SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “Trufસરકા” અને તેને અર્થ) ૨૨૧ સેવવાથી અને છેલ્લાં બેને (ગ્યતા છતાં, નહિ સેવવાથી (અથવા ચારેયની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, વિગેરે કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ 'प्रति० पञ्चभिः क्रियाभिः कायिक्या, आधिकरणिक्या, प्राद्वेषिक्या, पारितापनिक्या, प्राणातिपातिक्या'= અહીં કિયા એટલે વ્યાપાર, તેમાં કાયાને વ્યાપાર તે કાયિકી ક્રિયા ત્રણ પ્રકારે છે,૧–“અવિરતકાયિકી,'= આ ક્રિયામાં મિથ્યાષ્ટિની અને અવિરતિસમકિતદષ્ટિની (તથા દેશવિરતિ–પાંચમા ગુણસ્થાનક સુધીના જીવની) “ફેંકવું વિગેરે કર્મબન્ધના કારણભૂત સર્વ ક્રિયાઓ સમજવી. ૨-દુપ્રણિહિત કાયિકી= આ ક્રિયામાં પ્રમત્તસંયત (છઠા ગુણસ્થાનકવાળા)ની (૫વિધ)પ્રમાદયુક્ત ઈન્દ્રિય અને મન દ્વારા થતી સઘળી પ્રવૃત્તિ સમજવી અને ૩=“ઉપરતકાયિકી =આમાં પ્રાયઃ પાપવ્યાપારથી નિવૃત્ત અપ્રમત્ત સંયતની (છથી ઉપરના ગુણસ્થાનવાળાની) સર્વ ક્રિયાઓ સમજવી, એમ પહેલી કાયિકી ક્રિયાના ત્રણ ભેદો જાણવા. બીજી આધિકરણિકી=જેનાથી આત્મા નરકાદિ દુર્ગતિને અધિકારી થાય (ત્યાં જાય) તે “અધિકરણ કહેવાય, એવાં અધિકારણે દ્વારા થતી ક્રિયાને “આધિકરણિકી” કહેવાય, તેના બે ભેદે છે, તેમાં ચક્ર રથ-(ગાડાં-મોટરસાયકલ-રીક્ષા) વિગેરે વાહન ચલાવવાં, પશુઓને બાંધવાં, (પક્ષિઓને પાંજરામાં, મનુષ્યને જેલમાં પુરવા વિગેરે) તથા મન્ત્ર-તત્ત્વવિગેરેને પ્રયોગ કરે તે 1-અધિકરણપ્રવર્તની અને ખગ્ન વિગેરે શા બનાવવાં તે ૨-અધિકરણનિવર્તની જાણવી. ત્રીજી ટાઢેષિકકિયા મત્સર કરવારૂપ ક્રિયા, (અર્થાત મત્સર કરો) તેના પણ ૧-કઈ સજીવ ઉપર મત્સર કરે અને ર–કેઈ અજીવ પદાર્થ ઉપર અસર કર, એમ બે ભેદે છે. ચોથી પારિતાપનિકી એટલે તાડન-તર્જનાદિનું દુઃખ તે પરિતાપ અને તે દુઃખથી થાય તે પરિતાપનિકી ક્રિયા, તેના પણ ૧-પિતાના શરીરને તાડન-તર્જનાદિ કરવું અને બીજાના શરીરને તાડનતર્જનાદિ કરવું, એમ બે ભેદ જાણવા. પાંચમી પ્રાણાતિપાકિી=પ્રાણને નાશ કરવારૂપ કિયા, તેના પણ પિતાના પ્રાણને નાશ અને પરના પ્રાણને નાશ, એમ બે ભેદ છે, તેમાં પહેલી–સંસારનાં દુઃખાના કંટાળાથી તેમાંથી છૂટવા માટે, અથવા સ્વર્ગાદિનાં સુખ મેળવવા માટે પર્વત ઉપરથી પડીને મરી જવું, ઇત્યાદિ અનેક પ્રકારે પોતાને આપઘાત કરે છે અને બીજી-મેહ, ક્રોધ વિગેરેને વશ થઈ બીજાને હણ, એ બે પ્રકારે જાણવા. ઉપર જણાવેલી પાંચ ક્રિયાઓ કરવાથી જે કઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિકમણું, “પ્રતિક પૂમિક જામપુરાન-પેજ-ઘેન-નન-૫ન’=શબ્દ–રૂપ–ગ-રસ-અને સ્પર્શ, એ પાંચ કામગુણેથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, તેમાં જેની ઈચ્છા-ચાહના થાય તે શબ્દ-રૂપ વિગેરે પાંચ ઈન્દ્રિયના વિષયોને કામ અને તે ભિન્ન ભિન્ન દ્રવ્યને આશ્રિને રહેલા તે તે દ્રવ્યના ગુણ હેવાથી તેને જ ગુણ કહેવાય, માટે “કામગુણ” એમ સમજવું. ‘ત્તિપદ્મમિર્યાવ્રત –પ્રાણાતિપાતદિરમલેવો જોઈએ. આવી સમજણના-જ્ઞાનના પ્રભાવે તે નવા કર્મોના બંધનમાંથી બચી જાય છે, એટલું જ નહિ, સંસારવર્ધક નિમિત્તોને પણ સમતાસાધક બનાવી શકે છે. માટે આ ચાર ધ્યાનના સ્વરૂપના જ્ઞાન દ્વારા જગતના ટૌકાલિક ભાવોનું તાત્ત્વિક ચિન્તન કરીને જીવ સંસારથી પાર પામે છે. શુકલધ્યાનના પ્રથમ બે ભેદોની વ્યાખ્યા તત્વાર્થસૂત્રમાં યોગશાસ્ત્રમાં, ગુણસ્થાનક કમરેહમાં અને ગિવિંશિકામાં ભિન્ન ભિન્ન સ્વરૂપે કરેલી છે તે પણ તે પરસ્પર બાધક નથી. અહીં પ્રથકારે એ દરેક ગ્રન્થોને લક્ષ્યમાં રાખીને વ્યાખ્યા કરી હોય એમ સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy