SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ પદાર્થો સત્ય છે, કહ્યા છે તેવા જ છે, ઈત્યાદિ જિનકથિત તની શ્રદ્ધાથી સમજાય કે આ જીવમાં ધર્મધ્યાન છે, એમ ધર્મધ્યાનનાં ચાર લિો જાણવાં. શુકલધ્યાન–એના પણ ૧–પૃથકત્વ વિતક સવિચાર, ૨-એકત્વ વિતર્ક અવિચાર, ૩સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ અને ૪–બુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ, એમ ચાર ભેદે છે. તેમાં એક જ દ્રવ્યમાં તેની ઉત્પત્તિ–નાશ અને સ્થર્યાદિ પર્યાનું તે દ્રવ્યથી ભિન્ન જે વિતર્ક (કલ્પના), તેને વિચાર એટલે સંકમ, તેનાથી યુક્ત એવું જ ધ્યાન તે ૧–પૃથકુત્વરિતકસવિચાર આ સંક્રમ પરસ્પર અર્થમાં વ્યસ્જનમાં તથા ગેમાં સમજ, તેમાં અર્થ એટલે પદાર્થ, તેમાંથી વ્યસ્જન એટલે શબ્દમાં પfઅને શબ્દમાંથી દ્રવ્યમાં, એવી જ રીતે ત્રણ યોગોમાં (મન વચન અને કાયામાં) પણ પરસ્પર વિચારનું સંક્રમણ તે “વિચાર અને તેવા વિચારવાળું ધ્યાન, માટે સવિચાર અર્થાત્ એક જ દ્રવ્યમાં તેના પર્યાના ભેદની (પરસ્પર તે જુદાં છે એવી) કલ્પના કરતાં પરસ્પર શબ્દમાંથી અર્થમાં પર્યાયમાં અને મનમાંથી વચનમાં, તેમાંથી કાયામાં, એમ પરસ્પર સંક્રમણ કરવા રૂપ ચિન્તન જાણવું. ર–એકત્વવિતર્કઅવિચાર=અહીં “એકત્વ એટલે દ્રવ્ય પર્યાય વિગેરેની એકતા, તેને “વિતક =પરસ્પર (તેના વાચ્ય–વાચક) શબ્દની અને અર્થની (શબ્દાર્થની) “કલ્પના, તેને “અવિચાર–શબ્દ, અર્થ અને યોગના “સંક્રમણનો અભાવ અર્થાત્ કઈ એક જ યોગનું આલેખન કરીને કેઈ શબ્દની અર્થની કે પર્યાયની એક જ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાના અભેદનું ચિન્તન કરવું તે. શુકલધ્યાનના આ બે ભેદ પૂર્વધરોને પહેય, ૩-સૂક્ષ્મક્રિયાઅનિવર્સિ-ત્રણ વેગે પૈકી મનને વચનને સંપૂર્ણ રાધ કર્યા પછી અર્ધા–બાદર) કાયયેગને રોધ કરનારા કેવળજ્ઞાનીને યોગનિરોધ કરતી વેળા (માત્ર સૂમિકાયેગને વ્યાપારી હોય તે અને ૪-બુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ=ચૌદમે ગુણસ્થાનકે શૈલેશી અવસ્થામાં ત્રણે યુગના વ્યાપારને અભાવ (નિરોધ) હોય તેથી ‘બુછિન્નક્રિયા અને અવિનાશી હોવાથી ‘અપ્રતિપાતિ(અર્થાત્ જડ-ચૌગિક ક્રિયાને સર્વથા કાયમી અભાવ) તેમાં છવાસ્થની મનની નિશ્ચલતા જેવી કેવળીને કાયાની નિશ્ચલતા તે ત્રીજું, અને સર્વગોને નિરોધ થવા છતાં દ્રવ્યમનના (વ્યાપારના) અભાવે પણ પૂર્વ પ્રયોગથી (કુમ્ભારનું ચક ચાલે તેમ) જીવને ઉપગ વર્તે તે ભાવમન એથું ધ્યાન કહેવાય છે, એ કારણે ભવસ્થ (અયોગી) કેવળીને આ ચેાથું ધ્યાન હોય. ધ્યાન” શબ્દ છે ધાતુમાંથી સિદ્ધ થએલે છે, તે ધાતુના ચિન્તન, મનન, કાયાનો નિરોધ અને અગીપણું, એવા ભિન્ન ભિન્ન અર્થો થતા હોવાથી “કાયનિરોધ અને અગીપણું” એ બેને પણ ધ્યાન કહ્યું તે યુક્ત છે. આ શુકલધ્યાનનાં લિગો ૧-અવધ, --અસંમેહ, ૩-વિવેક અને ૪-બુત્સર્ગ, એમ ચાર છે, તેમાં પરીષહ-ઉપસર્ગ પ્રસગે પણ - ૧૫૬-એક દ્રવ્યથી બીજા દ્રવ્યમાં અને એક શબ્દથી બીજા શબ્દમાં એવી પણ વ્યાખ્યા ગુણસ્થાનકમરેહની ગા. ૬૩-૬૪ માં છે. ૧૫૭–પૂર્વધરાને શ્રુતાનુસાર અને પૂર્વના જ્ઞાન રહિત સાધુને શ્રુત વિના પણ હેય, એમ ધ્યાન શતક ગા. ૬૪–૭૭ માં કહ્યું છે, કારણ કે આ ધ્યાન વિના કેવળજ્ઞાન થાય નહિ અને પૂર્વના જ્ઞાનથી રહિત એવાં પણ શ્રીમરૂદેવામાતા વિગેરેને કેવળજ્ઞાન થયું હતું. તેમ બીજાને પણ થાય, માટે પૂર્વધર ન હોય તેને શ્રુતના બળ વિના પણ થઈ શકે એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy