________________
શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “નામfavo? અને તેને અર્થ) કરે, ૮-પૃથ્વીકાયાદિ ભૂતની એટલે જીવની હિંસા કરવી, ૯-ક્ષણિક (સંજવલન) કપ કરે, ૧૦–લાંબા કાળ સુધી કોધને વશ થવું, ૧૧-બીજાને અવર્ણવાદ બોલ (નિન્દાદિ કરવું), ૧૨-કઈ દેષિતને પણ વારંવાર “તું ચોર છે, તું કહી છે, તું કપટી છે, વિગેરે કહેવું, ૧૩–શાન્ત થએલા કક્ષાની પુનઃ ઉદીરણા કરવી, ૧૪–શાસ્ત્રનિષિદ્ધ કાળે સ્વાધ્યાય કરે, ૧૫-હાથ-પગ સચિત્ત રજથી ખરડાએલા છતાં પ્રવૃત્તિ કરવી, ૧૬-રાત્રિ વિગેરેમાં (દિવસે પણ) અવિવેકથી ઉંચા સ્વરે બેલવું, ૧૭-કલહ (વાકલહ) કર, ૧૮-ઝુંઝા એટલે ગચ્છમાં (સાધુઓમાં) પરસ્પર ભેદ પડાવ, ૧૯-સૂર્યાસ્ત સુધી આહાર પાણી વિગેરે વાપરવાં, અને ૨૦-એષણા સમિતિનું પાલન નહિ કરવું, આ વીશ અસમાધિનાં કે કારણેને સેવવા વિગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિo, “ર્વિલ્ય =શબલતા એટલે ચારિત્રના (મૂળથી વિરાધના નહિ પણ) દ સેવવારૂપ મલિનતા, તેને કરનારાં એકવીશ નિમિત્તોને “શબલ કહ્યાં છે, તેમાં ૧–હસ્તક્રિયા કરવા-કરાવવારૂપ અબ્રહ્મનું સેવન, ૨-અતિકમ, વ્યતિક્રમ અને અતિચાર રૂપે દિવ્યાદિ દેવ–મનુષ્ય અને તિર્યંચનું) ત્રિવિધ મૈથુનનું સેવન અર્થાત્ એ ત્રિવિધ મિથુનને અર્થે અતિક્રમાદિ ત્રણ દોષોનું સેવન, (અહીં નિષ્કારણ અતિક્રમાદિ ચારેયને સેવનારે વિરાધક કહ્યો છે. અને કારણે અતિક્રમાદિ ત્રણને સેવનારે શબલ છે, એમ ભેદ સમજ, આગળના ભેદમાં પણ એ વિવેક સમજ.) ૩-ભજનના–૧–દિવસનું લીધેલું દિવસે, ૨-દિવસનું લાવેલું રાત્રે, ૩-રાત્રે લીધેલું દિવસે, અને રાત્રે લીધેલું રાત્રે વાપરવું” એ ચાર ભાંગામાં પહેલે ભાંગ શુદ્ધ છે, શેષ ત્રણ ભાંગા રાત્રિભેજનરૂપ છે, તેને માટે અતિક્રમાદિ દોષ સેવવા તે શબલ જાણવું, ગાઢ કારણે તે જયણાથી રાત્રે સંનિધિ વિગેરે રાખવા છતાં દોષ મનાતો નથી, ૪થી૧૦માં - ૧૬૬-સમાધિ એટલે ચિત્તપ્રસન્નતા, અથવા આત્માનું રાગ-દ્વેષાદિન નિમિત્તો ઉપસ્થિત થવા છતાં સમભાવમાં રમવું તે, માનવભવને સાર સંયમ છે અને સંયમને સાર સમ અનાદિ રાગ-દ્વેષાદિની પરિણતિ રૂ૫ ભાવક આવાં અસમાધિનાં નિમિત્તે પામીને એ સમાધિને લાગ કરાવે છે, માટે એ નિમિત્તને વશ ન થતાં જ્ઞાન અને શ્રદ્ધાનો બળે સમભાવમાં રહેવું એ સંયમનો સાર છે, એ કારણે અસમાધિનાં સ્થાનેથી–નિમિત્તોથી બચવું જોઈએ, ન બચવાથી “જિનાજ્ઞાને ભગ” વિગેરે રૂપ અતિચારો લાગે છે, સ્પર્શન વિગેરે પાંચ જ્ઞાનેન્દ્રિઓથી સર્વ પદાર્થોનું અને તેના ધર્મોનું સ્વરૂપ જાણવાને જીવને અધિકાર છે, પણ તેને તેમાં રાગ-દ્વેષ વિગેરે કરવાનો અધિકાર નથી, ગધેડાને ચન્દનનું કે વિષ્ટાનું જ્ઞાન નથી તેથી તેને રાગ-દ્વેષ થતું નથી, તેમ સંયમી આત્માએ શુભાશુભ ભાનું જ્ઞાન હોવા છતાં રાગ-દ્વેષ કરવો નહિ એ તેનું ભાવ ચારિત્ર છે, તેને પ્રગટાવવા માટે
જ્યાં સુધી જે નિમિત્તોથી અસમાધિ થાય ત્યાં સુધી તેનાથી દૂર રહીને કે ગુરૂ નિશ્રામાં રહીને સમાધિનું બળ કેળવવું જોઈએ. એ બળ જેટલું વધે અને શુભાશુભ નિમિત્તોની અસરથી રાગ-દ્વેષાદિ ન થાય તેટલું તેનું ચારિત્ર બળ વધ્યું ગણાય, તે ત્યાં સુધી વધે કે સારા ય જગતના સર્વ ભાવેને તે શાતા બને છતાં કોઈ પ્રત્યે રાગ-દ્વેષ ન થાય, એને વીતરાગ દશા કહેવાય છે, કેવળજ્ઞાનાદિ ગુણેની તે ભૂમિકા છે. તેને માટે વૈરાગ્યનું બળ વધારવું જરૂરી છે, માટે રાગ-દ્વેષાદિનાં કારણેને ત્યાગ કરવાને છે, એ ત્યાગ આત્માને વૈરાગ્યનું બળ વધારી વીતરાગ બનાવે છે, તેથી વિપરીત અસમાધિનાં સ્થાનેનું સેવન રાગ-દ્વેષાદિની પરિણતિનું પોષણ કરી જન્મ મરણને જોશે વધારે છે, માટે અસમાધિસ્થાનોના સેવનથી એતચાર કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org