SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ [ધ સં૦ ભા. ૨ વિ. ૩–ગા ૯૮ વ્યાખ્યા–સંસારથી “મને ગાળે (પાર ઉતારે) તે “મગલ અથવા જેનાથી હિતનેમ ગાય (પ્રાપ્ત કરાય) તે “મન્ગલ” અથવા “મર્ગ એટલે ધર્મને ‘લા એટલે આપે તે “મન્ગલ', એમ મન્નલ” શબ્દની ભિન્નભિન્ન વ્યુત્પત્તિ દ્વારા જુદા જુદા અર્થો થાય છે (તાત્પર્યથી બધા અર્થે એકાર્થિક છે.) આ “મગલ' તરીકે ચાર પદાર્થો છે તેને નામપૂર્વક કહે છે “અરહંતા મલ્ગલં ” વિગેરે, અર્થાત્ ૧–અરિહન્ત, ૨-સિદ્ધો, ૩-સાધુઓ અને ૪-કેવલિપ્રરૂપિત ધર્મ, એ ચાર મગૂલો છે. તેમાં આચાર્યો-ઉપાધ્યા વિગેરે પણ સાધુપણાથી યુક્ત (સાધુ) હોવાથી તેઓને સાધુએમાં સમજી લેવા, કેવલિપ્રરૂપિત ધર્મ એટલે “મૃતધર્મ અને ચારિત્રધર્મ (જ્ઞાન અને ક્રિયા)એ બને ધર્મો સમજી લેવા. એ પદાર્થોની મશ્લતા એ કારણે છે કે હિત તેઓ દ્વારા જ મંગાય છે (મેળવાય છે), આ હેતુથી જ તેઓનું લોકત્તમપણું છે, અથવા લેકમાં તે પદાર્થોનું ઉત્તમપણું છે માટે તેઓમાં મલ્ચલતા છે, એ અર્થને જણાવવા કહે છે કે __ " चत्तारि लोगुत्तमा-अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो ઘમ્મો રોપુરો ” વ્યાખ્યા-પૂર્વે કહેલા અરિહંતાદિ ચાર પદાર્થો લેક એટલે (ક્ષાયોપથમિક આદિ ભાવ રૂ૫) ભાવક વિગેરેમાં ઉત્તમ છે માટે તે લોકોત્તમ’ છે, તેમાં પણ “અરિહન્તો ભાવલોકમાં પ્રધાન છે, કારણ કે તેઓને કમની સર્વ શુભ પ્રકૃતિઓનો ઉદય હોય છે, અર્થાત્ શુભઔદયિક ભાવે તેઓ વર્તતા હોય છે, અરિહન્તની તુલનામાં આવે તે લોકને કોઈ આત્મા શુભદયિકભાવવાળે હેતે નથી. “સિદ્ધો ચૌદરાજ લોકના છેડે–ઉપર, અર્થાત્ ત્રણ લોકને મસ્તકે રહેલા હેવાથી ક્ષેત્રલોકમાં તે ઉત્તમ છે, “સાધુઓ” સમ્યગૂ રાન, દર્શન અને ચારિત્રને આશ્રીને ભાવલોકમાં ઉત્તમ છે, અર્થાત્ જ્ઞાનાદિગુણરૂપ ભાવધર્મની પ્રાપ્તિવાળા હોવાથી ભાવકોત્તમ છે અને બે પ્રકારના ધર્મમાં “શ્રતધર્મ ક્ષાયોપથમિક ભાવલોકની અપેક્ષાએ તથા ચારિત્રધર્મ ક્ષાયિક ભાવ અને મિશ્ર (સાન્નિપાતિક) ભાવની અપેક્ષાએ ભાવલોકોત્તમ છે, એમ તેઓનું લોકોત્તમપણું હોવાથી જ તે શરણ કરવા યોગ્ય પણ છે, અથવા તેઓ શરણ કરવા ગ્ય હોવાથી તેમાં લોકોત્તમપણું છે. એ જણાવે છે કે __ “चत्तारि सरणं पवजामि-अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपण्णत्तं धम्म सरणं पवज्जामि ॥" વ્યાખ્યા ચાર શરણને હું અલગીકાર કરું છું, અર્થાત્ સાંસારિક દુખેથી મારી રક્ષા માટે હું આ ચારને આશ્રય-ભક્તિ કરું છું, ૧-અરિહતેને આશ્રય સ્વીકારું છું, ૨-સિદ્ધોને આશ્રય સ્વીકારું છું, ૩-સાધુઓને આશ્રય સ્વીકારું છું અને ૪–કેવલિપ્રરૂપિત ધર્મને આશ્રય સ્વીકારું છું. એ રીતે માર્ગલિક વ્યવહાર કરીને (લઘુ) પ્રતિક્રમણ માટે “છામિ કિમિ નો મે. ઈત્યાદિથી તરસ મિચ્છામિ દુ ” સુધી કહેવું. તેની વ્યાખ્યા પહેલા ભાગમાં (પૃ. ૪૯) માં કહી છે. એમાં સાધુઓને અગે જે જે પાઠ ભેદ છે તેની વ્યાખ્યા કરીયે છીયે. “સાવવાને બદલે સાધુએ અસમાનારો કહેવું, અને તેને અર્થ ‘શ્રમણને એગ્ય નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy