SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “મણિભાઈ અને તેને અ7. ૨૩૧ (પિતાને સદાચારીમાં ગણાવ), ૨૦–અદ્ભાવથી સભામાં સત્ય બોલનારને પણ જુઠે ઠરાવ, ૨૧-નિત્યકલહ કરાવ, ૨૨-બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને (અટવી વિગેરેમાં લઈ જઈને) તેનું ધન વિગેરે લુંટવું, ૨૩-એ રીતે પર વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લોભાવવી–લલચાવવી, ૨૪-કુમાર નહિ છતાં બીજાની આગળ પિતાને કુમાર તરીકે જણાવવું, ૨૫-એ રીતે બ્રહ્મચારી નહિ છતાં પિતાને બ્રહ્મચારી જણાવ, ૨૬–જેની સહાયથી પોતે ધનાઢ્ય થયું હોય તેના ધનનો લોભ કર, રજેના પ્રભાવથી પિતે લોકમાં પ્રસિદ્ધ (યશસ્વી) થયો હોય તેને કોઈ પ્રકારે અન્તરાય (દુઃખી) કરે, ૨૮-રાજા, સેનાપતિ, મન્દી, રાષ્ટ્રચિન્તક, વિગેરે ઘણા જીના નાયકને (રક્ષકપાલકને) હણ, ર–દેવેને નહિ દેખવા છતાં કપટથી “હું દેવને દેખું છું” એમ કહી અસત્ય પ્રભાવ વધારો અને ૩૦–ોની અવજ્ઞા કરવી, અર્થાત્ “વિષયાખ્ય દેવેનું શું પ્રયોજન છે? હું જ દેવ છું” એમ બીજાઓને જણાવવું, (આઠે કર્મોને શાસ્ત્રમાં સામાન્યથી માહ એવું નામ આપેલું હોવાથી આ ત્રીસ પ્રકારેથી સામાન્યતયા આઠેય કર્મો અને વિશેષતયા મેહનીયકર્મ બન્ધાય છે) આ મહામહને પેદા કરનારાં છે અને સાધુઓને જેને પક્ષ કે સમ્મવિત છે એવાં આ ત્રીસ સ્થાનકે પૈકી કઈ પાપ કરવાથી, કોઈ પાપ કરાવવાથી અને મનમાં કોઈ પાપ કરવાની ઈચ્છા વિગેરે કરવાથી જે કઈ અતિચાર°લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ૦, તથા “ત્રિરાતા સિદ્ધાદ્રિ =જીવને આઠ કર્મોના નાશ રૂપ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં પ્રારમ્ભમાં જ પ્રગટ થતા હોવાથી જે સિદ્ધોના આદિ ગુણ કહેવાય છે તે એકત્રીસ છે, તેમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણ, અનાદર, અબહુમાન વિગેરે કરવાથી જે અતિચારે લાગ્યા હોય તેનું પ્રતિકમણ, એ ગુણે આ પ્રમાણે કહ્યા છે(ગોળ, ચરસ, લમ્બચોરસ, ત્રિકેણ અને વલયાકાર, એમ) પાંચ સંસ્થાને (આકૃતિઓ),શુક્લાદિ પાંચ વર્ણ, સુરભિ-દુરભિ બે પ્રકારને ગબ્ધ, મધુર વિગેરે પાંચ પ્રકારને રસ, ગુરૂ-લઘુ વિગેરે આઠ સ્પર્શી અને પુવેદ વિગેરે ત્રણ વેદે, એ અઠાવીશના અભાવરૂપ અઠવીશ તથા અશરીરિ– પણું, અસલ્ગાપણું અને જન્મને અભાવ, એમ એકત્રીશ, અથવા આઠકર્મોના ૩૧ ઉત્તરભેદોના ક્ષયથી પ્રગટ થતા એકત્રીશ ગુણે સમજવા. તે ૩૧ ભેદે આ પ્રમાણે છે-જ્ઞાનાવરણીય કર્મના પાંચ, દર્શનાવરણીયના નવ, વેદનીયના બે, મોહનીયના (દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય એમ) બે, આયુષ્યના ચાર, નામ કર્મના શુભ-અશુભ) બે, ગોત્રના બે અને અન્તરાયના પાંચ એમ એકત્રીશ પ્રકારનાં કર્મોને ક્ષય થવાથી પ્રગટતા એકત્રીશ ગુણે સમજવા. “રાતા ચોષિક =મન વચન અને કાયાની પ્રશસ્તતારૂપ શુભગના સંગ્રહ માટેનાં નિમિત્તે (ઉપા ) રૂ૫ “આલોચના' વિગેરેને સંગ્રહ કહ્યાં છે, તેના બત્રીસ પ્રકારમાં જે કઈ અતિચારો સેવ્યા હોય તેનું પ્રતિકમણ, તે પ્રકારે આ પ્રમાણે છે ૧-શિષ્ય વિધિપૂર્વક આચાર્યને આલોચના દેવી, અર્થાત્ નિષ્કપટભાવે પોતાના અપરાધને કહી જણાવવા, ર–આચાર્યું પણ શિષ્યના તે તે અપરાધને જાણવા છતાં બીજાને નહિ જણાવવા, ૩–આપત્તિના પ્રસગે (દ્રવ્યાદિ ૧૭૦-પૂર્વોપાર્જિત મોહનીયાદિ કર્મોના ઉદયથી વર્તમાનમાં જીવને આવાં અતિદુષ્ટ પાપ કરવાની ઈચ્છા થવી સમ્ભવિત છે, પણ એથી પુન: તેવાં આકરાં કર્મોને બાંધીને જીવ સ્વ-પર ઘાત કરતા સંસારમાં ભટકે છે, તેવું ન બને એ ઉદેશથી શાસ્ત્રોમાં તે મહામહનાં કારણેને તજવાને ઉપદેશ કર્યો છે, છતાં તેને આચરે તે અતિચાર લાગે એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy