SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ == શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “નામણિકago અને તેને અર્થ). ૨૧૯ ધ્યાનથી ન ચળે એ સ્થિર આત્મભાવ તે 1-અવધ, અત્યન્ત ગહન એવા સૂક્ષ્મભાવે ન સમજાય તે પણ સંમેહને મૂઢતાને) વશ ન થાય, તથાવિધ દેવ માયામાં પણ ન મુંઝાય તે -અસંમોહ, શરીરને અને બીજા પણ સર્વ બાહ્ય સંગોને આત્માથી ભિન્ન અનુભવે, તેમાં મમત્વ ન કરે તે ૩-વિવેક, અને શરીર, આહાર તથા ઉપધિ, એ સર્વને સર્વ પ્રકારે ત્યાગ કરી નિઃસદ્ગ બને તે ક–વ્યુત્સર્ગ સમજો. આ ચાર પધ્યાને પિકી પ્રથમનાં બેને ૧૫૮-ધ્યાનનું ઉપર્યુક્ત ચતુર્વિધ સ્વરૂપ વિચારતાં એમાંથી એ બોધ મળે છે કે-આ અનાદિ જગત ઉપર એક બાજુ મેહરાજાનું અધર્મરૂપ મહાસામ્રાજ્ય પ્રવર્તે છે, બીજી બાજુ અરિહન્તાદિપચ પરમેષ્ઠિએનું ચારિત્રધર્મરૂપ પવિત્ર સામ્રાજ્ય પ્રવર્તે છે, અનાદિકાળથી કર્મ પરિણતિ(ભાવકર્મો)ને વશ બનેલો જીવ બેમાં જેને પક્ષ કરે છે તેને તે પોતાની સહજ પ્રકૃતિથી દુર્જન–સજજનની જેમ પિતાના પક્ષકારને દુઃખીસુખી કરે છે. કર્મ પરિણતિને વશ જીવન બળ વિના બન્ને કંઈ કરી શકે તેમ નથી આકર્મ પરિણતિ મૂળ તે જડકર્મોન (મેહના) વિકારરૂપ હોવાથી મુખ્યતયા જીવને મહાધીન બનાવવાના સ્વભાવવાળી છે; તો પણ પચ્ચપરમેષ્ઠિના (ચારિત્રના) પ્રભાવ નીચે આવેલા જીવને તે સુખની સામગ્રી આપે છે, ત્યારે તેને પુણ્યકર્મ અને તે સિવાય પાપકર્મ કહેવાય છે. આ પુ–પાપ બને અઘાતી કર્મોના પ્રકારે છે. ઘાતકર્મોને તે પાપ એક જ પ્રકાર છે, કારણ કે તે બાહ્ય સામગ્રીને દુરૂપયોગ કરાવી આત્માની મૂળસમ્પત્તિરૂપ જ્ઞાનાદિગુણને નાશ કરનાર (આવરી લેનાર) છે, અર્થાત્ સદેવ આત્માના (સુખના) પ્રતિપક્ષમાં છે. ચારિત્રધર્મની છત્રછાયામાં વર્તતા જીવને પુણ્યકર્મ તરીકે કર્મ સહાય કરે છે. તે પ્રભાવ પણ વાસ્તવિક તે ચારિત્રને છે અને તેથી જ ચારિત્રના મહિમાથી પ્રગટેલા પુણ્યબળને સદુપયોગ ચારિત્રની પુષ્ટિ (રક્ષા) માટે કરો એ ન્યાધ્ય છે, છતાં મોહની દુષ્ટ છાયામાં ફસાઈને જીવ એને જ્યારે અધર્મની પુષ્ટિ થાય તે રીતે ઉપયોગ કરવારૂપ અન્યાય કરે છે ત્યારે તેની એ અયોગ્યતાના કારણે પ્રાપ્ત (શુભ) સામગ્રી પણ નાશ પામે છે, અથવા પુનઃ પ્રાપ્ત થતી નથી. એમ જડને ઈષ્ટસંગ કે અનિષ્ટવિયોગ પુણ્યકર્મને આધીન છતાં તેમાં મુખ્યતા ચારિત્રની (પ-ચપરમેષ્ઠિના પ્રભાવની) છે અને ઈટવિયેગ અનિટ સંગ પાપકર્મને આધીન છતાં તેમાં મુખ્યતા અધર્મની (મહના પ્રભાવની) છે. આ સત્યને અનુસરીને આરોગ્યની, ઈન્ટ સુખની, કે તેની સામગ્રીની પ્રાપ્તિ તથા રક્ષણ માટે અને અનિષ્ટ એવા રેગ, દુ:ખ, કે તેની સામગ્રી વિગેરેથી બચવા તથા છૂટવા માટે આત્માએ ૫૨. પરમેષિઓના (ચારિત્રના) પક્ષમાં (શરણે) રહેવું એ તેનું કર્તવ્ય છે. વર્તમાનમાં પ્રાપ્ત ઈટાનિષ્ટ સગ-વિયોગાદિ બધું સ્વોપાર્જિત પૂર્વકર્મનું ફળ છે, તેને સમભાવે જોગવી લેવામાં જ હિત છે. કહ્યું પણ છે કે “બંધસમય ચિત્ત ચેતીએ, ઉદયે શે સંતાપ સલુણે, શેક વધે સંતાપથી, શેક નરકની છાપ સલ’ ઈત્યાદિ, વળી જડના શુભાશુભ સંયોગો અનિત્ય છે, કેાઈ ઉપાયે તે કાયમ રહેતા નથી, છતાં તેની ચાલ્યા જવાની કે સ્થિર રહેવાની ચિંતા કરવી તે પણ અજ્ઞાન મૂલક છે. છે વાત એ છે કે શાસ્ત્રમાં પાપકર્મને લૂંટારૂ અને પુણ્યકમને વળાઉ કહેવાય છે. જાતિ બિલની છતાં ચેકીદાર ભિલ જેમ ચાર લુંટારૂથી રક્ષણ કરે છે તેમ પુણકર્મ પણ જીવ જ્યારે મેહથી લુંટાય છે, દુરૂપયોગ કરે છે, ત્યારે તે પુણ્યકર્મ તેને ધર્મ (સુખ) માટે મળેલી સામગ્રીના દુરૂપયોગરૂપ લુંટમાંથી બચાવે છે અને જે મળેલી તે તે સામગ્રીને ધર્મમા સદુપયોગ કરે છે તે તેને અધિકાધિક સહાય પણ કરે છે, એમ જીવમાં ધર્મ સામગ્રીનું રક્ષણ અને તેને સફળ કરવાની જેટલી શક્તિયોગ્યતા પ્રગટે છે તેટલા પ્રમાણમાં પુણ્યકર્મથી તેને જરૂરી માનવભવ, આર્યદેશ, ઉત્તમકુળ, દીર્ધાયુ, પચ્ચેન્દ્રિય પૂર્ણ શરીર, ધન, આરોગ્ય, સજજનકુટુમ્બ, વિગેરે મળે છે, ઈત્યાદિ જેન શાસ્ત્રોક્ત શુભાશુભ કર્મ બન્ધના હેતુઓ વિચારતાં પણ સમજાય છે. એમ છતાં વળાઉ કરતાં વધારે તેને વિશ્વાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy