________________
૨૨૦
[ધવ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ કર હિતકર નથી, કારણ કે મૂળસ્વરૂપે તો તે આત્માનું અહિત કરનાર છે, જે કંઈ શુભ સામગ્રી આદિ મળે છે તે પણ મુખ્યતયા તો ચારિત્રધર્મને (પચ્ચ પરમેષ્ટિઓના શરણને) મહિમા છે, ઈત્યાદિ તાવિધ ભવભાવનાદિ ગ્રન્થાથી થાય છે. | આટલું સમજ્યા પછી ઉપર્યુક્ત આધ્યાનનું સ્વરૂપ જોતાં સમજાશે કે તે ચારિત્રધર્મનું (ધર્મ ધ્યાનનું) ઘાતક હેવાથી કરણીય નથી. વળી રૌદ્રધ્યાનના ચારે પ્રકારે તે એથી પણ આગળ વધીને પ્રાપ્ત કે ભાવિકર્મોદયજન્ય અશુભ સંયેગમાંથી છૂટવા કે બળાત્કારે શુભ સંયોગ મેળવવા માટે હિંસા જુઠ, ચોરી અને પરિગ્રહનું ચિન્તન કરવારૂપ છે, કે જે હિંસાદિને શાસ્ત્રોમાં કર્મોને આવવાનાં પાંચ આશ્ર કહ્યાં છે. (અબ્રહ્મ રાગરૂપ હોવાથી તેને પરિગ્રહમાં અન્તર્ભાવ થાય છે, માટે રીદ્રધ્યાનના ચારે પ્રકારે તત્ત્વથી પાંચ આવો રૂપ છે.) એમ આ બે ધ્યાને સમતા-સામાયિકનાં ઘાતક હેવાથી દુષ્ટ કહ્યાં છે. એના વશવતિપણાથી જ જીવ આજ સુધી સંસારમાં જન્મ મરણાદિ અસહ્ય પીડાઓને ભિગ બન્યો છે, ચારે ગતિમાં વિશિષ્ટ એવી મનુષ્યની ગતિને અને તેથીય વિશિષ્ટ જનશાસનને પામેલા જીવનું એકનું એક કર્તવ્ય સમતાની સાધના છે, તેમાં ઘાતક આ બે ધ્યાનેને વશ થવું તે પુણ્યપ્રાપ્ત મનની, બુદ્ધિની, અને વિવેક જેવા દુર્લભ રનની ભારે વિડમ્બના છે, ભવિષ્યમાં મનબુદ્ધિ અને વિવેક જેવાં અમૂલ્ય સાધનથી વચિત રહેવાની નિશાની છે.
ધર્મધ્યાનના ચારે પ્રકારમાં સમતાસાધક શ્રીજિનાજ્ઞાના સ્વરૂપને તથા તેમાં શ્રદ્ધા વિગેરેને, (અજ્ઞા વિચયમાં)આત્માની વાસનારૂપ બની ગયેલા રાગ, દ્વેષ, કામ, કેધાદિ, અન્ડરફૂગ શત્રુઓના સ્વરૂપ વિગેરેને, (અપાય વિચયમાં)એના વેગે આમામાં થતા વિકારરૂપ અશુભકર્મ પરિણતિથી બન્ધાતાં આઠ કર્મોના વિપાકોને અને તે કર્મબન્ધનાં કારણે વિગેરેને(વિપાક વિચયમાં)એના પરિણામે ચૌદરાજલોકમાં પરિભ્રમણ કરતાં જીવને પ્રાપ્ત થનારી શુભાશુભ અવસ્થાઓને, તથા તેના કારણભૂત પુદ્ગલ દ્રવ્યને અને ધર્માસ્તિકાય વિગેરે અન્ય નિમિત્તોને,(સંસ્થાન વિચયમાં)વિચાર (ચિત્તન) હોવાથી તેજીવને તે તે ભાવ પ્રત્યે થતા રાગદ્વેષાદિ અધ્યવસાયથી અટકાવીને તે તે ભાવમાં સમતા-સામાયિકને પ્રગટ કરાવે છે, માટે ધર્મધ્યાન આત્માની, તેના ભવભ્રમણની, તેનાં કારણોની, તેમાંથી છૂટવાના (મુક્તિના) ઉપાયોની અને તેમાં સહાયક સામગ્રીની. તથા સાધક બાધક તત્તની સાચી પીછાણુ કરાવનાર હોવાથી તેને ઉપકારક કહ્યું છે. નિશ્ચયથી તે આવા ધર્મધ્યાનનું બળ જીવને અપ્રમત્તગુણસ્થાનકમાં પ્રગટે છે, એટલું જ નહિ, ત્યાં તે માત્ર ધ્યાનરૂપ જ નહિ રહેતાં જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર, એ ત્રણના સહયોગરૂપે મોક્ષમાર્ગ બની જાય છે, અને તે પૂર્વે પ્રમત્તદશામાં પણ જીવને સ્વસ્વરૂપે પ્રાપ્ત કરવાની શ્રદ્ધા તથા બાધ પ્રગટાવે છે. સારાંશ તરીકે ધર્મધ્યાન આમાને તે કાળે પ્રાપ્ત કર્મ જન્ય શુભાશુભ દશામાં પ્રસન્ન (ઉપશાન્ત)રાખીને શ્રીજિનાજ્ઞાના પાલન દ્વારા સમતા સામાયિકની સાધના કરાવનારું હોવાથી ધર્મસ્વરૂપ છે.
શુકલધ્યાન-ધર્મધ્યાનના ફળ સ્વરૂપ છે, તેના પ્રથમના બે પ્રકારે જીવને અનાદિકાળથી સંબશ્વમાં આવતા પુદ્ગલના અન્યત્વનું અને એકત્વનું (ભેદભેદપણાનું) તથા તેના ફળસ્વરૂપ આત્માની સાથે શરીરાદિના પણ ભિન્નભિન્ન૫ણુનું ભાન કરાવી જડસંગના મૂળકારણભૂત અજ્ઞાન અને મેહનો નાશ કરીને આત્માને ઘાતકર્મોથી મુક્ત કરનારા છે અને ત્રીજે ચેાથો પ્રકાર બાહ્ય ગાને (મન વચન કાયાના વ્યાપારને) ધ કરવા પૂર્વક સર્વ આત્મપ્રદેશોને પણ નિશ્ચળ કરીને સર્વથા કર્મના બન્ધનમાંથી મુક્ત કરે છે.
એ રીતે ચાર ધ્યાનનું સ્વરૂપ જીવને એવી સમજણ આપે છે કે તેણે ભૂતકાળમાં કરેલી શુભાશુભ પ્રવૃત્તિઓના કારણે બન્ધાએલા કર્મોના ઉદયથી વર્તમાનમાં પ્રાપ્ત થયેલી શુભાશુભ દશાને સમભાવ (સામાયિક)ના બળે ભોગવી લેવા પૂર્વક આર્તધ્યાન રૌદ્રધ્યાનથી બચવું જોઈએ અને પુનઃ તેવા કર્મોના બન્ધનમાંથી બચવા માટે શ્રીજિનાજ્ઞાને (ચારિત્રને અનુસરવા રૂપ ધર્મધ્યાન અને શુકલધ્યાનને આશ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org