) માનથી - ૧૮૦–મૃષાવાદના ચાર પ્રકારો છે-૧-સત્યને નિષેધ કર, ૨-અસત્યની સ્થાપના કરવી, ૩હાય તેથી બીજું જ કહેવું, અને ૪-અનુચિત (ગહણીય) બોલવું. તેમાં ૧-આતમાં નથી, પુણ્ય-પાપ નથી, વિગેરે સત્ય વસ્તુનો નિષેધ થાય એવું બોલવાથી આત્મા, પુણ્ય-પાપ, વિગેરેના અભાવે દાન, ધ્યાન-તપ અને અધ્યયનાદિ, સર્વ ક્રિયાઓ વ્યર્થ થાય છે, અને તેથી જગતની વિચિત્રતાનું કારણ પણ ન રહે, આ વિગેરે હેતુથી તેનું જુઠ્ઠાપણું સમજવું. ૨-આત્મા બહુ હાને છે, તે લલાટમાં કે હૃદયમાં રહે છે, અથવા સર્વત્ર વ્યાપક છે, ઈત્યાદિ અસત્યની સ્થાપના જાણવી. એનાથી પણ સર્વ શરીરમાં સુખદુ:ખને અનુભવ થાય છે તે અસત્ય ઠરે, અથવા જીવ સર્વ વ્યાપક હોય તે સર્વત્ર શરીરને અને સુખ ખનો અનુભવ થવો જોઈએ. તે થતો નથી. માટે પણ તે મૃષા સમજવું. ૩-ગાયને ઘડે, સ્ત્રીને પુરૂષ, ઈત્યાદિ બલવું, તે તે સ્પષ્ટ મૃષા છે જ, ૪-અયોગ્ય-ગહ યોગ્ય બાલવું તે, જેમકે કાણાને કાણે કહે, ઈત્યાદિ કટુવચન, અથવા પરલોક જેનાથી બગડે તેવાં સાવધ વચને, જેમકે-ખેતી કરો ! બળદ વિગેરેને પળા ! કન્યાને પરણ! શત્રુને મારે !' વિગેરે બાલવું તે. એ ચારેયને ત્યાગ સમજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy